ગૃહમંત્રી અમિત શાહે કોરોના વાયરસને મ્હાત આપી, ટ્વિટ કરીને આપી જાણકારી

ગૃહમંત્રી અમિત શાહે કોરોના વાયરસને મ્હાત આપી, ટ્વિટ કરીને આપી જાણકારી
ગૃહમંત્રી અમિત શાહે કોરોના વાયરસને મ્હાત આપી, ટ્વિટ કરીને આપી જાણકારી

ડૉક્ટરની સલાહ પર અમિત શાહ હજુ થોડા દિવસો સુધી હોમ આઈસોલેશનમાં રહેશે

 • Share this:
  નવી દિલ્હી : કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે (Home Minister Amit Shah) કોરોના વાયરસને મ્હાત આપી છે. અમિત શાહ (Amit Shah) નો કોરોના રિપોર્ટ નેગેટિવ આવ્યો છે. તેમણે ટ્વિટ કરીને આ જાણકારી આપી હતી. અમિત શાહે ટ્વિટ કર્યું હતું કે આજે મારો કોરોના ટેસ્ટ રિપોર્ટ નેગેટિવ આવ્યો છે. હું ઇશ્વરનો ધન્યવાદ કરું છું અને આ સમયમાં જે લોકોએ મારા સ્વાસ્થ્ય લાભ માટે શુભકામના આપીને મારી અને મારા પરિવારની હિંમત વધારી તે બધાનો હ્યદયથી આભાર વ્યક્ત કરું છું. ડૉક્ટરની સલાહ પર હજુ થોડા દિવસો સુધી હોમ આઈસોલેશનમાં રહીશ.

  એમ કહેવાય રહ્યું છે કે અમિત શાહ થોડા સમયમાં ગુરુગ્રામના મેદાંતા હોસ્પિટલથી (Medanta Hospital)દિલ્હી માટે રવાના થશે.  આ પણ વાંચો - હવે મિડલ ક્લાસ પણ ઉઠાવી શકશે આયુષ્યમાન ભારતનો ફાયદો, ફ્રીમાં મળશે 5 લાખ રૂપિયાનું વીમા કવર  અમિત શાહના સારા સ્વાસ્થ્ય માટે ભાજપાના કાર્યકર્તાઓ દ્વારા દેશભરમાં હવન અને યજ્ઞો કર્યા હતા. સાળંગપુરમાં આવેલા કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિરમાં આજે ખાસ મારુતિ યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું.

  અમિત શાહ કોરોના સંક્રમિત થયા પછી મેદાંતા હોસ્પિટલમાં 2 ઓગષ્ટથી દાખલ હતા. છેલ્લા કેટલાક દિવસોથી અમિત શાહ સ્વસ્થ અનુભવી રહ્યા હતા. અમિત શાહનુ ગુરુવારે નિવેદન પણ સામે આવ્યુ હતુ જેમાં તેમણે કહ્યુ હતુ કે નરેન્દ્ર મોદી સરકારે ઈમાનદાર કરદાતાઓને મજબૂત અને સન્માનિત કરવા માટે કેટલાક ઐતિહાસિક નિર્ણય લીધા છે.
  Published by:Ashish Goyal
  First published:August 14, 2020, 17:26 pm

  ટૉપ ન્યૂઝ