રાહુલની નાગરિકતા પર ગૃહે માંગ્યો જવાબ, કોંગ્રેસે ગણાવ્યા જન્મજાત ભારતીય

News18 Gujarati
Updated: April 30, 2019, 1:15 PM IST
રાહુલની નાગરિકતા પર ગૃહે માંગ્યો જવાબ, કોંગ્રેસે ગણાવ્યા જન્મજાત ભારતીય
સુબ્રમણ્યમ સ્વામી અને રાહુલ ગાંધી (ફાઇલ ફોટો)

સુબ્રમણ્યમ સ્વામીએ રાહુલના બ્રિટિશ નાગરિકો હોવાનો દાવો કર્યો છે, જેના આધારે ગૃહ મંત્રાલયે રાહુલને નોટિસ મોકલી

  • Share this:
લોકસભા ચૂંટણીની વચ્ચે કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીની નાગરિકતાનો મામલો ચર્ચાસ્પદ બન્યો છે. હવે આ સંબંધમાં ગૃહ મંત્રાલય તરફથી રાહુલ ગાંધીને નોટિસ મોકલવામાં આવી છે. રાહુલ ગાંધીને પૂછવામાં આવ્યું છે કે આપની બ્રિટિશ નાગરિકતાને લઈને ફરિયાદ કરવામાં આવી છે, તેની પર આપનું વલણ સ્પષ્ટ કરો અને તથ્ય રજૂ કરો. રાહુલ ગાંધી પાસે 15 દિવસની અંદર જવાબ માંગવામાં આવ્યો છે. આ નોટિસ પર કોંગ્રેસે કહ્યું કે રાહુલ ગાંધી જન્મજાત ભારતીય છે અને સમગ્ર દુનિયા તે જાણે છે.

ગૃહ મંત્રાલયે રાહુલ ગાંધીને આ નોટિસ બીજેપીના રાજ્યસભા સાંસદ સુબ્રમણ્યમ સ્વામીની ફરિયાદના આધારે મોકલી છે. 29 એપ્રિલે નાગરિકતા ડાયરેક્ટર બીસી જોશી તરફથી મોકલવામાં આવેલી આ નોટિસમાં રાહુલ ગાંધીને પૂછવામાં આવ્યું છે કે એક કંપનીના દસ્તાવેજોમાં આપની નાગરિકતા બ્રિટિશ જાહેર કરવામાં આવી છે, તેની પર આપ યોગ્ય તથ્ય રજૂ કરો.

આ પણ વાંચો, જાણો PM મોદીથી લઈને રાહુલ ગાંધી સુધી ક્યાં રોકે છે પોતાના પૈસારાહુલ ગાંધી જન્મજાત ભારતીય છે - કોંગ્રેસ

રાહુલ ગાંધીને મોકલવામાં આવેલી નોટિસને લઈ કોંગ્રેસના પ્રવક્તા રણદીપ સુરજેવાલાએ જણાવ્યું કે, સમગ્ર દુનિયા જાણે છે કે, રાહુલ ગાંધી જન્મજાત ભારતીય નાગરિક છે. મોદીજી પાસે બેરોજગારી, ખેડૂતોની બેહાલી અને કાળા નાણાને લઈ કોઈ જવાબ નથી. તેથી જ તેઓ લોકોનું આ બાબતોથી ધ્યાન ભટકાવવા આ પ્રકારની સરકારી નોટિસ મોકલી રહ્યા છે.

સ્વામી બે વખત લખી ચૂક્યો છે પત્ર

સુબ્રમણ્યમ સ્વામી ગૃહ મંત્રાલયને રાહુલ ગાંધની નાગરિકતાની વિરુદ્ધ બે વાર પત્ર લખી ચૂક્યા છે. 21 સપ્ટેમ્બર 2017ના રોજ સ્વામીએ આ વિશે એક ફરિયાદ કરી હતી. સ્વામીએ 29 એપ્રિલ 2019ના રોજ પણ પત્ર લખ્યો. સ્વામીએ પોતાના પત્રમાં રાહુલના બ્રિટિશ નાગરિક હોવાનો દાવો કર્યો છે. આ જ પત્રના આધારે ગૃહ મંત્રાલયે રાહુલને નોટિસ મોકલી છે.

રાહુલની ઉમેદવારીપત્ર રદ કરવા થઈ હતી માંગ

ઉલ્લેખનીય છે કે, અમેઠીના ઉમેદવાર ધ્રુવ લાલના વકીલ રવિ પ્રકાશે રિટનિંગ ઓફિસરની ફરિયાદ કરી હતી કે રાહુલ ગાંધીએ બ્રિટિશ નાગરિકતા લીધી હતી અને તેથી તેમનું નોમિનેશન રદ કરવામાં આવ્યું. તેઓએ બ્રિટનમાં રજિસ્ટર્ડ એક કંપનીના ડોક્યુમેન્ટ્સના આધારે આ દાવો કર્યો હતો. સાથોસાથ રાહુલ ગાંધીની શૈક્ષણિક યોગ્યતામાં ત્રુટિનો આરોપ પણ લગાવવામાં આવ્યો છે. બીજેપીએ આ મુદ્દાને ઉઠાવતા કોંગ્રેસ અને રાહુલ ગાંધી પાસે જવાબ માંગ્યો હતો.
First published: April 30, 2019, 10:54 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading