કોરોના વાયરસ સામેના યુદ્ધમાં ભારતની સ્થિતિ સારીઃ ગૃહ મંત્રી અમિત શાહ

News18 Gujarati
Updated: July 12, 2020, 4:00 PM IST
કોરોના વાયરસ સામેના યુદ્ધમાં ભારતની સ્થિતિ સારીઃ ગૃહ મંત્રી અમિત શાહ
ગૃહ મંત્રી અમિત શાહે કહ્યું, આપણે કોરોના સામે દૃઢતાથી લડવાનું ચાલુ રાખીશું, આપણામાં લડવાનું ઝનૂન અને તેને હરાવવાનો જોશ છે

ગૃહ મંત્રી અમિત શાહે કહ્યું, આપણે કોરોના સામે દૃઢતાથી લડવાનું ચાલુ રાખીશું, આપણામાં લડવાનું ઝનૂન અને તેને હરાવવાનો જોશ છે

  • Share this:
ગુરુગ્રામઃ કેન્દ્રીય મંત્રી અમિત શાહ (Amit Shah)એ રવિવારે કહ્યું કે ભારત કોરોના વાયરસ (Coronavirus)ની વૈશ્વિક મહામારીનો સામેનો કરવાના યુદ્ધમાં સારી સ્થિતિમાં છે અને દેશ પૂરી દૃઢતા અને જોશની સાથે આ બીમારી સામે લડશે. અમિત શાહે CRPFના 'All India Tree Plantation Campaign'માં ભાગ લીધા બાદ આ વાત કહી. CRPFએ આ મહિનાના અંત સુધી દેશભરના પરિસરોમાં 1.37 કરોડ છોડ રોપવાનું લક્ય્િ રાખ્યું છે. શાહે કહ્યું કે, દુનિયા જોઈ રહી છે કે જો વિશ્વમાં ક્યાંય પણ કોરોના વાયરસની વિરુદ્ધ સફળતાપૂર્વક લડાઈ લડવામાં આવી છે તો તે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ભારતમાં લડવામાં આવી છે.

ગૃહ મંત્રીએ કહ્યું કે, એવો ડર હતો કે આપણા જેવા મોટા દેશમાં આ પડકારનો સામનો કેવી રીતે કરવામાં આવશે, જ્યાંનું શાસન માળખું સંઘીય છે, 130 કરોડની ગીચ વસ્તી છે અને સત્તાની કમાનની કોઈ એક શ્રૃંખલા નથી. તેઓએ અહીં કાદરપુર ગામમાં CRPF અધિકારીઓની પ્રશિક્ષણ એકેડમીના પરિસરમાં વૃક્ષારોપણ બાદ આ વાત કહી.

આ પણ વાંચો, અનુપમ ખેરની માતા, ભાઈ, ભાભી સહિત 4 લોકો કોરોના પોઝિટિવ, જાતે આપી જાણકારી

તેઓએ કહ્યું કે, દેશના 130 કરોડ લોકો, તમામ રાજ્યો અને પ્રત્યેક વ્યક્તિએ કોવિડ-19ની વિરુદ્ધ આ જંગ એક રાષ્ટ્ર તરીકે લડી. શાહે કહ્યું કે દુનિયાભરમાં સરકારો આ બીમારી સામે લડી રહી છે પરંતુ આપણા દેશમાં બધા સાથે મળી તેનો સામનો કરી રહ્યા છે.

આ પણ વાંચો, મોટી બેદરકારીઃ કોરોના દર્દીનો મૃતદેહ સગા-વહાલા રિક્ષામાં લઈ ગયા


ગૃહ મંત્રી અમિત શાહે CRPF પ્રમુખો અને સૈનિકોને સંબોધિત કરતાં વધુમાં કહ્યું કે, આપણે આ કોરોના વાયરસની લડાઈમાં સારી સ્થિતિમાં છીએ અને આ યુદ્ધને દૃઢતાથી લડવાનું ચાલુ રાખીશું તથા ડરનો કોઈ માહોલ નથી. આપણામાં લડવાનું ઝનૂન અને તેને હરાવવાનો જોશ છે.
Published by: Mrunal Bhojak
First published: July 12, 2020, 4:00 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading