લૉકડાઉન વધવાની સંભાવના વચ્ચે ગૃહમંત્રાલયે હવે આ કામો કરવાની આપી છૂટ

દેશભરમાં લોકડાઉન 3 મે સુધી લંબાવવામાં આવ્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ અંગે ગત મંગળવારે જાહેરાત કરી હતી. જો કે જે વિસ્તારોમાં કોરોના સંક્રમણની સંખ્યા ઓછી હશે તેવા દેશના કેટલાક ભાગમાં 20 એપ્રિલ પછી થોડીક રાહત આપવામાં આવશે. જો કે લોકડાઉન કરવાનો મુખ્ય ઉદ્દેશ એટલો જ છે કે સોશિયલ ડિસ્ટેંસિંગ રાખવું. જેથી સ્પર્શ કે છીંકથી આ રોગ ન ફેલાય.

ગૃહ મંત્રાલયે પોતાના આદેશમાં કામ દરમિયાન સોશિયલ ડિસ્ટન્સિંગ અને હાઇજીનનું વિશેષ ધ્યાન રાખવાની પણ સલાહ આપી છે.

 • Share this:
  નવી દિલ્હી : ચીન (China)થી દુનિયાભરમાં ફેલાયેલા કોરોના વાયરસના સંક્રમણ (Coronavirus)ની અસર ઝડપથી વધી રહી છે. આ અસરને ઓછી કરવા માટે ભારતમાં 21 દિવસના લૉકડાઉન (21 Days Lockdown)ની જાહેરાત કરવામાં આવી છે. દુનિયાભરમાં કોરોના વાયરસને કારણે એક લાખથી વધારે લોકોનાં મોત થઈ ચુક્યા છે. ભારતમાં પણ કોરોનાના દર્દીઓની સંખ્યા ખૂબ ઝડપથી વધી રહી છે. જેને ધ્યાનમાં રાખીને 14મી એપ્રિલના રોજ પૂર્ણ થતું લૉકડાઉન હજુ વધારવામાં આવે તેવી શક્યતા છે. આ દરમિયાન ગૃહ મંત્રાલયે (Home Ministry) લૉકડાઉન દરમિયાન કેટલાક કામોની છૂટ આપી છે.

  પ્રાપ્ત વિગત પ્રમાણે ગૃહ મંત્રાલયે માછલી પકડવાના (સમુદ્ર) એટલે કે સમુદ્ર કૃષિ ઉદ્યોગના સંચાલનની લૉકડાઉન દરમિયાન છૂટ આપી છે. આ સાથે જ ગૃહ મંત્રાલય તરફથી ખેતરમાં તૈયાર પાકની કાપણી, સેલ્સ અને માર્કેટિંગ, કોલ્ડ ચેન, પેકેજિંગ અને ફૂડ પ્રોસેસિંગને પણ લૉકડાઉન દરમિયાન છૂટ આપવામાં આવી છે. જોકે, આ કામ કરતી વખતે સોશિયલ ડિસ્ટન્સિંગ અને હાઇજીનનું ખાસ ધ્યાન રાખવાની સલાહ આપવામાં આવી છે. આદેશમાં કહેવામાં આવ્યું છે કે જો આ બાબતોનું પાલન નહીં રાખવામાં આવે તો આવા લોકો સામે કડક કાર્યવાહી થઈ શકે છે.

  નોંધનીય છે કે વડાપ્રધાન મોદીએ શનિવારે તમામ રાજ્યોના મુખ્યમંત્રી સાથે લૉકડાઉન અને રાજ્યમાં કોરોનાની સ્થિતિ અંગે ચર્ચા કરી હતી. આ દરમિયાન છ રાજ્યના મુખ્યમંત્રીઓએ લૉકડાઉનને 30મી સુધી વધારવાની ભલામણ કરી છે. જોકે, તેમાંથી ત્રણ રાજ્ય પહેલા જ આ અંગેની જાહેરાત કરી ચુક્યા છે. વીડિયો કોન્ફરન્સિંગના માધ્યમથી થયેલી બેઠક બાદ હવે લૉકડાઉન વધારવું કે નહીં તેનો નિર્ણય લેવામાં આવશે.
  Published by:Vinod Zankhaliya
  First published: