સોનાલી ફોગાટ હત્યા કેસની તપાસ સીબીઆઈને સોંપવા માટે ગોવાના મુખ્યમંત્રીએ કેન્દ્રને પત્ર લખ્યો છે.
Sonali Phogat Murder Case: ભાજપની નેતા સોનાલી ફોગાટના મોત મામલે હવે સીબીઆઈ તપાસ કરશે. કેન્દ્રીય ગૃહ મંત્રાલયના એક અધિકારીએ જણાવ્યુ હતુ કે, મંત્રાલયે આ કેસ સીબીઆઈને સોંપવા માટે અરજી કરી દીધી છે.
નવી દિલ્હીઃ ભાજપની નેતા સોનાલી ફોગાટ મર્ડર કેસની તપાસ સીબીઆઈને સોંપવામાં આવી છે. કેન્દ્રીય ગૃહમંત્રાલયના એક અધિકારીએ આ મામલે જણાવ્યુ હતુ કે, મંત્રાલયે આ કેસની તપાસ સીબીઆઈને સોંપવા માટે અરજી કરી દેવામાં આવી છે.
ગોવા પોલીસે સારી તપાસ કરીઃ પ્રમોદ સાવંત
આ પહેલાં ગોવાના મુખ્યમંત્રી પ્રમોદ સાવંતે સોમવારે કહ્યુ હતુ કે, તેઓ કેન્દ્રીય મંત્રાલયને પત્ર લખી આ મામલો સીબીઆઈને સોંપવા માટે કહેશે. સાવંતે પણજીમાં પત્રકારોને કહ્યુ હતુ કે, ગોવા પોલીસે આ મામલે ઘણી સારી તપાસ કરી હતી અને તેમને કેટલીક મહત્ત્વની કડીઓ પણ મળી હતી. તેમણે વધુમાં જણાવ્યુ હતુ કે, પરંતુ હરિયાણાના લોકો અને સોનાલી ફોગાટની દીકરીની માગને કારણે અમે કેન્દ્રીય મંત્રાલયને પત્ર લખી આ મામલે સીબીઆઈને તપાસ સોંપવાની અરજી કરવાનો નિર્ણય કર્યો છે. હું કેન્દ્રીય ગૃહ મંત્રાલયને અંગત પત્ર લખીને પ્રસ્તાવ મૂકીશ.’
હરિયાણાના હિસારના ભાજપના નેતા ફોગાટની ગયા મહિને ગોવામાં મોત થઈ હતી અને તેમની હત્યા કરવામાં આવી છે તેવી આશંકા છે. ત્યારે ગોવા પોલીસે આ મામલે પાંચ લોકોની ધરપકડ કરી હતી, જેમાંથી બે વ્યક્તિ સોનાલી ફોગાટના સહાયક હતા. પોલીસે બંને સામે હત્યાનો કેસ દાખલ કર્યો છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર