Home /News /national-international /

અમિત શાહે મમતા બેનરજીને લખ્યો પત્ર- બંગાળ સરકાર મજૂરોને લાવવાનો પ્રયાસ નથી કરી રહી

અમિત શાહે મમતા બેનરજીને લખ્યો પત્ર- બંગાળ સરકાર મજૂરોને લાવવાનો પ્રયાસ નથી કરી રહી

અમિત શાહ.

અમિત શાહે મમતા બેનરજીને લખેલા પત્રમાં કહ્યુ કે, ટ્રેનોને પશ્ચિમ બંગાળ ન પહોંચવા દેવી એ મજૂરો સાથે અન્યાય છે.

  નવી દિલ્હી : પ્રવાસી મજૂરો (Migrant Workers)ને તેમના રાજ્યમાં મોકલવા અંગે દેશભરમાં ચાલી રહેલી કવાયત અંગે કેન્દ્રીય ગૃહ મંત્રી (Home Ministry) અમિત શાહે (Amit Shah) પશ્ચિમ બંગાળ (West Bengal)ના મુખ્યમંત્રી મમતા બેનરજી (Mamata Banerjee)ને એક પત્ર લખ્યો છે. પત્રમાં સવાલ કરાયો છે કે પ્રવાસીઓને ટ્રેન મારફતે પરત લાવવા માટે શા માટે મદદ નથી કરવામાં આવી રહી. અમિત શાહે મમતાને લખેલા પત્રમાં કહેવામાં આવ્યું છે કે અન્ય રાજ્યની જેમ બંગાળના ફસાયેલા પ્રવાસીઓ પણ પોતાના ઘરે પરત ફરવા માંગે છે. મને એ વાતનું દુઃખ છે કે પશ્ચિમ બંગાળ સરકાર આ અંગે કંઈ નથી કરી રહી. કહેવામાં આવી રહ્યું છે કે પશ્ચિમ બંગાળ ટ્રેનની આવન-જાવન માટે પરવાનગી નથી આપી રહ્યું.

  ટ્રેનોને પશ્ચિમ બંગાળ ન પહોંચવા દેવી એ પ્રવાસી મજૂરો સાથે અન્યાય

  દેશના વિભિન્ન હિસ્સામાં અલગ અલગ ગંતવ્ય સ્થળ સુધી પ્રવાસી મજૂરોને લઈ જવા માટે કેન્દ્ર સરકાર દ્વારા ચલાવવામાં આવી રહેલી શ્રમિક સ્પેશિયલ ટ્રેનનો સંદર્ભ આપતા ગૃહમંત્રીએ પત્રમાં કહ્યું કે, કેન્દ્ર સરકારે બે લાખથી વધારે પ્રવાસી મજૂરોને ઘરે પહોંચાડવાની સુવિધા આપી છે.

  આ પણ વાંચો : કોરોના દર્દીનો એક રિપોર્ટ નેગેટિવ આવશે તો હૉસ્પિટલમાંથી રજા આપી દેવાશે

  અમિત શાહના પત્રમાં કહેવામાં આવ્યું છે કે ટ્રેનોને પશ્ચિમ બંગાળ ન પહોંચવા દેવી એ મજૂરો સાથે અન્યાય છે. આનાથી તેમના માટે વધુ મુશ્કેલી ઊભી થશે. બેનરજીને લખેલા પત્રમાં અમિત શાહે લખ્યું છે કે, "પશ્ચિમ બંગાળ સરકાર પ્રવાસીઓની સાથે ગાડીઓને રાજ્યમાં આવવાની પરવાની નથી આપી રહ્યું. બંગાળમાં પ્રવાસી મજૂરો સાથે આ અન્યાય છે. આનાથી અનેક બીજી મુશ્કેલી ઊભી થશે."

  નોંધનીય છે કે કેન્દ્ર સરકારની જાહેરાત બાદ દેશના અલગ અલગ ભાગમાં રેલવે સેવા શરૂ થઈ છે. જેનાથી પ્રવાસી મજૂરો તેમાં બેસીને પોતાના રાજ્યમાં પહોંચી શકે. જોકે, પશ્ચિમ બંગાળ સરકારે તેમના રાજ્યમાં ટ્રેનને ઘૂસવા નથી દીધી.  આ પણ વાંચો :  આંખથી શરીરમાં પ્રવેશી રહ્યો છે કોરોના, સાર્સથી 100 ગણો વધારે ચેપી

  હકીકતમાં પ્રવાસી શ્રમિકોની મુશ્કેલીને ધ્યાનમાં રાખીને સરકારે રેલવે સેવા શરૂ કરી હતી, જે બાદમાં તેની સમીક્ષા કરવામાં આવી હતી. એક પછી એક દરેક રાજ્યની પરિસ્થિતિ વિશે ચર્ચા કરવામાં આવી હતી. જે બાદમાં માલુમ પડ્યું હતું કે પશ્ચિમ બંગાળમાં મુશ્કેલી છે.
  Published by:Vinod Zankhaliya
  First published:

  Tags: અમિત શાહ, આઇઆરસીટીસી, ગૃહમંત્રી, મમતા બેનરજી, રેલવે

  विज्ञापन

  विज्ञापन

  આગામી સમાચાર

  विज्ञापन
  विज्ञापन