Home /News /national-international /

ગૃહ મંત્રી અમિત શાહે કોરોનાને સંપૂર્ણપણે આપી મ્હાત, AIIMSથી થયા ડિસ્ચાર્જ

ગૃહ મંત્રી અમિત શાહે કોરોનાને સંપૂર્ણપણે આપી મ્હાત, AIIMSથી થયા ડિસ્ચાર્જ

અમિત શાહ 18 ઓગસ્ટથી AIIMS દિલ્હીમાં દાખલ હતા, અહીં તેમની 12 દિવસ સુધી સારવાર ચાલી

અમિત શાહ 18 ઓગસ્ટથી AIIMS દિલ્હીમાં દાખલ હતા, અહીં તેમની 12 દિવસ સુધી સારવાર ચાલી

    નવી દિલ્હીઃ કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ (Amit Shah) કોરોના વાયરસ (Coronavirus)ના સંક્રમણથી પૂરી રીતે ઠીક થઈ ગયા છે. સોમવારે તેમને AIIMSથી ડિસ્ચાર્જ કરી દેવામાં આવ્યા છે. રવિવારે જ AIIMSએ નિવેદન જાહેર કરીને કહ્યું હતું કે ગૃહ મંત્રી અમિત શાહ કોરોનાથી ઠીક થઈ ચૂક્યા છે.

    અમિત શાહે 2 ઓગસ્ટે ટ્વિટ કરીને કહ્યું હતું કે, તેઓ કોરોના વાયરસથી સંક્રમિત થઈ ગયા છે. કોરોના સંક્રમણ થયા બાદથી આઇસોલેશનમાં હતા અને સતત આ બીમારીની સારવાર કરાવી રહ્યા હતા. ત્યારબાદ ગુરુગ્રામની એક ખાનગી હૉસ્પિટલમાં તેમની સારવાર ચાલી હતી. ત્યાંથી ઠીક થયા બાદ તેમને રજા આપવામાં આવી હતી.


    આ પણ વાંચો, દિવાળી સુધીમાં કોરોના કન્ટ્રોલમાં આવી જશે, વર્ષના અંતમાં મળી જશે પહેલી વેક્સીનઃ સ્વાસ્થ્ય મંત્રી

    ત્યારબાદ ફરીથી તેઓ પોતાના ઘરે જ આઇસોલેટ હતા, પરંતુ 18 ઓગસ્ટે હળવા તાવની ફરિયાદ તેમને દિલ્હીની AIIMSમાં દાખલ કરવામાં આવ્યા હતા. અહીં લગભગ 12 દિવસ સુધી તેમની સારવાર ચાલી.

    આ પણ વાંચો, દરિયામાં ચીનને ટક્કરની તૈયારી! ભારત 55,000 કરોડની 6 સબમરીન ખરીદવાની તૈયારીમાં


    સંક્રમણને હરાવનારા લોકોની સંખ્યા 27 લાખને પાર

    નોંધનીય છે કે, ભારતમાં કોવિડ-19 સંક્રમણને હરાવનારા લોકોની સંખ્યા 27 લાખને પાર જતી રહી છે. છેલ્લા 24 કલાકમાં 64,935 લોકો કોરોનાથી ઠીક થયા છે. કોરોનાના સક્રીય મામલાની તુલનામાં 3.55 ગણા વધારે લોકો ઠીક થયા છે. દેશમાં કોરોનાનો રિકવરી દર 76.61 ટકા થઈ ગયો છે. બીજી તરફ, મૃત્યુદર 1.79 ટકા જ રહી ગઈ છે. એવું પણ સામે આવ્યું છે કે સારવાર કરી રહેલા દર્દીની સંખ્યા કુલ સંક્રમિતોની સંખ્યા માત્ર 21.60 ટકા છે.
    Published by:Mrunal Bhojak
    First published:

    Tags: AIIMS, Coronavirus, COVID-19, New Delhi, અમિત શાહ, ભારત

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन