જમ્મુ-કાશ્મીરમાં નવાજૂનીના એંધાણ, અમિત શાહ લઇ શકે છે મોટો નિર્ણય

News18 Gujarati
Updated: June 4, 2019, 6:14 PM IST
જમ્મુ-કાશ્મીરમાં નવાજૂનીના એંધાણ, અમિત શાહ લઇ શકે છે મોટો નિર્ણય
જમ્મુ કાશ્મીરના ગવર્નર સાથે અમિત શાહ
News18 Gujarati
Updated: June 4, 2019, 6:14 PM IST
ગૃહમંત્રી અમિત શાહ પોતાના મંત્રાલયનું કામ સંભાળ્યા બાદથી જ એક્શન મોડમાં આવી ગયા છે. હવે સૂત્રોનું કહેવું છે કે ગૃહમંત્રી અમિત શાહ જમ્મુ-કાશ્મીરમાં પરિસીમન આયોગની રચના કરવાનું વિચારી રહ્યાં છે. જમ્મુ કાશ્મીરમાં છેલ્લે 1995માં પરિસીમન કરવામાં આવ્યું હતું. 1995માં રાજ્યપાલ જગમોહનના આદેશ પર જમ્મુ કાશ્મીરમાં 87 સીટનું ગઠન કરવામાં આવ્યું હતું.

જમ્મુ કાશ્મીર વિધાનસભામાં કુલ 111 સીટ છે, પરંતુ 24 સીટને ખાલી રાખવામાં આવી છે. જમ્મુ કાશ્મીરના બંધારણ સેક્શન 47 પ્રમાણે આ 24 સીટને પાક અધિકૃત કાશ્મીર માટે ખાલી રાખવામાં આવી છે, અને બાકી બચેલી 87 સીટ પર ચૂંટણી યોજાય છે. ઉલ્લેખીય છે કે જમ્મુ કાશ્મીરનું અલગથી બંધારણ પણ છે.

અહીં ક્લિક કરી વાંચોઃ અમિત શાહના નિશાન પર જમ્મુ-કાશ્મીરના આ 10 આતંકી, બનાવી યાદી

ફારુક અબ્દુલ્લાએ 2026 સુધી પરિસીમન પર લગાવ્યો હતો પ્રતિબંધ

જમ્મુ કાશ્મીરના બંધારણ પ્રમાણે દર 10 વર્ષ બાદ ચૂંટણી વિસ્તારનું પરિસીમન કરવું જોઇએ, એવામાં રાજ્યમાં સીટનું પરિસીમન 2005માં થવું જોઇતું હતું પરંતુ રાજ્યમાં 2002માં તત્કાલીન ફારુક અબ્દુલ્લાની સરકારે તેના પર 2026 સુધી રોક લગાવી દીધી હતી. અબ્દુલ્લા સરકારે જમ્મુ કાશ્મીર જનપ્રતિનિધિત્વ કાયદો, 1957 અને જમ્મુ કાશ્મીરના બંધારણમાં બદલાવ કરી આ નિર્ણય લેવાયો હતો.
First published: June 4, 2019
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...