મતગણતરી દરમિયાન હિંસાની આશંકા, ગૃહમંત્રાલયે રાજ્યોને કર્યાં એલર્ટ

News18 Gujarati
Updated: May 23, 2019, 7:34 AM IST
મતગણતરી દરમિયાન હિંસાની આશંકા, ગૃહમંત્રાલયે રાજ્યોને કર્યાં એલર્ટ

  • Share this:
ન્યૂઝ18 ગુજરાતી : ગૃહ મંત્રાલયે તમામ રાજ્યોના મુખ્ય સચિવ અને પોલીસ મહાનિર્દેશક (ડીજીપી)ને સતર્ક રહેવા કહ્યું છે, કારણ કે 23 મૅ ના ગણતરીના દિવસે દેશના વિવિધ રાજ્યોમાં તોફાનો થવાની શકયતા છે. સાથે જ ગૃહમંત્રાલય દ્વારા દેશની જનતાને શાંતિની સ્થિતિ જાળવી રાખવા માટે અપીલ કરી છે.

કેન્દ્રીય ગૃહ વિભાગે તમામ રાજ્યોના મુખ્ય સચિવ અને પોલીસ મહાનિર્દેશક (ડીજીપી)ને સતર્ક રહેવા કહ્યું છે, કારણ કે 23 મૅ ના ગણતરીના દિવસે દેશના વિવિધ રાજ્યોમાં તોફાનો થવાની શકયતા છે. ગૃહ મંત્રાલયે તમામ રાજ્યો અને કેન્દ્રસાશિત પ્રદેશોમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થતિ જાળવી રાખવા અપીલ કરી છે.

ઉલ્લેખનીય છે કે, લોકસભા ચૂંટણી 7 ચરણોમાં ગત 19 મૅ ના અંતિમ ચરણ સાથે પૂર્ણ થઇ છે. જેની ગણતરી આવતીકાલે બુધવારે, તારીખ 23 મૅના રોજ થનારી છે. આ પરિસ્થતિમાં કોઈપણ પ્રકારની અશાંત કે અપ્રિય ઘટનાને પહોંચી વાળવા માટે તમામ રાજ્યોને સતર્ક કરવામાં આવ્યા છે.
First published: May 22, 2019, 5:47 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading