પતિ જ કરાવતો હતો પત્નીની પૈસાદાર લોકો સાથે દોસ્તી, અશ્લીલ વીડિયો બનાવી પડાવતા હતા પૈસા
પતિ જ કરાવતો હતો પત્નીની પૈસાદાર લોકો સાથે દોસ્તી, અશ્લીલ વીડિયો બનાવી પડાવતા હતા પૈસા
મહિલાની પ્રતિકાત્મક તસવીર
Rajasthan Honeytrap case: ચોંકાવનારી વાત તો એ છે કે આવું કામ કોઈ અન્ય નહીં પરંતુ આરોપી પોતાની પત્નીનો ઉપયોગ કરતો હતો. જેણે ચાર મહિના પહેલા જ લવ મેરેજ કર્યા હતા.
પાલીઃ રાજસ્થાનની (Rajasthan news) પાલી પોલીસે હનીટ્રેપની (Honey trap gang) મોટી ગેંગનો પર્દાફાશ કર્યો હતો. આ ગેંગની મહિલાઓ ફોન ઉપર દોસ્તી કરવાની લાલચ આપીને પૈસાદાર લોકોને ફસાવતી હતી. અને પછી અશ્લિલ વીડિયો બનાવીને તેમને બ્લેકમેઈલ (blackmail) કરતી હતી. પોલીસે એક પીડિતની ફરિયાદના આધારે આ ગેંગના એક યુવક અને બે યુવતીઓની ધરપકડ કરી હતી. પોલીસનું કહેવું છે કે ગેંગે સરકારી કર્મચારી, ડોક્ટર અને વકીલોને પણ પોતાનો શિકાર બનાવી ચુકી છે.
એવા અનેક લોકો છે જે આ ગેંગનો શિકાર બની ચુક્યા છે. પરંતુ બદનામના ડરના કારણે કોઈએ પોલીસ ફરિયાદ કરી નથી. ચોંકાવનારી વાત તો એ છે કે આવું કામ કોઈ અન્ય નહીં પરંતુ આરોપી પોતાની પત્નીનો ઉપયોગ કરતો હતો. જેણે ચાર મહિના પહેલા જ લવ મેરેજ કર્યા હતા.
એસપી કાલુરામ રાવતના જણાવ્યા પ્મરાણે શહેરમાં એક ગેંગની મહિલાઓ સોશિયલ મીડિયા ઉપર દોસ્તી કરીને લોકોને ફસાવતી હતી. 29 જુલાઈએ ગેંગનો મુખ્ય આરોપી રમેશની પત્ની ભાવના હીરાગત મહિલા સુરક્ષા સહાયતા સંગઠન સાથે જોડાયેલા ચેતન ચૌહાણ પાસે પહોંચી હતી. જ્યાં ભાવનાએ વકીલને જણાવ્યું કે તેના પતિ સાથે 2 એપ્રિલ 2021ના રોજ ચાર મહિના પહેલા લવ મેરેજ કર્યા હતા પરંતુ હવે તે તેની સાથે રહેવા માંગતી નથી.
ત્યારબાદ મહિલા સુરક્ષા સહાયતા સંગઠનના જિલ્લા અધ્યક્ષ કુલદીપ પંવાર, પ્રવક્તા નેહા શ્રીમાળી અન્ય સભ્યો તેને એસપી ઓફિસ લઈ ગયા હતા. એસપી ન મળતા તે નવા બસ સ્ટેન્ડ ચોકી લઈ ગયા હતા. જ્યાં તેને ચોકી પ્રભારી ઓમપ્રાકશ ચૌધરીને આખી કહાની જણાવી હતી. બીજી તરફ મહિલના મોબાઈલ ઉપર સતત તેના પતિ રમેશ ચૌધરીના કોલ આવતા હતા. પત્નીએ ફોન ઉપાડીને તને નવા બસ સ્ટેડ પાસે બોલાવ્યો હતો. જ્યાં પોલીસે તેને પકડી લીધો હતો.
પોલીસે જ્યારે આરોપી રમેશને પકડી લીધો ત્યારે તેનો પોન ચેક કર્યો તો તેમાં અનેક અશ્લીલ વીડિયો મળ્યા હતા. અને પોલીસે તેની કડકાઈથી પૂછપરછ કરી તો આરોપી રમેશે જણાવ્યું કે તે આશિક મિજાજી અને પૈસાદાર લોકોને શોધતો હતો. અને તેને ફસાવવા માટે પત્નીને સોશિયલ મીડિયા ઉપર દોસ્તી કરાવતો હતો.
ત્યારબાદ લોકોને મળવા માટે ઘરે લોવાતા હતા અને આ દરમિયાન અન્ય સાથીઓ તેની સાથે મારપીટ કરીને અશ્લિલ વીડિયો બનાવતા હતા. દુષ્કર્મના ખોટા ખેસમાં ફસાવવાની ધમકી આપીને પૈસાની માંગણી કરતા હતા. જોકે, આખી ઘટનાનો પત્નીએ જ ભાંડો ફોડ કર્યો હતો.
Published by:ankit patel
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર