નવી દિલ્હીઃ આજે સમગ્ર ગુજરાત વિક્રમ સંવતના નવા વર્ષની ઉજવણી કરી રહ્યું છે. બેસતા વર્ષના દિવસે એક બીજાને નવા વર્ષની શુભકામનાઓ આપવામાં આવતી હોય છે. આ જ કડીમાં ગૃહ મંત્રી અમિત શાહ (Home Minister Amit Shah)એ દેશવાસીઓને નવા વર્ષ અને ભાઈ બીજની શુભકામનાઓ પાઠવી છે.
ગૃહ મંત્રી અમિત શાહ (Amit Shah)એ ટ્વીટરના માધ્યમથી નવા વર્ષ (New Year)ની શુભકામનાઓ ગુજરાતીમાં પાઠવતા લખ્યું છે કે, સૌને નવા વર્ષની હાર્દિક શુભકામનાઓ; આવનારૂ નવું વર્ષ આપ સૌના જીવનમાં હર્ષ, ઉમંગ અને સમૃદ્ધિ લાવે તેવી શુભેચ્છા...! નૂતન વર્ષાભિનંદન!
સૌને નવા વર્ષની હાર્દિક શુભકામનાઓ;
આવનારૂ નવું વર્ષ આપ સૌના જીવનમાં હર્ષ, ઉમંગ અને સમૃદ્ધિ લાવે તેવી શુભેચ્છા...!
આજે નવા વર્ષની સાથોસાથ ભાઈ બીજ (Bhai Beej)નો પણ તહેવાર હર્ષોલ્લાસ સાથે ઉજવવામાં આવી રહ્યો છે. ગૃહ મંત્રી અમિત શાહે દેશવાસીઓને ભાઈ બીજની શુભેચ્છાઓ પાઠવતા ટ્વીટમાં લખ્યું છે કે, તમામને ભાઈ-બીજના પાવન પર્વની શુભકામનાઓ.
Published by:Mrunal Bhojak
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર