Home /News /national-international /

અમિત શાહનો હુંકાર, ‘હું બંગાળથી મમતા સરકારને ઉખાડવા માટે આવ્યો છું’

અમિત શાહનો હુંકાર, ‘હું બંગાળથી મમતા સરકારને ઉખાડવા માટે આવ્યો છું’

પશ્ચિમ બંગાળમાં બીજેપીની સરકાર ત્યારે આવી શકે છે જ્યારે ટીએમસીની સરકારને રાજ્યથી ઉખાડી ફેંકવામાં આવે – અમિત શાહ

પશ્ચિમ બંગાળમાં બીજેપીની સરકાર ત્યારે આવી શકે છે જ્યારે ટીએમસીની સરકારને રાજ્યથી ઉખાડી ફેંકવામાં આવે – અમિત શાહ

  નવી દિલ્હી. પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણી (West Bengal Assembly Election)ની તડામાર તૈયારીઓ ચાલી રહી છે, આ દરમિયાન ભારતીય જનતા પાર્ટીએ રાજ્યમાં પોતાની પૂરી તાકાત બંગાળમાં લગાવી દીધી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી (Narendra Modi)ની સાથે જ બીજેપીના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા (JP Nadda) અને ગૃહ મંત્રી અમિત શાહ (Amit Shah) સતત બંગાળના પ્રવાસ કરી બીજેપીને મજબૂત કરવામાં લાગી ગયા છે. ગૃહ મંત્રી અમિત શાહે ફરી એક વાર મુખ્યમંત્રી મમતા બેનર્જી (Mamata Banerjee) પર નિશાન સાધતા કહ્યું કે, હું બંગાળમાં મમતા સરકારને ઉખાડવા જ આવ્યો છું. સંભાળવા માટે નથી આવ્યો.

  ‘ઈન્ડિયા ટુડે’ના એક કાર્યક્રમમાં અમિત શાહે કહ્યું કે, પશ્ચિમ બંગાળમાં બીજેપીની સરકાર ત્યારે આવી શકે છે જ્યારે ટીએમસીની સરકારને રાજ્યથી ઉખાડી ફેંકવામાં આવે. તેઓએ મમતા સરકાર પર નિશાન સાધતા કહ્યું કે રાજ્યની સરકાર અસ્થિર થઈ ગઈ છે. જનતા આ સરકારને વહેલી તકે ઉખાડી ફેંકવા માંગે છે. તેઓએ કહ્યું કે અમારે દીદી સામે કોઈ પણ પ્રકારનો કડવાશભર્યો સંબંધ નથી પરંતુ તેમના રાજ્યમાં જે રીતે ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે તેને જોયા બાદ ગુસ્સો આવે છે. આ જ કારણ છે કે આ વખતે અમે પ્રણ લીધા છે કે રાજ્યથી ટીએમસીને બહારનો રસ્તો બતાવીને રહીશું.

  આ પણ વાંચો, પેટ્રોલ-ડીઝલે તોડ્યો રેકોર્ડ, દિલ્હીમાં 88 રૂપિયે લીટર તો મુંબઈમાં 94 રૂપિયા લીટરને પાર, ચેક કરો આપના શહેરનો રેટ

  અમિત શાહે કહ્યું કે, અમે બંગાળની હાલની સ્થિતિને પૂરી રીતે બદલવા માંગું છું. તેઓએ કહ્યું કે પરિવર્તન યાત્રાનો ઉદ્દેશ્ય માત્ર રાજ્યની મુખ્યમંત્રી કે સત્તાને બદલવા પૂરતો મર્યાદિત નથી. અમારો ઉદ્દેશ્ય છે કે બંગાળમાં પરિવર્તન લાવવાની જરૂર છે. કોઈ પણ રાજ્યમાં પરિવર્તન ત્યારે આવે છે જ્યારે દરેક વ્યક્તિની અંદર ઈચ્છા અને આકાંક્ષાઓ જગાડવાનું કામ કરવામાં આવે. લોકતાંત્રિક રીતે જે ખોટું ચાલી રહ્યું છે તેને રોકવાનું છે અને સારું કામ કરવાનું છે.

  બંગાળમાં 200થી વધુ સીટો જીતવાનો દાવો

  ગૃહ મંત્રીએ બંગાળમાં પરિવર્તન યાત્રા દરમિયાન આયોજિત રેલીને સંબોધિત કરતાં કહ્યું હતું કે, આ વખતે બીજેપી બંગાળમાં 200થી વધુ સીટ જીતશે. અમિત શાહે આરોપ લગાવ્યો કે મમતા બેનર્જી બંગાળને નીચે લઈ ગયાં. સભામાં ઉપસ્થિત લોકોને અમિત શાહે અપીલ કરી કે 10 વર્ષ સુધી TMCને તક આપી. એક તક નરેન્દ્ર મોદી (પીએમ)ને આપો. અમે આપને પાંચ વર્ષમાં ‘સોનાર બાંગ્લા’ આપી દઈશું.

  આ પણ વાંચો, નવા ખતરાઓનો ઉલ્લેખ કરી આર્મી ચીફ નરવણેએ કહ્યુ- વધુ આક્રમકતા રાખવી પડશે

  ચૂંટણી પૂરી થવા સુધીમાં મમતા દીદી ‘જય શ્રીરામ’ બોલવા લાગશે - અમિત શાહ

  અમિત શાહે કહ્યું હતું કે, મમતા દીદીએ ખેડૂતોને મદદ પહોંચવા દીધી નહીં. તેઓએ કહ્યું કે અમારી સરકાર આવશે તો 12 હજાર રૂપિયા નહીં મળે, તે સહિત 18 હજાર રૂપિયા અપાવવા માટે પહેલી જ કેબિનેટ મીટિંગમાં નિર્ણય લઈશું. અમિત શાહે આરોપ મૂક્યો કે મમતા દીદીને રામ (Ram) નામથી પરેશાની છે. તેઓએ પૂછ્યું કે જય શ્રી રામ (Jai Shri Ram)ના નારાથી શું આપત્તિ છે. શાહે કહ્યું કે ચૂંટણી પૂરી થશે ત્યાં સુધીમાં મમતા દીદી જય શ્રી રામ બોલવા લાગશે.
  Published by:Mrunal Bhojak
  First published:

  Tags: TMC, West bengal, West bengal assembly election 2021, અમિત શાહ, ભાજપ, મમતા બેનરજી

  આગામી સમાચાર