BJPનું મિશન બંગાળ : ગૃહમંત્રી અમિત શાહે કહ્યું - 200ની વધારે સીટો જીતી બીજેપી બંગાળમાં સરકાર બનાવશે

ગૃહમંત્રી અમિત શાહે કહ્યું - 200ની વધારે સીટો જીતી બીજેપી બંગાળમાં સરકાર બનાવશે

બંગાળમાં ગૃહમંત્રી અમિત શાહે કહ્યું - 5 વર્ષ અમને તક આપો સોનાર બાંગ્લા બનાવીશું

  • Share this:
    કોલકાતા : પશ્ચિમ બંગાળમાં (West Bengal)આગામી વર્ષે યોજાનાર વિધાનસભા ચૂંટણી પહેલા રાજ્યમાં રાજનીતિ વધી ગઈ છે. રાજ્યમાં બીજેપીને મજબૂત બનાવવા માટે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ (Amit Shah) બે દિવસના પ્રવાસે છે. બંગાળ પ્રવાસના બીજા દિવસે સૌથી પહેલા અમિત શાહે સવારે દક્ષિણેશ્વર મંદિરમાં પૂજા કરી હતી. પૂજા કર્યા પછી મટુઆ સમુદાયના સભ્યોના ઘરે ભોજન કર્યું હતું. અલગ-અલગ સમુદાયને મળ્યા પછી અમિત શાહે પ્રેસ કોન્ફરન્સ કરી હતી. અમિત શાહે કહ્યું હતું કે ટીએમસી સરકાર અને પશ્ચિમ બંગાળના સીએમ છેલ્લા 10 વર્ષોમાં આશા પર ખરા ઉતર્યા નથી. વાયદા પુરા થયા નથી.

    અમિત શાહે કહ્યું કે હું બંગાળની જનતાને આશ્વસ્ત કરવા આવ્યો છું કે તમે કોંગ્રેસને પણ એક તક આપી, કમ્યુનિસ્ટોને પણ સતત તકો આપી અને બે તક મમતા જી ને આપી. એક તક મોદી જી ના નેતૃત્વમાં ભાજપાને આપો. અમે પાંચ વર્ષની અંદર સોનાર બાંગ્લા બનાવવાનો વાયદો કરીએ છીએ.

    આ પણ વાંચો - ઓમર અબ્દુલાએ કહ્યું - આર્ટિકલ 370 અને 35A હટાવવી જમ્મુ કાશ્મીર માટે સૌથી મોટી ભૂલ

    તેમણે કહ્યું કે કમ્યુનિસ્ટ શાસનથી ત્રસ્ત બનીને મમતા બેનરજીના હાથમાં બંગાળની કમાન આપી હતી. પણ આજે મા, માટી અને માનુષનો નારો તૃષ્ટિકરણ, તાનાશાહી અને ટોળાબાજીમાં પરિવર્તિત થઈ ગયો છે. બંગાળની જનતામાં એક અજીબ પ્રકારનું વાતાવરણ જોવા મળી રહ્યું છે. હું જ્યા પણ ગયો સેંકડો લોકો રસ્તા પર આવ્યા હતા.

    અમિત શાહે કહ્યું કે હું નિશ્ચિત રુપથી કહેવા માંગીશ કે આવનાર ચૂંટણીમાં બંગાળમાં અમે 200થી વધારે સીટો સાથે બીજેપીની સરકાર બનાવવા જઈ રહ્યા છીએ.
    Published by:Ashish Goyal
    First published: