લખનઉ : ઉત્તરપ્રદેશ (Uttarpradesh)ના બાંદા (Banda) જિલ્લામાં ઓનર કિલિંગ (honour Killing)ની ઘટના સામે આવી છે. એક પિતાએ પોતાની જ સગીર દીકરીની હત્યા કરી દીધી (father killed Daughter) છે. પોલીસે આપેલ જાણકારી અનુસાર હત્યા કરનાર પિતાની દીકરી તેના ટ્યુશન ટીચર સાથે પ્રેમમાં પડી ગઈ હતી. આ ટીચર ઘરે આવીને ટ્યુશન કરાવતો હતો. આ ઘટનાથી નારાજ થતા પિતાએ ગુસ્સામાં આવીને તમંચાથી દીકરીની હત્યા કરી દીધી હતી. હત્યા કર્યા બાદ પિતાએ દીકરીનો મૃતદેહ પાછળના રૂમમાં મુકી દીધો હતો. આ મામલે પોલીસે હત્યારા પિતા અને સગીર દીકરીના પ્રેમીની ધરપકડ કરીને જેલભેગા કરી દીધા છે.
શું હતો સમગ્ર મામલો (honour Killing Case)
આ સમગ્ર ઘટના પર નજર નાખવામાં આવે તો 28 મે નારોજ એક સગીર યુવતીનો તેના જ ઘરમાંથી મૃતદેહ મળ્યો હતો. સગીર યુવતીના શરીર પર ઘાના નિશાન હતા. પોલીસે મૃતદેહ કબ્જે કરીને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ મોકલી આપ્યો હતો. પોસ્ટમોર્ટમ રિપોર્ટ પરથી જાણવા મળ્યું છે કે, સગીર યુવતીની ગોળી મારીને હત્યા કરવામાં આવી છે. પરિવારજનો પર ઓનર કિલિંગને લઈને આશંકા વ્યક્ત કરવામાં આવી રહી હતી. ઘટનાસ્થળ પરથી પરિવારજનો લાપતા હતા. જેના કારણે પોલીસને આ હત્યા ઓનર કિલિંગ હોવાની આશંકા હતી. SP અભિનંદને આ મામલે તપાસ કરવા માટે બે ટીમનું ગઠન કર્યું. પોલીસ પરિવારજનોની કડકાઈથી પૂછપરછ કરતા સમગ્ર મામલો વિગતવાર સામે આવ્યો હતો.
પોલીસે આપેલ જાણકારી અનુસાર સગીર યુવતી અને ટ્યુશન ટીચર એક શાળામાં ભણતા હતા. આ ટ્યુશન ટીચર સગીર યુવતીના નાના ભાઈ બહેનોને ભણાવવા માટે ઘરે આવતો હતો. આ દરમિયાન બંનેને એકબીજા સાથે પ્રેમ થઈ ગયો હતો. એક દિવસ પિતાએ આ બંનેને આપત્તિજનક પરિસ્થિતિમાં જોયા હતા. આ કારણોસર પિતાએ ગુસ્સામાં આવીને દીકરીની તમંચાથી હત્યા કરી દીધી.
સમગ્ર મામલે પોલીસ તપાસ
ASP લક્ષ્મી નિવાસ મિશ્રાએ જણાવ્યું કે, કમાસિન ગામમાંથી યુવતીનો મૃતદેહ ઘરમાંથી મળી આવ્યો હતો. પોલીસે ઘટનાસ્થળ પર પહોંચીને મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલ્યો હતો. આ સમગ્ર મામલે પ્રેમી અને સગીર યુવતીના પિતાની તમંચા સાથે ધરપકડ કરવામાં આવી છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર