એર સ્ટ્રાઇકથી પાક. પરેશાન, પરંતુ અહીંના કેટલાક નેતા પણ આઘાતમાં: રાજનાથ સિંહ

News18 Gujarati
Updated: March 16, 2019, 2:09 PM IST
એર સ્ટ્રાઇકથી પાક. પરેશાન, પરંતુ અહીંના કેટલાક નેતા પણ આઘાતમાં: રાજનાથ સિંહ
ન્યૂઝ18ને આપેલા ઇન્ટરવ્યૂમાં રાજનાથ સિંહે કહ્યું કે, આ ખૂબ જ દુર્ભાગ્યપૂર્ણ છે, જ્યારે કોઈ દ્વારા પૂછવામાં આવે છે કે એર સ્ટ્રાઇકમાં કેટલા લોકો માર્યા ગયા, આવું પૂછવું ન જોઈએ

ન્યૂઝ18ને આપેલા ઇન્ટરવ્યૂમાં રાજનાથ સિંહે કહ્યું કે, આ ખૂબ જ દુર્ભાગ્યપૂર્ણ છે, જ્યારે કોઈ દ્વારા પૂછવામાં આવે છે કે એર સ્ટ્રાઇકમાં કેટલા લોકો માર્યા ગયા, આવું પૂછવું ન જોઈએ

  • Share this:
પાકિસ્તાનના બાલાકોટમાં આતંકી સંગઠન જૈશ-એ-મોહમ્મદના ઠેકાણાઓ પર ભારતીય વાયુસેનાની અરે સ્ટ્રાઇક બાદ સમગ્ર દેશમાં જવાનોના શૌર્યને સલામ કરવામાં આવી રહી છે. જોકે, આ દરમિયાન વિપક્ષના કેટલાક સિનિયર નેતાઓ એર સ્ટ્રાઇકને લઈને સવાલ કર્યા છે. આ મામલે ન્યૂઝ18ને આપેલા ઈન્ટરવ્યૂમાં રાજનાથ સિંહે કહ્યું કે, આ ખૂબ જ દુર્ભાગ્યપૂર્ણ છે, જ્યારે કોઈ દ્વારા પૂછવામાં આવે છે કે એર સ્ટ્રાઇકમાં કેટલા લોકો માર્યા ગયા, આવું પૂછવું ન જોઈએ. જ્યારે કોઈ એવો પ્રશ્ન પૂછે છે તો તેનો અર્થ છે કે તેઓ આપણી સેના અને તેમના શૌર્ય પર સવાલ ઊભા કરવાનો પ્રયાસ કરી રહ્યા છે.

રાજનાથ સિંહે કહ્યું કે, એ સ્પષ્ટ છે કે એર સ્ટ્રાઇક થઈ, તેના કારણે પાકિસ્તાન પરેશાન થયું. તે આઘાતમાં રહે છે. મને આશ્ચર્ય થાય છે કે આ હકિકતને સમજતા હોવા છતાંય લોકો કેમ એવા સવાલ ઉઠાવી રહ્યા છે? ભારતમાં રહેતાં કેટલાક લોકો કે રાજકીય પાર્ટીઓના કેટલાક નેતા કેમ આઘાતમાં છે? પાકિસ્તાન આઘાતમાં હોય તો સમજાય તેવી વાત છે, પરંતુ ભારતમાં રહેતાં નેતાઓ આઘાતમાં હોય તે સમજમાં નથી આવતું.

રાજનાથ સિંહે કહ્યું કે, અમે સર્જિકલ સ્ટ્રાઇકનું માર્કેટિંગ નથી કરી રહ્યા. હા પરંતુ એ સાચું છે કે અમે એરફોર્સના જવાનોના શૌર્યની પ્રશંસા કરી. શું તે ન કરવું જોઈએ? અમને ગૌરવની અનુભૂતિ થઈ છે.

પાકિસ્તાનની સાથે આગળના સંબંધો પર રાજનાથ સિંહે કહ્યું કે, પહેલા તો પાકિસ્તાનમાં જેટલા પણ આતંકી ઠેકાણા છે, ત્યાંની સરકાર દ્વાર તેને ખતમ કરવાની પહેલ કરવી જોઈએ. આતંકવાદી ગતિવિધિઓ ત્યાંથી ન થાય, કોઈ પણ આતંકી સંગઠનને સંરક્ષણ ન મળે, પહેલા આ પ્રયાસ કરવો જોઈએ.

આ પણ વાંચો, મસૂદને ચીને કેમ બચાવ્યો પહેલા આપણે તે સમજવું પડશે: રાજનાથ સિંહ

ગૃહ મંત્રીએ કહ્યું કે, જો પાકિસ્તાનની સરકાર એવા પ્રયાસ કરે છે, તો પછી વાતચીત કરી શકાય છે. આતંકવાદ અને વાતચીત બંને સાથોસાથ ન ચાલી શકે. ક્યાંક ને ક્યાંક પાકિસ્તાન તરફથી ઈમાનદારી દેખાવી જોઈએ. પાકિસ્તાન પહેલા આતંકવાદી ઠેકાણાઓનો સફાયો કરે. તેઓ છાતી ઠોકીને કહે કે આતંકવાદને પાકિસ્તાનની ધરતી પર પોષવા નહીં દે. આપણો પડોસી દેશ છે, અમે લોકો પણ ઈચ્છીએ છીએ કે સંબંધો સારા રહે.
First published: March 16, 2019, 2:09 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading