અમિત શાહના નિશાન પર જમ્મુ-કાશ્મીરના આ 10 આતંકી, બનાવી યાદી

આ યાદીમાં મુખ્ય રીતે હિઝબુલ મુજાહિદીન, લશ્કર-એ-તોઇબા, જૈશ-એ-મોહમ્મદ અને અલ બદર જેવા આતંકી સંગઠનોનાં ટોચના આતંકીઓના નામ સામેલ છે.

News18 Gujarati
Updated: June 4, 2019, 4:20 PM IST
અમિત શાહના નિશાન પર જમ્મુ-કાશ્મીરના આ 10 આતંકી, બનાવી યાદી
અમિત શાહ (ફાઇલ તસવીર)
News18 Gujarati
Updated: June 4, 2019, 4:20 PM IST
ન્યૂઝ18 ગુજરાતી : ગૃહમંત્રી અમિત શાહે કારભાર સંભાળતા જ જમ્મુ-કાશ્મીરમાં સક્રિય હોય તેવા 10 ટોચના આતંકીઓની યાદી બનાવી છે. આ યાદીમાં હિઝબુલ મુજાહિદીનના રિયાઝ નાયકૂ, લશ્કર-એ-તોઇબાનો જિલ્લા કમાન્ડર વસીમ અહમદ ઉર્ફે ઓસામા અને હિઝબુલનો અશરફ મૌલવીનું નામ સામેલ છે.

કહેવામાં આવી રહ્યું છે કે આ યાદી સુરક્ષા બળો સાથે ચર્ચા કર્યા બાદ બનાવવામાં આવી છે. જેમાં મુખ્ય રીતે હિઝબુલ મુજાહિદીન, લશ્કર-એ-તોઇબા, જૈશ-એ-મોહમ્મદ અને અલ બદર જેવા આતંકી સંગઠનોનાં ટોચના આતંકીઓના નામ સામેલ છે. આ લોકો જમ્મુ અને કાશ્મીરના અલગ અલગ વિસ્તારોમાં આતંક ફેલાવી રહ્યા છે.

અમિત શાહની આ યાદીમાં બીજા નામોમાં હિઝબુલ મુજાહિદીનના બારામુલા જિલ્લામાં સક્રિય જિલ્લા કમાન્ડર મેહરાજુદ્દીન અને ડો. સૈફુલ્લાહ ઉર્ફે સૈફુલ્લાહ મીરનું નામ સામેલ છે. ડો. સૈફ વિશે તાજેતરમાં સતત એવા સમાચાર આવી રહ્યા છે કે તે ઝડપથી શ્રીનગરમાં હિઝબુલની કેડરને વધારવાનું કામ કરી રહ્યો છે.

આ ઉપરાંત પુલવામા ક્ષેત્રના હિઝબુલના જિલ્લા કમાન્ડર અરશલ ઉલ હકનું નામ પણ સામેલ છે. જ્યારે જૈશ-એ-મોહમ્મદનો ઓપરેશનલ કમાન્ડર હાફિઝ ઓમાર પણ ટોપ 10માં સામેલ છે. આ યાદીમાં જૈશ-એ-મોહમ્મદના ઝાહીદ શેખ ઉર્ફે ઓમાર અફઘાનીનું નામ પણ સામેલ છે.

રિયાઝ નાયકૂ


અલ બદર આતંકી સંગઠનના જાવેદ માતો ફૈઝલ ઉર્ફે શાકિબ એલિયાબ મુશબ અને એઝાઝ અહમદ મલિકનું નામ પણ આ યાદીમાં સામેલ છે. આ ઉપરાંત કુપવાડામાં હિઝબુલ તરફથી નિયુક્ત કરવામાં આવેલા કમાન્ડરનું નામ પણ આ યાદીમાં સામેલ છે.
Loading...

ગૃહ મંત્રાલયના જણાવ્યા પ્રમાણે આ વર્ષે કુલ 102 આતંકીઓનો ખાત્મ બોલાવવામાં આવ્યો છે. જ્યારે કાશ્મીર ખીણણાં હજી પણ 286 આતંકીઓ સક્રિય છે.
First published: June 4, 2019
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...