Home /News /national-international /ફરી પ્રેમને મળી સજા! અન્ય ધર્મની યુવતી સાથે પ્રેમમાં પડવા બદલ યુવકની નિર્દયતાથી હત્યા

ફરી પ્રેમને મળી સજા! અન્ય ધર્મની યુવતી સાથે પ્રેમમાં પડવા બદલ યુવકની નિર્દયતાથી હત્યા

ઓનર કિલીંગ કર્ણાટક

કર્ણાટક (Karnataka) ના કાલબુર્ગી જિલ્લાના વાડી વિસ્તારમાં ઓનર કિલિંગ (Honor killing) મામલે વિજયની હત્યાના સંબંધમાં બે લોકોની ધરપકડ કરવામાં આવી છે. કલબુર્ગીના એસપી ઈશા પંતે જણાવ્યું કે, ધરપકડ કરાયેલા આરોપીઓના નામ શહાબુદ્દીન અને નવાઝ છે.

વધુ જુઓ ...
કલબુર્ગી : કર્ણાટક (Karnataka) ના કાલબુર્ગી જિલ્લાના વાડી વિસ્તારમાં ઓનર કિલિંગ (Honor killing) નો એક સનસનાટીભર્યો મામલો સામે આવ્યો છે. એક 25 વર્ષીય યુવકને નિર્દયતાથી મોતને ઘાટ ઉતારી દેવામાં આવ્યો હતો કારણ કે તે અન્ય ધર્મની છોકરી સાથે પ્રેમમાં પડ્યો હતો. મૃતકની ઓળખ વિજય કુમાર તરીકે થઈ છે. મૃતકની માતાએ એફઆઈઆરમાં આરોપ લગાવ્યો છે કે, છોકરીના પિતા અને ભાઈએ તેની પુત્રની હત્યા કરી હતી. એવો પણ આરોપ છે કે, થોડા દિવસ પહેલા યુવતીના પરિવારજનોએ ધમકી આપી હતી કે જો તે સંબંધ નહીં ખતમ કરે તો વિજયનું માથું કાપી નાખશે.

ANIના અહેવાલ મુજબ વિજયની હત્યાના સંબંધમાં બે લોકોની ધરપકડ કરવામાં આવી છે. કલબુર્ગીના એસપી ઈશા પંતે જણાવ્યું કે, ધરપકડ કરાયેલા આરોપીઓના નામ શહાબુદ્દીન અને નવાઝ છે. એસપીએ વધુમાં જણાવ્યું કે, વિજય કુમારને શહાબુદ્દીનની બહેન સાથે મિત્રતા હતી, આરોપીઓને આ મિત્રતા પસંદ ન હતી. જેથી તેમણે વિજયને માર માર્યો હતો. પોલીસે એ પણ જણાવ્યું કે, ગયા વર્ષે આરોપીએ વિજય પર હુમલો પણ કર્યો હતો અને તેને તેની બહેન સાથે વાત ન કરવાની ધમકી આપી હતી.

આ ઘટના રેલવે સ્ટેશન પાસે બની હતી

પોલીસના જણાવ્યા અનુસાર, વાડી રેલવે સ્ટેશન પર પુલ પાસે વિજયની છોકરીના ભાઈઓ શહાબુદ્દીન અને નવાઝ વચ્ચે ઝઘડો થયો હતો. પછી ઝઘડો એટલો વધી ગયો કે આરોપીઓએ વિજય પર છરી અને લોખંડના સળિયા વડે હુમલો કર્યો, જેના કારણે તેનું ઘટનાસ્થળે જ મોત થયું.

આ પણ વાંચોSupreme Court : સુપ્રીમ કોર્ટે દેહવ્યાપારને માન્ય ગણાવ્યો, આદેશ - પોલીસે તેમને હેરાન ન કરે

પોલીસે ગુનો નોંધ્યો હતો

પોલીસે આ કેસમાં ભારતીય દંડ સંહિતાની કલમ 302 અને 34 તેમજ AC/ST એક્ટ હેઠળ કેસ નોંધ્યો છે. આ સાથે યુવતીના પરિવારજનોની પણ આ મામલે પૂછપરછ કરવામાં આવી રહી છે.
First published:

Tags: Crime news, Honor Killing, Honour killing, Love affair, National news, National News in gujarati