Home /News /national-international /મફતમાં હોંગકોંગ જવાની તક, 5 લાખ એર ટિકિટ મળી રહી છે ફ્રીમાં, આ રીતે કરો અરજી

મફતમાં હોંગકોંગ જવાની તક, 5 લાખ એર ટિકિટ મળી રહી છે ફ્રીમાં, આ રીતે કરો અરજી

ડિસેમ્બરમાં 3 લાખ રુપિયાએ પહોંચ્યા ટિકિટના ભાવ

કોરોના મહામારી પહેલા, દર વર્ષે લગભગ 50 મિલિયન લોકો હોંગકોંગની મુલાકાત લેતા હતા, પરંતુ છેલ્લા બે વર્ષ દરમિયાન હોંગકોંગે કેટલાક કડક નિયમો લાગુ કર્યા છે, જેના કારણે તેની એરલાઇન્સને મોટું નુકસાન ભોગવવાનો વારો આવ્યો છે.

નવી દિલ્હી: હોંગકોંગ સરકારે કોરોના હામારીને કારણે પ્રવાસન વિભાગને પાટા પર લાવવા માટે પ્રવાસીઓને ફ્રી એર ટિકિટ આપવાની જાહેરાત કરી છે. હોંગકોંગ એરપોર્ટ એડમિનિસ્ટ્રેશને વિશ્વભરના લોકોને આ ટિકિટો મફતમાં આપવાની જાહેરાત કરી છે. એરપોર્ટ પ્રશાસને આ ટિકિટો બે વર્ષ પહેલા ખરીદી હતી. તેનો હેતુ લોકોને હોંગકોંગ એરલાઈન્સ સેવાઓ સાથે જોડવાનો અને પ્રવાસન માટે તેના દરવાજા ફરીથી ખોલવાનો છે. મફત ટિકિટની કુલ કિંમત લગભગ 2,100 કરોડ રૂપિયા છે.

આ પણ વાંચો: સ્પાઈસજેટ શરૂ કરી 26 નવી ફ્લાઈટ, અમદાવાદ સહિત રૂટ પર મળશે આ ફ્લાઈટ્સ

કોરોના મહામારી પહેલા, દર વર્ષે લગભગ 50 મિલિયન લોકો હોંગકોંગની મુલાકાત લેતા હતા, પરંતુ છેલ્લા બે વર્ષ દરમિયાન, હોંગકોંગે કેટલાક કડક નિયમો લાગુ કરવામાં આવ્યા છે, જેના કારણે તેની એરલાઇન્સને નુકસાન થયું છે. હોંગકોંગ સરકારે સપ્ટેમ્બરમાં મુલાકાતીઓ માટે હોટેલ ક્વોરેન્ટાઇન નિયમો પર પ્રતિબંધ મૂક્યો હોવા છતાં, આંતરરાષ્ટ્રીય મહેમાનો માટે નિયમો હજી પણ અસ્તિત્વમાં છે.

સરકારનો હેતુ શું છે?

હોંગકોંગ સરકારના જણાવ્યા અનુસાર, મફત પ્લેન ટિકિટ આપવાથી હોંગકોંગને ટોચના પ્રવાસન સ્થળ તરીકે પુનઃસ્થાપિત કરવાની પ્રક્રિયા ઝડપી બનશે. માર્કેટ રિસર્ચ ફર્મ યુરોમોનિટર ઈન્ટરનેશનલના વરિષ્ઠ વિશ્લેષકે બીબીસીને જણાવ્યું કે હોંગકોંગની કોવિડ પહેલાની સ્થિતિ સંપૂર્ણપણે બજારની પરત ફરવાની ક્ષમતા પર આધારિત છે.

મફત ટિકિટ માટે કેવી રીતે અરજી કરવી?

આ મફત ટિકિટો માટે કેવી રીતે અરજી કરવી તે અંગે કોઈ નક્કર માહિતી નથી. હોંગકોંગ આવતા વર્ષે કોમ્પ્લિમેન્ટરી ટિકિટનું વિતરણ કરવાની યોજના બનાવી રહ્યું છે. હોંગકોંગ એરપોર્ટ ઓથોરિટી એવા મુસાફરોને ટિકિટ આપશે જેઓ ઈનબાઉન્ડ અને આઉટબાઉન્ડ બંને રીતે મુસાફરી કરી રહ્યા છે. જો કે, હજુ સુધી આ માટે કોઈ સમયરેખા નથી.


કોરોના રિપોર્ટ બતાવવાનો રહેશે નહીં:

હોંગકોંગ સરકારે જાહેરાત કરી હતી કે, હવે અન્ય સ્થળોએથી આવતા લોકો માટે હોટલમાં ફરજિયાત ક્વોરેન્ટાઇનનો નિયમ નાબૂદ કરવામાં આવશે. અહીં આવતા તમામ મુસાફરોને ફ્લાઈટમાં સવાર થવાના 48 કલાક પહેલા નેગેટિવ આરટી પીસીઆર રિપોર્ટની જરૂર રહેશે નહીં, પરંતુ હવે તેમણે ફ્લાઈટમાં સવાર થવાના 24 કલાક પહેલા નેગેટિવ એન્ટિજેન ટેસ્ટ રિપોર્ટ દર્શાવવો પડશે.
First published:

Tags: Hong kong, International flights, Travel tourism

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો