Home /News /national-international /

Omicron: ગૃહ મંત્રાલયે રાજ્યોને જારી કર્યા આદેશ, ઓમિક્રોનનો સામનો કરવા આ તૈયારીઓ કરો

Omicron: ગૃહ મંત્રાલયે રાજ્યોને જારી કર્યા આદેશ, ઓમિક્રોનનો સામનો કરવા આ તૈયારીઓ કરો

પ્રતિકાત્મક તસવીર

Omicron : વડા પ્રધાન નરેન્દ્ર મોદી (Narendra Modi)એ પણ ઓમિક્રોનને (Omicron) કારણે 23 ડિસેમ્બરે આરોગ્ય સુવિધાઓની તૈયારીઓની રૂપરેખા આપી હતી. કેન્દ્રીય ગૃહ મંત્રાલયે (Union Home Ministry) હવે આ અંગે તમામ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોના મુખ્ય સચિવોને પત્ર લખ્યો છે.

વધુ જુઓ ...
  નવી દિલ્હી:  કેન્દ્ર સરકાર હવે દેશ અને વિશ્વમાં ઝડપથી ફેલાતા કોરોના સંક્રમણ (Coronavirus)ના ડેલ્ટા અને ઓમિક્રોન વેરિએન્ટ (Omicron Variant)ને લઈને ખૂબ ચિંતિત છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી (Narendra Modi)એ પણ 23 ડિસેમ્બરના રોજ કોવિડ-19ના ઓમિક્રોન વેરિએન્ટને કારણે આરોગ્ય સુવિધાઓની તૈયારીઓની રૂપરેખા આપી હતી.

  અને ચેતવણી અને સાવચેતના ફોર્મ્યૂલા અપનાવવાની સૂચનાઓ પણ આપવામાં આવી હતી. કેન્દ્રીય ગૃહ મંત્રાલય (Union Home Ministry)એ હવે આ અંગે તમામ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોના મુખ્ય સચિવોને પત્ર લખ્યો છે.

  કેન્દ્રીય ગૃહમંત્રી સચિવ અજય ભલ્લા વતી મુખ્ય સચિવોને લખેલા પત્રમાં તેમણે ઓમિક્રોન વરિએન્ટ અંગે તમામને સંપૂર્ણ સતર્ક રહેવા નિર્દેશ આપ્યો છે. તેઓએ રાજ્યોને ઓમિક્રોન વેરિએન્ટ સામે લડવા માટે આરોગ્ય સેવાઓને જે રીતે મજબૂત બનાવવી છે તે અંગે ઝડપથી કામ કરવા નિર્દેશ આપ્યો.

  આ પણ વાંચો: અમદાવાદના પહેલા Omicron દર્દીને સારવાર બાદ રજા અપાઈ, જાણો 13 દિવસ હોસ્પિટલમાં શું કર્યું

  આરોગ્ય સેવાઓને મજબૂત બનાવવી જોઈએ. તેમણે રાજ્યોના મુખ્ય સચિવો અને યુટી વહીવટકર્તાઓને પણ ઓફિસો અને ઓક્સિજનના પુરવઠા સાથે સંબંધિત તેમની સ્થાપના અને કામગીરીને સંપૂર્ણપણે સાંભળવાનો નિર્દેશ આપ્યો. સાથે જ બફર સ્ટોકમાં જરુરી બધી દવાઓ વ્યવસ્થિત રાખવાનું કામ કરવા પણ જણાવાયુ છે.

  સ્થાનિક અને જિલ્લા વહીવટી સ્તરે સુરક્ષા વ્યવસ્થાને મજબૂત કરવા આદેશ
  કંન્ટેઈન્ટમેન્ટ વિસ્તારને લઈને દરેક રોક પર વિશેષ ઘ્યાન રાખવા જણાવાયું છે જેથી આ વેરિએન્ટને ફેલાતો રોકી શકાય. ખાસ કરીને તહેવારની સિઝનમાં ભીડ પર કાબૂ કરવા પર ધ્યાન કેન્દ્રીત કરવામાં આવે. જેમાં પાંચ પ્રકારની નીતિ ટેસ્ટ, ટ્રેક, ટેસ્ટિંગ, વેક્સીનેશન અને કોવિડ ઉચિત વર્તણૂક મુખ્યત્વે શામિલ છે. તે બધા પર ઝડપથી કામ કરવું જોઈએ. માસ્ક પહેરવા અને સામાજિક અંતરની બાબત પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ.

  આ પણ વાંચો: Corona Vaccination For Children: 1 જાન્યુઆરીથી શરૂ થશે વેક્સિન માટે બાળકોનું રજીસ્ટ્રેશન, જાણો વિગતો

  આ 116 દેશોમાં ફેલાઈ ચૂક્યો છે ઓમિક્રોન
  ગૃહ મંત્રાલય દ્વારા જારી કરાયેલા આદેશોમાં તાજેતરમાં 21 ડિસેમ્બરના રોજ કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના એક પત્રનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો, જેમાં કોરોનાના નવા વેરિએન્ટને રોકવા માટે કોઈ નિર્દેશ જારી કરવામાં આવ્યા છે. આ બધાનું ચુસ્તપણે પાલન કરવા માટે તમામ રાજ્યોને સૂચના આપવામાં આવી છે. લેટરમાં એ પણ સ્પષ્ટતા કરવામાં આવી છે કે વિશ્વના 116 દેશોને અત્યાર સુધી તેની અસર થઈ છે. તે ઝડપથી ફેલાઈ રહ્યું છે, ખાસ કરીને યુએસએ, યુકે, યુરોપ (ફ્રાન્સ, ઇટાલી, સ્પેન), રશિયા, દક્ષિણ આફ્રિકા, વિયેતનામ અને ઓસ્ટ્રેલિયામાં.

  19 રાજ્યોમાં આવ્યા છે નવા વેરિએન્ટના 578 કેસ
  મંત્રાલયે જણાવ્યું હતું કે ભારતમાં અત્યાર સુધીમાં 19 રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશો પ્રભાવિત થયા છે જ્યાં 578 કેસ નોંધાયા છે. મંત્રાલયે તેના ઝડપી ફેલાવાને રોકવા માટે સ્થાનિક અને જિલ્લા સ્તરે સ્થાનની સમીક્ષા કરી છે અને નિવારણ સુનિશ્ચિત કરવા માટે વધુ સતર્કતા, ડેટા અને વિશ્લેષણ જાળવવા, મોટા સ્તરે નિર્ણયો લેવા નિર્દેશ આપ્યો છે.

  આ પણ વાંચો: Omicronના ફફડાટ વચ્ચે CM પટેલે કર્યું સિવિલ હોસ્પિટલનું Surprise checking, જુઓ Video

  દેશની રાજધાની દિલ્હીમાં ઓમિક્રોના કેસ વધીને 142
  ઓમિક્રોનના કેસ હવે વધીને 142 થઈ ગયા છે, જે સમગ્ર દેશમાં સૌથી વધુ છે. બીજી તરફ મહારાષ્ટ્ર 141 કેસ સાથે બીજા ક્રમે છે. આ સાથે દેશમાં કોરોનાની ત્રીજી લહેરનો ડર સતાવી રહ્યો છે.

  કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર દિલ્હીમાં હવે સૌથી વધુ 142 કેસ છે. જ્યારે મહારાષ્ટ્ર 141 સાથે બીજા ક્રમે છે. કેરળમાં ઓમિક્રોનના 57, ગુજરાતમાં 49, તેલંગાણામાં 44, રાજસ્થાનમાં 43, તમિલનાડુમાં 34, કર્ણાટકમાં 38, હરિયાણામાં 10, મધ્યપ્રદેશમાં 9, ઓડિશામાં 8, આંધ્રપ્રદેશ અને પશ્ચિમ બંગાળમાં 6-6, જમ્મુ-કાશ્મીર અને ચંદીગઢમાં 3-3, ઉત્તર પ્રદેશમાં 2, લદ્દાખ, ઉત્તરાખંડ અને હિમાચલમાં 1-1 કેસ નોંધાયા છે. દેશભરમાં અત્યાર સુધીમાં કુલ 578 કેસ નોંધાયા છે.
  Published by:Riya Upadhay
  First published:

  Tags: Corona Case in India, Omicron, Omicron variant, દેશ વિદેશ

  विज्ञापन

  विज्ञापन

  આગામી સમાચાર

  विज्ञापन
  विज्ञापन