કોલકાતામાં અમિત શાહે કહ્યું, 'ભારત પર હુમલો થયો તો ઘરમાં ઘૂસીને મારીશું'

News18 Gujarati
Updated: March 1, 2020, 1:34 PM IST
કોલકાતામાં અમિત શાહે કહ્યું, 'ભારત પર હુમલો થયો તો ઘરમાં ઘૂસીને મારીશું'
NSG ભવન ખાતે સંબોધન કરતાં ગૃહ મંત્રી અમિત શાહ.

અમેરિકા-ઈઝરાયલ બાદ હવે ભારતનું નામ પણ ઘરમાં ઘૂસીને મારનારા દેશોમાં સામેલ થઈ ગયું છે : અમિત શાહ

  • Share this:
કોલકાતા : પશ્ચિમ બંગાળ (West Bengal)ના પાટનગર કોલકાતા (Kolkata)માં કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ (Amit Shah)એ રાષ્ટ્રીય સુરક્ષા ગાર્ડની નવી ઑફિસનું ઉદ્ઘાટન કર્યું. આ દરમિયાન ગૃહ મંત્રીએ કહ્યું કે, આપણે દુનિયામાં શાંતિ ઈચ્છીએ છીએ. હુમલો કરનારા પોતાનું મોત નક્કી કરીને આવે છે. ભારત પર હુમલો થયો તો ભારત પણ ઘરમાં ઘૂસીને મારશે. આ દરમિયાન તેઓએ સર્જિકલ સ્ટ્રાઇક (Surgical Strike) તરફ ઈશારો કરતાં કહ્યું કે, અમેરિકા-ઈઝરાયલ ઘરમાં ઘૂસીને મારતા હતા. હવે ભારતનું નામ પણ ઘરમાં ઘૂસીને મારનારા દેશોમાં સામેલ થઈ ગયું છે.

અમિત શાહે કહ્યું કે, પાંચ વર્ષની અંદર NSGએ ભારત સરકારથી જે અપેક્ષાઓ રાખી છે, તે તમામ અપેક્ષાઓની પૂર્ત‍િ વડાપ્રધાન નરેન્દ્ર મોદી (Prime Minister Narendra Modi)ના નેતૃત્વમાં ભારત સરકાર સુનિશ્ચિત રીતે કરશે.

શાહે વધુમાં કહ્યું કે, આજે મારા માટે ખૂબ ગૌરવ અને હર્ષની વાત છે કે NSG માટે જે પ્રકારની સુવિધા તેમને નિશ્ચિત થઈને કામ કરવા માટે જોઈએ, તે સુવિધાની પૂર્ત‍િમાં આજે એક પગલું આગળ વધી રહ્યા છીએ. એક સાથે અનેક લગભગ 245 કરોડની અલગ-અલગ યોજનાઓનું લોકાર્પણ અને ભૂમિપૂજન થયું છે.તેઓએ કહ્યું કે, NSGએ પોતાની સ્થાપનાથી આજ સુધી પોતાના જવાનોના સર્વોચ્ચ બ‍લિદાનથી સરકાર ઉપરાંત સમગ્ર દેશ અને દુનિયામાં અને ખાસ કરીને ભારતીય જનતામાં એક ભરોસો ઊભો કરવાની મોટી સફળતા પ્રાપ્ત કરી છે.

આ પણ વાંચો, ભારત પ્રવાસથી ટ્રમ્પ થયા ગદગદ, કહ્યું- મોટેરા સ્ટેડિયમની ભીડ જોયા બાદ હવે મારું ઉત્સાહિત થવું મુશ્કેલ
First published: March 1, 2020, 1:34 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading