Honour Killing: બીજી જાતિના યુવક સાથે કર્યા હતા પ્રેમ લગ્ન, યુવતીના પરિવારે જમાઈને મારી નાખ્યો

હેમંત અને અવંતી રેડ્ડીએ આ વર્ષે જૂન મહિનામાં લગ્ન કર્યા હતા. (Photo Credit: Twitter)

પતિ-પત્નીનું બળજબરીથી અપહરણ કરી દીધું, યુવતી ભાગવામાં સફળ રહી પરંતુ બીજા દિવસે યુવકનો મૃતદેહ મળ્યો

  • Share this:
    હૈદરાબાદઃ તેલંગાણા (Telangana) રાજ્યમાં હોનર કિલીંગ (Honour Killing)નો એક ચોંકાવનારો મામલો સામે આવ્યો છે. મૂળે એક યુવતી બીજી જાતિના યુવક સાથે ઘણા વર્ષોથી પ્રેમમાં હતી. યુવતીએ લગભગ ત્રણ મહિના પહેલા પરિવારના મરજીની વિરુદ્ધ જઈને યુવક સાથે લગ્ન કરી દીધા હતા. જ્યારે આ વાતની જાણ યુવતીના પરિવારને જઈ તો તે ખૂબ જ નારાજ થઇ ગયા. યુવતીના પરિવારનો સભ્યો અને સંબંધીઓએ 24 સપ્ટેમ્બરે યુવતી અને યુવકનું અપહરણ કરી દીધું પરંતુ યુવતી કોઈક રીતે બચીને ભાગવામાં સફળ રહી. પરંતુ તેઓએ યુવકની હત્યા કરી દીધી. પોલીસે આ મામલામાં 14 લોકોને ઝડપી પાડ્યા છે.

    પોલીસના જણાવ્યા મુજબ, અવંતી રેડ્ડીના સગાવહાલાં તેને અને તેના પતિ હેમંતને 24 સપ્ટેમ્બરે બળજબરીથી એક કારમાં બેસાડીને લઈ ગયા. અવંતી અને હેમંતે પરિવારની વિરુદ્ધ લગભગ ત્રણ મહિના પહેલા લગ્ન કર્યા હતા. પોલીસ અધિકારીએ જણાવ્યું કે અવંતી કોઈક રીતે ત્યાં ભાગવામાં સફળ રહી પરંતુ તે લોકો હેમંતને કારમાં લઈને ગયા. તેનો મૃતદેહ બીજા દિવસે એટલે કે 25 સપ્ટેમ્બરે સાંગારેડ્ડીની પાસેથી મળી આવ્યો.

    પોલીસ અધિકારીએ વધુમાં કહ્યું કે, યુવકના પિતાએ 24 સપ્ટેમ્બરની સાંજે લગભગ સાડા છ વાગ્યે અમને ફરિયાદ લખાવી અને અમે તાત્કાલિક તમામ નાકા અને ટોલ પર તેના વિશે જાણ કરી દીધી. ફરિયાદ મળતાં જ વિશેષ ટીમોની રચના કરી દેવામાં આવી. પણ બીજા દિવસે સવારે હેમંતનો મૃતદેહ સાંગારેડ્ડી પાસેથી મળી આવ્યો.

    આ પણ વાંચો, રાત્રે ડરામણા અવાજોથી મહિલા હતી પરેશાન, ગાર્ડનના CCTV ફુટેજ જોતાં ઉડ્યા હોશ

    પોલીસના જણાવ્યા મુજબ, આ કેસ ચોક્કસપણે હોનર કિલિંગ છે. આ ઘટના બાદથી તેઓએ 14 લોકોની ધરપકડ કરી છે. ધરપકડ કરવામાં આવેલા આરોપીઓમાં અવંતીના પિતા ડી. લક્ષ્મી રેડ્ડી, માતા અર્ચના, તેના બે મામા અને ત્રણ કથિત સોપારી કિલરનો સમાવેશ થાય છે.

    અવંતીએ જણાવી આપવીતી

    અવંતી રેડ્ડીએ જણાવ્યું કે, મારા સગા-વહાલા મને અને મારા પતિને બળજબરીથી એક વાહનમાં લઈ ગયા. હું કોઈક રીતે વાહનમાંથી ભાગી છૂટી અને તાત્કાલિક મારા સાસરિયા અને પોલીસને ઘટના વિશે જાણકારી આપી. અવંતીએ જણાવ્યું કે તેના અને હેમંતની વચ્ચે અનેક વર્ષોથી પ્રેમ સંબંધ હતા અને બંનેએ જૂન મહિનામાં લગ્ન કર્યા હતા.

    આ પણ વાંચો, ટોળું ટ્રક ડ્રાઇવર પર તૂટી પડ્યું, ગુપ્તાંગ પર અનેક ઈજાઓ થતાં 3 દિવસ બાદ મોત

    હેમંતના તમામ હત્યારાઓનું એન્કાઉન્ટર કરી દો - અવંતી રેડ્ડી

    સ્થાનિક મીડિયા સાથે વાત કરતાં અવંતીએ જણાવ્યું કે, જો મારા પ્રત્યે પ્રેમ છે તો શું હું જે વ્યક્તિને પ્રેમ કરું છું તેની હત્યા કરી દેવાની? મારા માતા-પિતા કરતાં મારા સાસુ-સસરા મને વધુ પ્રેમ કરે છે. અમારા ઘરે 10 લોકો આવ્યા અને બળજબરીથી અમને ઉઠાવીને લઈ ગયા. માતા-પિતાની પાસે લઈ જવાની વાત કહીને અમારું અપહરણ કરી લીધું. અવંતીએ વધુમાં કહ્યું કે, આ હત્યાના મામલામાં મારા મામા સામેલ હોવાની મને આશા નહોતી. મામા વિજેન્દ્રર રેડ્ડી અને યુગંદર રેડ્ડીએ મળી આ હત્યાને અંજામ આપ્યો છે. મારા પતિને મારનારા તમામ લોકોનું એન્કાઉન્ટર કરી દો.
    Published by:Mrunal Bhojak
    First published: