અમિત શાહે કહ્યુ, આગામી 4 મહિનામાં ભવ્ય રામ મંદિરનું નિર્માણ શરૂ થશે

અમિત શાહે કહ્યુ, આગામી 4 મહિનામાં ભવ્ય રામ મંદિરનું નિર્માણ શરૂ થશે
4 મહિનાની અંદર આકાશને સ્પર્શતું ભવ્ય રામ મંદિર અયોધ્યામાં બનવા જઈ રહ્યું છે : અમિત શાહ

4 મહિનાની અંદર આકાશને સ્પર્શતું ભવ્ય રામ મંદિર અયોધ્યામાં બનવા જઈ રહ્યું છે : અમિત શાહ

 • Share this:
  નવી દિલ્હી : ગૃહ મંત્રી અમિત (Amit Shah)એ કહ્યુ છે કે આગામી ચાર મહિનાની અંદર રામ મંદિર બની જશે. ભારતીય જનતા પાર્ટી (BJP)ના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે ઝારખંડ (Jharkhand assembly elections 2019)ની એક ચૂંટણી રેલીમાં કહ્યુ કે રામ મંદિર ચાર મહિનામાં બનવા જઈ રહ્યું છે. એક રેલીને સંબોધિત કરતાં શાહે કહ્યુ કે, સુપ્રીમ કોર્ટે પોતાનો ચુકાદો સંભળાવ્યો. હવે 4 મહિનાની અંદર અયોધ્યામાં ભગવાન રામનું મંદિર બનવા જઈ રહ્યું છે.

  શાહે કહ્યુ કે, થોડા સમય પહેલા સુપ્રીમ કોર્ટ (Supreme Court)એ અયોધ્યા (Ayodhya)માટે ચુકાદો આપ્યો, 10 વર્ષોથી દુનિયાભરના ભારતીયોની માંગ હતી કે રામ જન્મભૂમિ પર ભવ્ય રામ મંદિર (Ayodhya Ram Temple) બનવું જોઈએ. પરંતુ આ કૉંગ્રેસ (Congress)ના નેતા અને વકીલ કપિલ સિબ્બલ (Kapil Sibbal) કોર્ટમાં કહેતા હતા કે હાલ કેસ ન ચલાવો, કેમ ભાઈ આપના પેટમાં કેમ દુખાવો થઈ રહ્યો છે?  આ પણ વાંચો, જામિયાની વિદ્યાર્થિનીએ રડતાં રડતાં કહ્યું, 'આ મારું ઘર હતું, જુઓ શું હાલ કરી દીધો'

  અમિત શાહે વધુમાં કહ્યુ કે, હું આપને કહેવા માંગું છું કે સુપ્રીમ કોર્ટનો ચુકાદો આવી ગયો છે, 4 મહિનાની અંદર આકાશને સ્પર્શતું ભવ્ય રામ મંદિર અયોધ્યામાં બનવા જઈ રહ્યું છે.

  આ પણ વાંચો, પોલીસ કાર્યવાહીથી જામિયાનો વિશ્વાસ ડગ્યો, અમે FIR નોંધાવીશું : VC નજમા અખ્તર
  Published by:Mrunal Bhojak
  First published:December 16, 2019, 15:24 IST

  ટૉપ ન્યૂઝ