ગાયત્રીએ તેના પિતા જયારામને તેના પ્રેમ સંબંધ વિશે જણાવ્યું હતું. જયરામને જાણવા મળ્યું કે છોકરો આપણા કરતા નીચલી જાતિનો છે. જેથી પિતાએ પોતાની પુત્રીને છોકરાને ભૂલી જવા માટે કહ્યું હતું.
મૈસુરઃ આધુનિક સમયમાં પણ જાતિના વાડાઓમાંથી લોકો બહાર નથી આવી શક્યા. ચુસ્ત જ્ઞાતિવાદના (Racism) કારણે કેટલાક કસાઈ માતા-પિતા પોતાના (Mather-father) જ્ઞાતિના વાડાના કારણે પોતાના પુત્ર-પુત્રીઓની પણ બલી ચડાવી દેતા હોય છે. ઓનર કિલિંગના (Honor Killing case) અનેક કિસ્સાઓ છાસવારે બનતા રહે છે ત્યારે આવો જ એક કમકમાટી ભરી ઘટના કર્ણાટકના (Karnataka) મૈસુરમાં (Mysore) પ્રકાશમાં આવ્યો હતો. અહીં એક પિતાએ પોતાની પુત્રીની કુહાડીના (father killed daughter with Ax) ઘા મારીને હત્યા નીપજાવી હતી. જોકે, આ અંગે પોલીસે પિતા વિરુદ્ધ ગુનો નોંધીને વધુ તપાસ હાથધરી હતી.
આ કમકમાટી ભરી ઘટના મૈસુરના પેરિયાપટણા ખાતે બની હતી. 19 વર્ષીય ગાયત્રી મૈસુર જિલ્લાના પેરિયાપટણાના ખેડૂત જયરામની પુત્રી છે. તે એક સ્ટોરમાં કામ કરતી હતી. આ સમયે તેનો પરિચય રાઘવેન્દ્ર નામના યુવક સાથે થયો હતો. પરિચય એકદમ મૈત્રીપૂર્ણ બન્યો અને બંને એક બીજાના પ્રેમમાં પડ્યાં હતા. તેણે બંને જણાયે પોત પોતાના પરિવારના વડીલોને કહ્યું અને લગ્ન કરવા માગે છે.
આમ ગાયત્રીએ તેના પિતા જયારામને તેના પ્રેમ સંબંધ વિશે જણાવ્યું હતું. જયરામને જાણવા મળ્યું કે છોકરો આપણા કરતા નીચલી જાતિનો છે. જેથી પિતાએ પોતાની પુત્રીને છોકરાને ભૂલી જવા માટે કહ્યું હતું. જોકે, ગાયત્રી પોતાના પ્રેમી એવા રાઘવેન્દ્રને ભૂલવા ન્હોતી માંગતી. આથી પિતા અને પુત્રી વચ્ચે અવાર-નવાર ઝઘડો થતો હતો.
પુત્રીએ પતિ જયરામને જણાવ્યું હતું કે તે રાઘવેન્દ્ર સાથે વાત કરશે ભલે તેને ગમે તેટલો ઠપકો આપે. જોકે, પુત્રીને ઠપકો આપીને તે જયરામ ખેતરમાં ગયો હતો અને પોતાની પુત્રીને બપોરનું ભોજન લઈને આવવા કહ્યું હતું. આમ પિતાના કહ્યા પ્રમાણે તે ભોજન લઈને ખેતરમાં ગઈ હતી.
આ સમેય પણ ફરીથી બંને વચ્ચે રાઘવેન્દ્ર વિશે ચર્ચા થઈ હતી. જ્યારે ગાયત્રીએ કહ્યું કે તે ભૂલી નહીં શકે ત્યારે જયરામ ગુસ્સે ભરાયો હતો. અને કુહાડીથી હુમલો કર્યો હતો. જયરામે હુહાડી વડે ગળા ઉપર ઘા કર્યો હતો જેથી ગાયત્રી લોહીલુહાણ ત્યાંથી દોડવા લાગી હતી.
" isDesktop="true" id="1107250" >
જોકે, જયરામે તેનો પીછો કરીને કુહાડી વડે મોતને ઘાટ ઉતારી દીધી હતી. આ અંગે જાણ થતાં પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી. તળાવ પાસે ગાયત્રીની લોહીથી લથપથ લાશ મળી હતી અને ખેતરમાં ટિફિન બોક્સ મળી આવ્યું હતું. પોલીસે પિતા જયરામ વિરુદ્ધ હત્યાનો ગુનો નોંધી વધુ તપાસ હાથધરી હતી
Published by:ankit patel
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર