Home /News /national-international /આપના ધારાસભ્ય અમાનતુલ્લા ખાનના સમર્થકોની ગુંડાગીરી બહાર આવી, જામિયાનગરમાં ACBના અધિકારીઓ સાથે કરી મારામારી

આપના ધારાસભ્ય અમાનતુલ્લા ખાનના સમર્થકોની ગુંડાગીરી બહાર આવી, જામિયાનગરમાં ACBના અધિકારીઓ સાથે કરી મારામારી

એન્ટી કરપ્શન બ્યરોની ટીમની સાથે અમાનતુલ્લા ખાનના સમર્થકોએ મારામારી કરી હતી.

એન્ટી કરપ્શન બ્યુરોએ આમ આદમી પાર્ટીના ધારાસભ્ય અમાનતુલ્લા ખાનના ઠેકાણાઓ પર એક સાથે રેડ કરી હતી. ACBએ AAPના ધારસભ્યના ઠેકાણાઓ પરથી વાંધાજનક સામગ્રી મળવાનો દાવો કરીને તેમની ધરપકડ કરી છે. હવે આ રેડ સાથે સંકળાયેલો એક વીડિયો બહાર આવ્યો છે, જેમાં કથિત રીતે આપના ધારાસભ્ય અમાનતુલ્લા ખાનના સમર્થકોને ACBના અધિકારીઓ સાથે મારામારી કરતા દેખી શકાય છે.

વધુ જુઓ ...
    નવી દિલ્હીઃ એન્ટી કરપ્શન બ્યુરોએ આમ આદમી પાર્ટીના ધારાસભ્ય અમાનતુલ્લા ખાનના ઠેકાણાઓ પર એક સાથે રેડ કરી હતી. ACBએ AAPના ધારસભ્યના ઠેકાણાઓ પરથી વાંધાજનક સામગ્રી મળવાનો દાવો કરીને તેમની ધરપકડ કરી છે. હવે આ રેડ સાથે સંકળાયેલો એક વીડિયો બહાર આવ્યો છે, જેમાં કથિત રીતે આપના ધારાસભ્ય અમાનતુલ્લા ખાનના સમર્થકોને ACBના અધિકારીઓ સાથે મારામારી કરતા દેખી શકાય છે. એમ કહેવાઈ રહ્યું છે કે એન્ટી કરપ્શન બ્યુરોની ટીમ જ્યારે રેડ કરવા માટે જામિયા નગર ગઈ તો APPના ધારાસભ્યના સમર્થકોએ ACBના અધિકારીઓની સાથે ધક્કા-મુક્કી અને મારામારી કરી હતી.

    થોડા કલાકોની પૂછપરછ પછી અમાનતુલ્લાની ધરપકડ થઈ હતી

    ન્યુઝ એજન્સી એનએનઆઈ તરફથી એસીબી અધિકારીઓની સાથે કરવામાં આવેલી મારામારીનો વીડિયો બહાર પાડ્યો છે. આ વીડિયો 16 સપ્ટેમ્બર 2022નો છે, જ્યારે એન્ટી કરપ્શન બ્યુરોની ટીમ રેડ કરવા માટે અમાનતુલ્લા ખાનના જામિયા નગર સ્થિત નિવાસ સ્થાને પહોંચી હતી. વીડિયોમાં જોઈ શકાય છે કે કઈ રીતે આપના ધારાસભ્યોના સમર્થકો એસીબી ટીમમાં સામેલ એક અધિકારી સાથે મારામારી કરવા લાગ્યા હતા. ઉલ્લેખનીય છે કે એન્ટી કરપ્શન બ્યુરોના આપના ધારાસભ્યોએ ઘણા ઠેકાણાઓ પર એક સાથે રેડ કરી હતી. આ દરમિયાન ઘણી વાંધાંજનક સામગ્રીઓ મળવાનો દાવો કરવામાં આવ્યો છે. થોડા કલાકોની પૂછપરછ પછી અમાનતુલ્લા ખાનની ધરપકડ કરી લેવામાં આવી હતી.

    અમાનતુલ્લાની 5 કલાક સુધી પૂછપરછ થઈ

    આમ આદમી પાર્ટીના ધારાસભ્ય અમાનતુલ્લા ખાનના ઠેકાણાઓ પર શુક્રવારે રેડ કરવામાં આવી હતી. પ્રાપ્ત માહિતી મુજબ, એસીબીના અધિકારીઓએ તેમની લગભગ સાડા પાંચ કલાક સુધી પૂછપરછ કરી હતી. એસીબીની રેડમાં બે ઠેકાણાઓ પરથી 24 લાખ રૂપિયાની કેશ જપ્ત થઈ હોવાનો દાવો કરવામાં આવ્યો હતો. આ સિવાય અમાનતુલ્લા ખાનના બિઝનેસ પાર્ટનરની પાસેથી હથિયાર અને કારતૂસ પણ મળ્યાં હતા.

    નાણાંકીય ગેરરીતીનો આરોપ

    અમાનતુલ્લા ખાન પર આરોપ છે કે તેમણે વક્ફ બોર્ડના બેન્ક ખાતાઓમાં નાણાંકીય ગેરરીતી કરી છે. વક્ફની સંપત્તીઓ પર ભાડુંઆતનું નિર્માણ કર્યું છે. તેની સાથે જ તેમણે વાહન ખરીદવાના મામલામાં પણ ભષ્ટ્રાચાર કર્યો છે. આપના ધારાસભ્યોનો આરોપ છે કે તેમણે દિલ્હી વકફ બોર્ડની સેવાઓના નિયમોનું ઉલ્લંઘન કરીને 33 લોકોની ગેરકાયદેસર નિમણૂંક કરી હતી. આ સંબંધમાં એસીબીએ જાન્યુઆરી 2020માં ભષ્ટ્રાચાર નિવારણ અધિનિયમ અને ભારતીય દંડ સહિતાની વિવિધ જોગવાઈ અંતર્ગત કેસ નોંધ્યો હતો.
    Published by:Vrushank Shukla
    First published:

    Tags: AAP news, AAP Party, Gujarat AAP

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन