ઓનર કિલિંગ! 32 વર્ષના જમાઈની સાસરિયાએ કરી હત્યા, પત્ની, સાસુ-સસરા સહિત 11 સામે કેસ

પિયરે ગયેલી પત્નીએ ફોન કરીને પતિને મળવા બોલાવ્યો, ગામ પહોંચતા જ મારઝૂડ કરીને કરી દીધી હત્યા

પિયરે ગયેલી પત્નીએ ફોન કરીને પતિને મળવા બોલાવ્યો, ગામ પહોંચતા જ મારઝૂડ કરીને કરી દીધી હત્યા

 • Share this:
  જસપાલ સિંહ, ફતેહાબાદઃ હરિયાણા (Haryana)માં ઓનર કિલિંગ (Honor Killing)નો એક મામલો સામે આવ્યો છે. ફતેહાબાદ જિલ્લાના નૂરકીઅહલી ગામમાં પોતાના સાસરે ગયેલા 32 વર્ષીય જમાઈની તેની પત્ની, સાસુ અને સસરા સહિત લગભગ દોઢ ડઝનથી વધુ લોકોએ મળીને હત્યા (Murder) કરી દીધી. મૃતકના શરીર પર ગંભીર ઈજાઓના નિશાન મળ્યા છે અને આ મામલામાં પોલીસે મૃતકના ભાઈની ફરિયાદ પર હત્યાનો કેસ નોંધ્યો છે. ડીએસપી અજૈબ સિંહે જણાવ્યું કે ફરિયાદમાં મૃતકની પત્ની અનીતા, સાસુ-સસરા અને અન્ય સંબંધીઓ સહિત 11 લોકો સામે નામજોગ અને 8થી 10 અજાણ્યા લોકો વિરુદ્ધ હત્યાનો કેસ નોંધવામાં આવ્યો છે. ડીએસપીએ જણાવ્યું કે હાલ તપાસ ચાલી રહી છે અને પૂછપરછ માટે કેટલાક લોકોને પોલીસ સ્ટેશન બોલાવવામાં આવ્યા છે અને તપાસ કરવામાં આવી રહી છે.

  બીજી તરફ મૃતકની બહેને જણાવ્યું કે લગભગ ચાર વર્ષ પહેલા ગામ નૂરકીઅહલી નિવાસી અનીતાની સાથે તેના મામાના દીકરા નિશાંતના આંતરજાતિય પ્રેમ લગ્ન થયા હતા. યુવતીની મંજૂરીથી જ આ લગ્ન થયા હતા અને કોર્ટથી પણ લગ્નને વેરિફાય કરવામાં આવ્યા હતા. મૃતકની બહેને જણાવ્યું કે થોડા દિવસ પહેલા નિશાંતની પત્ની અનીતા પોતાના પિયર જરૂરી કામથી ગઈ હતી અને ત્યારબાદ તે પરત ન આવી.

  આ પણ વાંચો, આ શખ્સે કરી દીધો શરીરનો એવો હાલ, Guinness બુકમાં નોંધાવી દીધું નામ

  થોડા દિવસ પહેલા નિશાંત પોતાની માસીને ત્યાં લગ્ન સમારોહમાં આવ્યો હતો અને પરત ઘરે જતાં રસ્તામાં નિશાંત પર અનીતાનો ફોન આવ્યો અને તેને પોતાના ગામ નૂરકીઅહલી બોલાવ્યો. નિશાંત પત્નીને લેવા માટે ગામમાં પહોંચ્યો તો ત્યાં સાસરિયાએ તેની સાથે મારઝૂડ કરી અને તેની હત્યા કરી દીધી.

  પોલીસ પર લગાવ્યો ઢીલી કામગીરીનો આરોપ

  મૃતકની બહેને જણાવ્યું કે હાલ પોલીસે મૃતકની પત્ની અને કેટલાક સંબંધીઓ સહિત ચાર લોકોને પકડ્યા છે અને તેમની પૂછપરછ કરવામાં આવી છે. અન્ય લોકોની ધરપકડ કરવા માટે પોલીસે કાલ સુધીનો સમય આપ્યો છે અને કાલ સુધી જો તમામ આરોપીની ધરપકડ નથી થતી તો પરિવારના લોકો ધરણા પ્રદર્શન કરશે. પોસ્ટમોર્ટમ કાર્યવાહીને લઈને પણ પરિજનોએ પોલીસ પર ઢીલી કામગીરીનો આરોપ લગાવ્યો છે.

  આ પણ વાંચો, આ 5 દેશોમાં મળે છે સૌથી સસ્તું સોનું, ભારતથી આટલો ઓછો છે ભાવ, જાણો કારણ

  આંતરજાતિય વિવાહને લઈ યુવતીનો પરિવાર નારાજ હતો

  મૃતકની બહેને કહ્યું કે પરિવારના લોકો બપોરે બે વાગ્યે પોસ્ટમોર્ટમની કાર્યવાહી માટે બેઠા છે પરંતુ આજે આખો દિવસ પસાર થયા બાદ પણ પોસ્ટમોર્ટમ નથી થયું. પોલીસનું કહેવું છે કે આંતરજાતિય વિવાહને લઈ યુવતીનો પરિવાર નારાજ હતો અને એવી શક્યતા છે કે યુવતી અને તેના પરિવારે આ વાતથી નારાજ થઈને નિશાંતની હત્યા કરી દીધી છે.
  Published by:Mrunal Bhojak
  First published: