અમિત શાહે કહ્યું - દેશમાં પહેલાથી જ છે ડિટેન્શન સેન્ટર, તેને NRC માટે બનાવ્યા નથી

News18 Gujarati
Updated: December 25, 2019, 8:21 AM IST
અમિત શાહે કહ્યું - દેશમાં પહેલાથી જ છે ડિટેન્શન સેન્ટર, તેને NRC માટે બનાવ્યા નથી
ગૃહમંત્રી અમિત શાહની ફાઇલ તસવીર

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે દેશમાં એનઆરસી, સીએએ અને ડિટેંશન સેન્ટર પર સરકારનો પક્ષ રાખ્યો

  • Share this:
નવી દિલ્હી : કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે (Amit Shah)દેશમાં એનઆરસી, સીએએ અને ડિટેંશન સેન્ટર પર સરકારનો પક્ષ રાખ્યો છે. તેમણે ડિટેંશન સેન્ટર (Detention Center) અને મીડિયામાં આવેલી તેની તસવીરો પર કહ્યું હતું કે ડિટેંશન સેન્ટર દેશમાં છે તો તેની એક પ્રક્રિયા છે. આ ગેરકાયદેસર પકડાયેલા લોકો માટે છે. આસમમા જે લોકોને નાગરિકતાથી બહાર રાખવામાં આવ્યા છે. તેને ડિટેંશન સેન્ટરમાં રાખવામાં આવ્યા નથી. તે પોતાના ઘરમાં જ રહી રહ્યા છે. દેશમાં જે ડિટેંશન સેન્ટર છે તેમાં એવા લોકોને રાખવામાં આવે છે જે ગેરકાયદેસર રુપથી પકડાયા છે. જો કોઇ વ્યક્તિ પાસપોર્ટ વગર પકડાય તો તેને ક્યાંક તો રાખવો પડે. આ તેની વ્યવસ્થા છે.

ડિટેંશન સેન્ટર વિશે અમિત શાહે કહ્યું હતું કે આ સતત ચાલનારો કાર્યક્રમ છે. કોઈ વિદેશી પકડાય તો તેને પહેલા ડિટેંશન સેન્ટરમાં રાખવામાં આવે છે કારણ કે તેને જેલમાં રાખી શકાય નહીં. અમિત શાહે કહ્યું હતું કે આસમની NRCમાં આઈડેંટીફાઇ થયેલા લોકોને 6 મહિનાનો સમય આપવામાં આવ્યો છે કે તે ફોરેન ટ્રિબ્યુનલ સામે પોતાનો પક્ષ રાખે. 19 લાખ લોકો ત્યાં ડિટેંશન સેન્ટરમાં ગયા નથી. પોતાના ઘરમાં જ રહી રહ્યા છે. જો તેમની પાસે પૈસા નથી તો તેમના વકીલનો ખર્ચ પણ ભારત સરકાર ઉઠાવવા તૈયાર છે.

આ પણ વાંચો - NPRને કેબિનેટની મંજૂરી, અમિત શાહે કહ્યું - તેનો NRC સાથે કોઈ સંબંધ નથી

આસમમાં ડિટેંશન સેન્ટર ઘણા પહેલાથી છે
અમિત શાહે કહ્યું હતું કે ફક્ત આસમમાં એક ડિટેંશન સેન્ટર છે. જે આજનું બનેલ નથી. ઘણા પહેલા બનેલું છે. કર્ણાટકના ડિટેંશન સેન્ટરની તેમને કોઈ જાણકારી નથી અને તેના નિર્માણની બધી જાણકારી પર તે કન્ફર્મ નથી. તેનો NRC અને CAA સાથે કોઈ લેવા દેવા નથી. ઘણા વર્ષોથી ગેરકાયદેસર નાગરિકો માટે ડિટેંશન સેન્ટર જેની વ્યવસ્થા ભારતમાં છે અને તેને NRC માટે બનાવ્યું નથી.

અમિત શાહે કહ્યું હતું કે અમેરિકા જેવા દેશો પણ આવા પ્રકારની કેટલીક વ્યવસ્થા છે. ત્યાં કોઈ પકડાય તો તેને ક્યાંક રાખવામાં આવે છે. ડિટેંશન સેન્ટર અમે બનાવ્યા નથી, કોઈ ગુનો કરતા પકડાય તો તેની એક પ્રક્રિયા છે. જે પકડાઈ જાશે તેને રાખવામાં આવશે. આ લાંબા સમયથી ચાલી રહેલી પ્રક્રિયા છે. જેનું અમે પાલન કરી રહ્યા છીએ.
First published: December 24, 2019, 10:05 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading