ગૃહમંત્રાલયે તબલીગી જમાત સાથે જોડાયેલા 960થી વધારે વિદેશી નાગરિકોને 10 વર્ષ માટે કર્યા બ્લેકલિસ્ટ

News18 Gujarati
Updated: June 4, 2020, 6:08 PM IST
ગૃહમંત્રાલયે તબલીગી જમાત સાથે જોડાયેલા 960થી વધારે વિદેશી નાગરિકોને 10 વર્ષ માટે કર્યા બ્લેકલિસ્ટ
પ્રતિકાત્મક તસવીર

આ વિદેશી નાગરિકો ભારતમાં તબલીગી જમાતના કાર્યક્રમમાં ભાગ લેવા માટે મોટાભાગે ઈન્ડોનેશઇયા, મલેશિયા, થાઈલેન્ડ, નેપાળ, મ્યાનમાર, બાંગ્લાદેશ, શ્રીલંકા અને કિર્ગિસ્તાન જેવા દેશોમાંથી આવ્યા હતા.

  • Share this:
નવી દિલ્હીઃ કેન્દ્રીય ગૃહમંત્રાલય (Home Ministry)એ નિઝામુદ્દીન (Nizamuddin)ના મરકઝમાં (Marqaz) તબલીગી જમાત (Tablighi Jamaat)ના કાર્યક્રમમાં ભાગ લેનાર 960થી વધારે વિદેશી નાગરિકોને 10 વર્ષ માટે બ્લેકલિસ્ટ કર્યા છે. આ વિદેશી નાગરિકો ભારતમાં તબલીગી જમાતના કાર્યક્રમમાં ભાગ લેવા માટે મોટાભાગે ઈન્ડોનેશઇયા, મલેશિયા, થાઈલેન્ડ, નેપાળ, મ્યાનમાર, બાંગ્લાદેશ, શ્રીલંકા અને કિર્ગિસ્તાન જેવા દેશોમાંથી આવ્યા હતા. આ દેશના આશરે 824 અલગ અલગ ભાગોમાં ગયા હતા. જ્યારે 216 વિદેશી નાગરિક નિઝામુદ્દીન મરકઝમાં જ હાજર હતા.

કોરોનાના મામલોમાં આવ્યો હતો ઉછાળો
દેશમાં કોરોના વાયરસ (Coronavirus)ના ફેલાવા વચ્ચે દિલ્હીમાં ધાર્મિક સમારોહ ઉપર રોક લગાવવામાં આવી હતી. ત્યારબાદ તબલીગી જમાન સાથે જોડાયેલા આશરે 2361 લોકો દિલ્હીના નિઝામુદ્દીન મરકઝમાં અનેક દિવસો સુધી સાથે રહ્યા હતા. જેનાથી કોરોનાના કેસમાં ઉછાળો આવ્યો હતો. આમા અનેક લોકો વિદેશી નાગરિક પણ હતા. એટલું જ નહીં આશરે 824 વિદેશી નાગરિક દેશના અલગ અલગ ભાગોમાં ચિલ્લા ગતિવિધિઓમાં સામેલ થયા હતા. તેલંગણાથી (Telangana) પહેલો તબલીગી જમાતનો કોરોના મામલો સામે આવ્યા બાદ કેન્દ્ર સરકાર તરત જ હરકતમાં આવી હતી. દેશમાં જમાતના બધા લોકો અને તેના સંપર્કની શોધ અને ક્વોરન્ટાઈન કરવાની પ્રક્રિયા શરૂ કરી દીધી હતી.

મરકઝ તરફથી આપવામાં આવ્યો હતો ખુલાસો
લોકડાઉન પછી સંપૂર્ણ ઘટનાક્રમ સામે આવ્યા બાદ મરકઝ તરફથી કહેવામાં આવ્યું હતું કે 24 માર્ચથી સતત પોલીસ અને પ્રશાસનના સંપર્કમાં હતા. મરકઝના લોકોને બહાર કાઢવા માટે કર્ફ્યૂ પાસની માંગ કરી રહ્યા હતા. 28 માર્ચે એસડીએમ અને ડબ્લ્યૂએચઓની ટીમ કેટલાક લોકોની તપાસ માટે લઈ ગઈ હતી. આ પહેલા છ લોકોની તબિયત ખરાબ થવાના કારણે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જોકે, બાદમાં દિલ્હી અને તેની આસપાસમાં રહેનારા 1500 લોકોને તેમના ઘરે મોકલી દીધા હતા.

પહેલા 960 વિદેશી જમાતીઓને બ્લેકલિસ્ટ કરી તેમના વિઝા રદ કર્યા હતાઆ પહેલા કડક કાર્યવાહી કરતા કેન્દ્રીય ગૃહમંત્રાલયે 2 એપ્રિલે 960 વિદેશી જમાતીઓને બ્લેકલિસ્ટ કરી તેમના વિઝા પણ રદ કર્યા હતા. આ સાથે વિદેશી નાગરીકો સામે વિદેશી અધિનિયમ 1946 અને ડિઝાસ્ટર મેનેજમેન્ટ અધિનિયમ 2005 અંતર્ગત કાનૂની કાર્યવાહી કરવાનો આદે આવ્યો હતો.

મૌલાના સાદ અને અન્ય સામે આ કલમો અંતર્ગત FIR
ઉલ્લેખનીય છે કે દિલ્હી પોલીસે મૌલાના સાદ અને અન્ય વિરુદ્ધ એફઆઈઆર નોંધી છે. આ એફઆઈઆર IPCની કલ 269 એટલે કે જીવનને સંકટમાં નાંખવું IPC 270 એટલે કે ગેરકાયસરનું કામ કરવું જેનાથી જીવન સંકટમાં આવે. જ્યારે આઈપીસી કલમ 271 એટલે કે સરકારી નિયમોની અવગણના કરવી. કલમ 120 બી એટલે કે ગુનાહિત ષડયંત્ર સાથે સરકારી નિયમોની ઘોર અવગણના કરવું. આ ઉપરાંત U/s 3 મહામારી એક્ટ 1897 અંતર્ગત ગુનો નોંધ્યો છે.
First published: June 4, 2020
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading