ઓનર કિલિંગ : પુત્રીના ચારિત્ર્ય પર શંકા હતી, માતા-પિતાએ ઝેર આપીને મારી નાખી

સોનીપત પોલીસે (Sonipat Police)માતા-પિતાની ધરપકડ કરી લીધી છે

honor killing- રાત્રે જ પુત્રીની લાશના અગ્નિ સંસ્કાર કરી દીધા

 • Share this:
  સોનીપત : હરિયાણાના (haryana)સોનીપતમાં (Sonipat) ઓનર કિલિંગનો (Honor Killing)સનસનાટીભર્યો કેસ સામે આવ્યો છે. પોતાની પુત્રીના ચારિત્ર્ય પર શંકા ગઈ તો માતા-પિતાએ પુત્રીને ઝેર પીવડાવીને મારી નાખી છે. સોનીપત પોલીસે (Sonipat Police)માતા-પિતાની ધરપકડ કરી લીધી છે.

  જાણકારી પ્રમાણે સોનીપતના ગામ પુરખાસથી એક સનસનાટી ભર્યો કેસ સામે આવ્યો છે. ગામમાં રહેતા એક માતા-પિતાએ પોતાની પુત્રીના ચારિત્ર્ય પર શંકા જતા તેને ઝેરીલો પદાર્થ આપીને મોતને ઘાટ ઉતારી દીધી હતી. આ પછી રાત્રે જ તેની લાશના અગ્નિ સંસ્કાર કરી દીધા હતા. જ્યારે સોનીપત પોલીસને આ વિશે જાણકારી મળી તો પોલીસે માતા-પિતા સામે હત્યાનો કેસ નોંધીને ધરપકડ કરી છે. બંનેને કોર્ટમાં રજુ કરીને એક દિવસના રિમાન્ડ પર લીધા છે. બંનેની પૂછપરછ કરવામાં આવી રહી છે.

  મળેલી જાણકારી પ્રમાણે સોનીપતના દામ પુરખાસના રહેવાસી મહા સિંહ અને તેની પત્ની બબીતાને પોતાની પુત્રી પર શંકા હતી. બંનેએ પોતાની પુત્રીને ઝેરી પદાર્થ આપીને મારી નાખી હતી.

  આ પણ વાંચો - યુવકમાંથી યુવતી બનવા માંગતો હતો, સેક્સ ચેન્જ કરાવવાની સર્જરી માટે પૈસા ન હતા તો કરી આત્મહત્યા

  માતા-પિતાએ ગુનો કબૂલ્યો

  આ મામલે DSP જોગિન્દ્ર સિંહે જણાવ્યું કે પોલીસ સ્ટેશનના એએસઆઈ અમિત અને તેમની ટીમ પુરખાસની તરફ રાઉન્ડ પર હતી. ત્યારે તેમને મુખબિરે જણાવ્યું કે ગામમાં એક માતા-પિતાએ પોતાની પુત્રીની હત્યા કરીને તેના અંતિમ સંસ્કાર કરી દીધા છે. આ મામલે તપાસ કરી તો બધી હકીકત સામે આવી હતી. પોલીસે માતા-પિતા સામે હત્યાનો ગુનો નોંધીને બંનેની ધરપકડ કરી છે. બંનેએ પોલીસની પૂછપરછમાં કબુલ કર્યું છે કે તેમને તેની પુત્રીના ચારિત્ર્ય પર શંકા હતી. જેથી તેની હત્યા કરી નાખી હતી.

  આ પણ વાંચો - સરકારી ઓફિસમાં કર્મચારીઓએ દારૂની મહેફીલ સજાવી, ગીતના તાલે મસ્તીમાં ઝૂમ્યા, જુઓ VIDEO

  પુત્રએ કુલ્હાડીના ઘા મારીને પિતાની કરી નાખી હત્યા

  મધ્ય પ્રદેશના ( madhya pradesh)ગુનામાં પુત્રએ પત્નીની છેડતી (molestation)કરવા પર પિતાની કુલ્હાડીના ઘા મારીને હત્યા (Murder)કરી છે. પિતા ઘણા દિવસોથી વહુ પર ખરાબ નજર નાખતા હતા. આ વખતે જ્યારે પિતાએ વહુનો હાથ પકડ્યો તો પુત્રથી સહન થયું નહીં અને હત્યા કરી નાખી હતી. આરોપી પહેલા પોલીસને (Police)ગુમરાહ કરી રહ્યો હતો પછી પોતાનો ગુનો કબુલ કરી લીધો હતો. પોલીસે તેની ધરપકડ કરી છે. ઘટના મ્યાના વિસ્તારના સુતાઇ ગામની છે.
  Published by:Ashish Goyal
  First published: