અફવાઓ પર અમિત શાહનો જવાબ : 'હું એકદમ સ્વસ્થ છું, અમુક લોકોએ મારા મોતની દુઆ માંગી'

News18 Gujarati
Updated: May 9, 2020, 4:40 PM IST
અફવાઓ પર અમિત શાહનો જવાબ : 'હું એકદમ સ્વસ્થ છું, અમુક લોકોએ મારા મોતની દુઆ માંગી'
ગૃહ મંત્રી અમિત શાહે કહ્યું કે હું દેશની જનતાને પણ અપીલ કરું છું કે તમે દેશનાં બનેલા ઉત્પાદનોનો વધુમાં વધુ ઉપયોગ કરો અને અન્ય લોકોને પણ આ માટે પ્રોત્સાહિત કરો. આ પાછળ રહેવાનો નહીં પણ મુશ્કેલીને અવસરમાં બદલવાનો સમય છે.

સોશિયલ મીડિયા પર કેન્દ્રીય ગૃહમંત્રીના સ્વાસ્થ્ય અંગે ફેલાઈ રહેલી અફવાઓનો મંત્રી અમિત શાહે ટ્વિટ કરીને જવાબ આપ્યો

  • Share this:
નવી દિલ્હી : ભારતના ગૃહમંત્રી અમિત શાહના સ્વાસ્થ્યને લઈને છેલ્લા કેટલાક દિવસથી સોશિયલ મીડિયા પર અફવાઓ ફેલાવવામાં આવી રહી છે. આ અફવા પર કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ટ્વિટર પર એક નિવેદન જાહેર કરીને જવાબ આપ્યો છે.

અમિત શાહે ટ્વિટ કરીને પોતાના નિવેદનમાં કહ્યું હતું કે છેલ્લા કેટલાક દિવસોથી કેટલાક મિત્રો સોશિયલ મીડિયાના માધ્યમથી મારા સ્વાસ્થ્ય વિશે ઘણા પ્રકારની ખોટી અફવા ફેલાવી રહ્યા છે. અહીં સુધી કે કેટલાક લોકોએ મારા મૃત્યુ માટે પણ ટ્વિટ કરીને દુઆ માંગી છે. દેશ હાલના સમયે કોરોના વાયરસ જેવી વૈશ્વિક મહામારી સામે લડી રહ્યો છે અને દેશના ગૃહમંત્રી હોવાના નાતે મોડી રાત સુધી પોતાના કાર્યમાં વ્યસ્ત રહેવાના કારણે મેં આ બધી બાબતો પર ધ્યાન આપ્યું ન હતું. જ્યારે આ મારા ધ્યાનમાં આવ્યું તો મેં વિચાર કર્યો કે બધા લોકો પોતાના કાલ્પનિક વિચારનો આનંદ લઈ રહ્યા છે, તેથી મેં કોઈ સ્પષ્ટતા કરી ન હતી.
તેમણે આગળ કહ્યું હતું કે મારી પાર્ટીના લાખો કાર્યકર્તાઓઅ અને મારા શુભચિંતકોએ બે દિવસોથી ઘણી ચિંતા વ્યક્ત કરી હતી, તેમની ચિંતાને હું નજર અંદાજ કરી શકું નહીં. તેથી હું આજે સ્પષ્ટ કરવા માંગીશ કે હું પૂર્ણ રુપથી સ્વસ્થ છું અને મને કોઈ બીમારી નથી. હિન્દુ માન્યતાઓના મતે એવું માનવું છે કે આ પ્રકારની અફવાઓ સ્વાસ્થ્યને વધારે મજબૂત કરે છે. તેથી હું આવા બધા લોકોને આશા કરું છું કે તે આવી નકામી વાત છોડીને મને મારું કાર્ય કરવા દે અને પોતે પણ પોતાનું કામ કરશે. મારા શુભચિંતકો અને પાર્ટીના બધા કાર્યકર્તાઓની મારી હાલચાલ પુછતા અને મારી ચિંતા કરવા માટે હું આભાર વ્યક્ત કરું છું. જે લોકોએ આ અફવા ફેલાવી છે તેમના પ્રત્યે મને દૂર્ભાવના કે દ્વેષ નથી. તમારો પણ આભાર.
First published: May 9, 2020, 4:36 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading