તબલિગી જમાતમાં આવેલા 960 વિદેશીઓ પર ગૃહ મંત્રાલયની સખત કાર્યવાહી, કર્યા બ્લેકલિસ્ટ

News18 Gujarati
Updated: April 2, 2020, 10:37 PM IST
તબલિગી જમાતમાં આવેલા 960 વિદેશીઓ પર ગૃહ મંત્રાલયની સખત કાર્યવાહી, કર્યા બ્લેકલિસ્ટ
તબલિગી જમાતમાં આવેલા 960 વિદેશીઓ પર ગૃહ મંત્રાલયની સખત કાર્યવાહી, કર્યા બ્લેકલિસ્ટ

દિલ્હીના નિઝામુદ્દીનમાં તબલિગી જમાતની મરકજમાં સામેલ થયેલા 400 લોકો સંક્રમિત જાહેર થયા પછી કોરોના વાયરસથી સંક્રમિત લોકોનો આંકડો અચાનક વધી ગયો છે

  • Share this:
નવી દિલ્હી : દેશમાં કોરોના વાયરસના મામલા વધીને 2000ની નજીક પહોંચી ગયા છે. દેશભરમાં દિલ્હી (Delhi)ના નિઝામુદ્દીન માં (Nizamuddin) તબલિગી જમાત (Tablighi Jamaat)ની મરકજમાં (Markaz) સામેલ થયેલા 400 લોકો સંક્રમિત જાહેર થયા પછી કોરોના વાયરસ (Coronavirus)થી સંક્રમિત લોકોનો આંકડો અચાનક વધી ગયો છે. આ પરિસ્થિતિને જોતા કેન્દ્રીય ગૃહ મંત્રાલયે તબલિગી ગતિવિધિયોમાં સામેલ લગભગ 960 વિદેશીઓને બ્લેકલિસ્ટ કરી દીધા છે. ગૃહ મંત્રાલય તરફથી ગુરુવારે જાણકારી આપવામાં આવી કે ગૃહ મંત્રાલય દ્વારા પર્યટક વિઝા પર તબલિગી ગતિવિધિઓમાં સામેલ થવાના કારણે 960 વિદેશીઓને બ્લેકલિસ્ટ કરવામાં આવ્યા છે અને તેમના ભારતીય વિઝા પણ રદ કરી દીધા છે.

ગૃહ મંત્રાલય તરફથી કરેલા એક ટ્વિટમાં જણાવ્યું હતું કે ગૃહ મંત્રાલય દ્વારા તબલિગી જમાત, નિઝામુદ્દીનના મામલામાં દિલ્હી પોલીસ અને અન્ય સંબંધિત રાજ્યોના પોલીસ મહાનિર્દેશકોને વિદેશી અધિનિયમ 1946 અને આપદા પ્રબંધન અધિનિયમ 2005ની જોગવાઈની ભંગ કરવા બદલ 960 વિદેશીઓની વિરુદ્ધ આવશ્યક કાનૂની કાર્યવાહી કરવાના નિર્દેશ આપ્યા છે.

આ પહેલા ગૃહ મંત્રાલયે નિવેદન જાહેર કરીને કહ્યું હતું કે તબલિગી જમાત કેસમાં લગભગ 900 તબલિગી કાર્યકર્તાઓ અને તેમની સાથે રહેનાર લોકોનો સંપર્ક કરવામાં આવી રહ્યો છે. આ બધાને કોરન્ટાઇનમાં મોકલવામાં આવી રહ્યા છે. જેમાં 1306 વિદેશી નાગરિક છે.
First published: April 2, 2020
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading