હોંગકોંગમાં એક વ્યક્તિને બીજીવાર થયો કોરોના, WHOએ કહ્યું ઉતાવળ ન કરો

પ્રતિકાત્મક તસવીર

પ્રોફેસર બ્રેડન રેન કહ્યું કે આ ફરીથી સંક્રમણ થવું તે ખરેખરમાં ખૂબ જ દુર્લભ છે.

 • Share this:
  હોંગકોંગ : ચીન (China) પછી હવે હોંગકોંગ (Hong Kong)ના વૈજ્ઞાનિકોએ દાવો કર્યો છે કે તેમને ત્યાં કોરોના વાયરસ (Coronavirus)થી સંક્રમિત થયેલા એક વ્યક્તિનું પ્રમાણ મળ્યું છે. જો કે હોંગકોંગના આ દાવા પર વિશ્વ સ્વાસ્થય સંગઠન (WHO) કહ્યું કે એક દર્દીના કેસ પરથી કોઇ પરિણામ સુધી ના પહોંચી શકાય. આ પહેલા ચીનના એક મહિલા અને એક પુરુષના 6 મહિનાની અંદર બીજી વાર સંક્રમિત થવાનો દાવો કરવામાં આવ્યો હતો. હોંગકોંગ મુજબ 30 વર્ષથી વધુ આયુના એક વ્યક્તિને પહેલી વાર સાડા ચાર મહિના પહેલા જ કોરોના વાયરસથી સંક્રમિત થયો હતો.

  હોંગકોંગનૈ વૈજ્ઞાનિકોનું કહેવું છે કે વાયરસના જીનોમમાં બે વસ્તુઓ બિલકુલ અલગ છે. ફરીથી થવાનો આ દુનિયાનો પહેલા કેસ છે. વૈજ્ઞાનિકોએ WHOની સલાહ પર કહ્યું છે કે સંગઠને અમારા પુરાવાને ધ્યાનમાં રાખીને કોઇ નિવેદન આપવું જોઇએ. અન્ય વિશેષજ્ઞોનું કહેવું છે કે અમારી પાસે ફરીથી સંક્રમણના ખુબ જ દુર્લભ કેસ છે. અને આ વધુ ગંભીર પણ નથી. હોંગકોંગ વિશ્વવિદ્યાલયની આ રિપોર્ટમાં કહ્યું કે સંક્રમણના ઠીક થવાના પહેલા આ વ્યક્તિ 14 દિવસ હોસ્પિટલમાં રહ્યો હતો. પણ એરપોર્ટ પર સ્ક્રીનિંગ વખતે તેના ફરી કોરોના સંક્રમણની જાણકારી મળી. જો કે તેના કોઇ લક્ષણ તેમાં નહતા દેખાતા.

  વધુ વાંચો  :  ભારતમાં કોવિડ-19 કારણે અત્યાર સુધીમાં 58,390 લોકોએ ગુમાવ્યો જીવ, 7 લાખથી વધુ એક્ટિવ કેસ

  લંડન સ્કૂલ ઓફ હાઇજીન અને ટ્રોપિકલ સાયન્સના પ્રોફેસર બ્રેડન રેન કહ્યું કે આ ફરીથી સંક્રમણ થવું તે ખરેખરમાં ખૂબ જ દુર્લભ છે. અને આજ કારણે કોવિડ 19ની વેક્સિન ખૂબ જ જરૂરી છે. તેવી પણ આશંકા છે વાયરસ સમય સાથે પોતાને બદલશે. જે લોકો કોરોના વાયરસથી સંક્રમિત થાય છે તેમના શરીરમાં આ વાયરસથી લડવા માટે ઇન્યૂન સિસ્ટમ વિકસિત થાય છે. જે વાયરસને ફરી પાછી આવતા રોકે છે.

  મજબૂત ઇમ્યૂન તે લોકો જોવા મળે છે જે ગંભીર રૂપથી કોવિડ 19થી બિમાર થયા હોય. જો કે તે સાફ નથી કે આ સુરક્ષા કેટલી લાંબી ચાલે છે અને ઇમ્યુનિટી ક્યાં સુધી રહે છે.
  Published by:Chaitali Shukla
  First published: