ગૃહ મંત્રાલયે દિલ્હી, મુંબઇ, કોલકાતા અને લખનઉમાં હાલની કસ્ટોડિયન ઓફ એનિમી પ્રોપર્ટી ઓફિસ (CEPI) માટે ભરતીઓ હાથ ધરી છે. આ અંતર્ગત વરિષ્ઠ અકાઉન્ટન્ટ, કાયદા અધિકારી, સુપરવાઈઝર, ચીફ સુપરવાઇઝરની 15 ખાલી જગ્યાઓ માટે નિમણૂકો લેવામાં આવશે. આ ભરતીની વિશેષ વાત એ છે કે, વિવિધ ખાલી પડેલી જગ્યાઓ માટે સરકારી વિભાગના નિવૃત્ત અધિકારીઓ તરફથી અરજીઓ મંગાવવામાં આવી છે. ઉમેદવારો આ માટે ઇ-મેલ અથવા કુરિયર દ્વારા આ માટે અરજીઓ મોકલી શકે છે. દિલ્હીમાં સીઈપીઆઈની દિલ્હી સ્થિત મુખ્ય કચેરીથી આ જગ્યાઓ પર ભરતી માટે ત્રણ જાહેરાતો બહાર પાડવામાં આવી છે. ઉમેદવારો enemyproperty.mha.gov.in પર જઈને તપાસ કરી શકે છે. આ પોસ્ટ્સ પર ઇન્ટરવ્યુના આધારે પસંદગી કરવામાં આવશે.
મહત્તમ 65 વર્ષની વયના ઉમેદવારો આ માટે અરજી કરી શકે છે. જોકે, આરોગ્ય અને કુશળતા / અનુભવના સ્તરને આધારે, 65 વર્ષથી વધુની અને 70 વર્ષ સુધીની ઉંમરના ઉમેદવારોની નિમણૂક કરી શકાય છે.