કોલકાતા : પશ્ચિમ બંગાળમાં (West Bengal)આગામી વર્ષે યોજાનાર વિધાનસભા ચૂંટણીની (Assembly Election 2021)તૈયારીઓનું નિરીક્ષણ કરવા માટે બે દિવસીય પ્રવાસ પર કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ (Home Minister Amit Shah)કોલકાતામાં છે. અમિત શાહના બંગાળ પ્રવાસનો આજે બીજો દિવસ છે. અમિત શાહ બોલપુરમાં સ્ટેડિયમ રોડ સ્થિત હનુમાન મંદિરથી બોલપુર સર્કલ સુધી રોડ શો કરી રહ્યા છે. અમિત શાહે ન્યૂઝ 18 સાથે ખાસ વાતચીતમાં કહ્યું હતું કે પીએમ મોદીના નેતૃત્વમાં અમે પૂર્ણ બહુમતની સરકાર બનાવીશું.
અમિત શાહે રોડ શો માં કહ્યું કે બંગાળની જનતા પરિવર્તન ઇચ્છે છે. આ પરિવર્તન બંગાળના વિકાસ માટે અને તેને આગળ વધારવા માટે છે. અમિત શાહે રોડ શો માં સામેલ લોકોનો આભાર માનતા કહ્યું કે મેં ભાજપાના અધ્યક્ષ રહેતા ઘણા રોડ શો કર્યા છે પણ આજ જેવો પહેલા ક્યારેય જોયો નથી.
અમિત શાહે કહ્યું કે લોકતંત્રમાં બધાને પોતાની વાત કહેવાનો હક છે. અમે શાસનમાં હોત તો એ પ્રયત્ન રહેત કે બધા રાજનીતિક દળ પોતાની વાત કહી શકે. જોકે ભાજપાના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા પર હુમલો લોકતાંત્રિક વ્યવસ્થા પર હુમલો છે.
અમિત શાહે (Amit Shah)રાજનીતિક હત્યાઓને લઈને કહ્યું કે અમારી સરકાર બન્યા પછી અમે સુનિશ્ચિત કરીશું કે રાજ્યમાં સુરક્ષિત માહોલ હોય અને આવા મામલાની પૂરી તપાસ કરવામાં આવશે. પશ્ચિમ બંગાળમાં મુખ્યમંત્રીનો ચહેરો કોણ હશે તે પાર્લિયામેન્ટ્રી બોર્ડ નક્કી કરશે.
આ પણ વાંચો - JKCA મની લોન્ડ્રિંગ : ફારુક અબ્દુલ્લા પર EDની કાર્યવાહી, ભ્રષ્ટાચાર મામલામાં 12 કરોડની સંપત્તિ જપ્ત
કૈલાશ વિજયવર્ગીયએ ન્યૂઝ 18 સાથે ખાસ વાતચીતમાં કહ્યું કે તૃણમૂલ કોંગ્રેસના ઘણા નેતા તેમના સંપર્કમાં છે. મમતા બેનર્જી સંવિધાનને માનતા નથી. વિધાનસભા ચૂંટણીમાં રાજ્યની જનતા તેમને સંવિધાનનો મતલબ બતાવી દેશે.
શનિવારે ગૃહ મંત્રી અમિત શાહે મિદનાપુરમાં એક રેલીને સંબોધિત કરીને કહ્યું હતું કે આ વખતે મમતા બેનર્જી (Mamata Banerjee) માટે સત્તાનો માર્ગે ખૂબ જ મુશ્કેલ રહેવાનો છે. નોંધનીય છે કે આ રેલીમાં પશ્ચિમ બંગાળની મુખ્યમંત્રી મમતા બેનર્જીનો જોરદાર આંચકો આપતાં શાહે શુભેન્દુ અધિકારીને બીજેપીમાં સામેલ કરાવ્યા હતા.
અમિત શાહે વિપક્ષ ઉપર નિશાન સાધ્યું હતું. તેમણે કહ્યું હતું કે બધી પાર્ટીઓમાંથી સારા લોકો આજે બીજેપીમાં આવ્યા છે. રેલીને સંબોધિત કરતા તેમણે વધુમાં જણાવ્યું હતું કે, શુંભેદુભાઈના નેતૃત્વમાં કોંગ્રેસ, તૃણમૂલ, સીપીએમ દરેક પાર્ટીમાંથી સારા લોકો આજે ભાજપમાં નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં કામ કરવા માટે ભાજપ સાથે જોડાયા છે. હું બંગાળના યુવાનોને પૂછવા માંગું છું કે તમારો શું દોષ છે? બંગાળમાં વિકાસ કેમ થયો નથી. હું બંગાળના ખેડૂતોને પૂછવા માંગું છું કે પીએમ મોદી દ્વારા મોકલાવમાં આવી રહેલા વાર્ષિક 6000 રૂપિયા શું તમને મળ્યા છે?