અમિત શાહે આપ્યો એક ઓળખપત્રનો પ્રસ્તાવ - આધાર, પાસપોર્ટ તમામનું કરશે કામ

ગૃહ મંત્રીએ દેશમાં તમામ કાર્યો માટે એક ઓળખપત્રની વકાલત કરી છે

News18 Gujarati
Updated: September 23, 2019, 3:59 PM IST
અમિત શાહે આપ્યો એક ઓળખપત્રનો પ્રસ્તાવ - આધાર, પાસપોર્ટ તમામનું કરશે કામ
ગૃહ મંત્રી અમિત શાહ (ફાઇલ તસવીર)
News18 Gujarati
Updated: September 23, 2019, 3:59 PM IST
નવી દિલ્હી : ગૃહ મંત્રી અમિત શાહ (Amit Shah)એ દેશમાં એક ઓળખ પત્રનો પ્રસ્તાવ આપ્યો છે. ગૃહ મંત્રી અનુસાર, આ ઓળખ પત્રમાં પાસપોર્ટ, આધાર (Aadhar Card) અને મતદાન ઓળખકાર્ડ (Voter ID) તમામ એક ઓળખપત્રમાં સામેલ થઈ જશે. અમિત શાહે દેશમાં તમામ કાર્યો માટે એક કાર્ડની વકાલત કરી. તેની સાથે જ તેઓએ કહ્યું કે, 2021માં થનારી વસતી ગણતરી મોબાઇલ ઍપ દ્વારા કરવામાં આવશે.

ગૃહ મંત્રીએ કહ્યું કે, એક એવી સિસ્ટમ પણ હોવી જોઈએ, જેનાથી જો કોઈ વ્યક્તિનું મોત થઈ જાય છે તે ઑટોમેટિક તેની જાણકારી પૉપ્યુલેશન ડેટામાં અપડેટ થઈ જશે. ગૃહ મંત્રીએ કહ્યુ કે, એક એવું કાર્ડ ઈચ્છે છે જે તમામની જરૂરિયાત જેમ કે, આધાર, પાસપોર્ટ, બેંક એકાઉન્ટ, ડ્રાઇવિંગ લાઇસન્સ અને મતદાન ઓળખકાર્ડની જરુરિયાતને પૂરી કરે.

ઍપથી થશે વસતી ગણતરી
Loading...

અમિત શાહે કહ્યું કે, વસતી ગણતરી કોઈ કંટાળાજનક કામ નથી હોતું. તેનાથી સરકારને પોતાની સ્કીમ લોકો માટે લાગુ કરવામાં મદદ મળે છે. રાષ્ટ્રીય જનસંખ્યા રજિસ્ટર (NPR) અનેક મુદ્દાઓને ઉકેલવામાં સરકારની મદદ કરે છે. દેશના ઈતિહાસમાં પહેલીવાર હશે, જ્યારે વસતી ગણતરીનું કામ ઍપ દ્વારા થશે. નોંધનીય છે કે, દેશમાં હાલ આધારની અનિવાર્યતા ઉપર જ ચર્ચા ચાલી રહી છે. એવામાં ગૃહ મંત્રીએ એક ઓળખપત્રનો પ્રસ્તાવ રજૂ કર્યો છે.
First published: September 23, 2019
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...