Exclusive: અમિત શાહનું મોટું નિવેદન, મૉબ લિંચિંગ ગરીબની સાથે થાય છે, કોઈ ખાસ જાતિની વિરુદ્ધ નહીં

News18 Gujarati
Updated: October 17, 2019, 9:36 PM IST
Exclusive: અમિત શાહનું મોટું નિવેદન, મૉબ લિંચિંગ ગરીબની સાથે થાય છે, કોઈ ખાસ જાતિની વિરુદ્ધ નહીં
અમિત શાહે કહ્યુ કે, મૉબ લિંચિંગ પહેલા પણ થતું રહ્યું છે, તે બીજેપી રાજમાં શરૂ નથી થયું.

લિંચિંગને દેશથી ખતમ કરવાના મામલે ગૃહમંત્રીએ કહ્યુ કે, જાગૃતતાથી તેને ખતમ કરી શકાય છે

  • Share this:
નવી દિલ્હી : કેન્દ્રીય ગૃહમંત્રી Union Home Minister) અને ભારતીય જનતા પાર્ટી (BJP) અધ્યક્ષ અમિત શાહ (Amit Shah)એ મૉબ લિંચિંગ (Mob Lynching) પર મોટું નિવેદન આપ્યું છે. અમિત શાહે કહ્યુ છે કે લિંચિંગ ગરીબની સાથે થાય છે, કોઈ ખાસ જાતિની વિરુદ્ધ નહીં. ન્યૂઝ18 નેટવર્ક (News18 Network)ના ગ્રુપ એડિટર ઇન ચીફ રાહુલ જોશી (Rahul Joshi)ને આપેલા ઇન્ટરવ્યૂમાં અમિત શાહે ભાજપના રાજમાં લિંચિંગ વધવાની વાતને ફગાવી દીધી અને કહ્યુ કે પહેલા પણ થતી હતી. ગૃહ મંત્રીએ કહ્યુ કે, આજે લિંચિંગને એક રંગ આપવામાં આવી રહ્યો છે. લિંચિંગને દેશથી ખતમ કરવાના મામલે ગૃહમંત્રીએ કહ્યુ કે, જાગૃતતાથી તેને ખતમ કરી શકાય છે.

છેલ્લા થોડાક સમયમાં દેશના અલગ-અલગ હિસ્સાઓમાં અનેક લોકો ભોડની હિંસાનો શિકાર થયા છે. થોડા સમય પહેલા જ ઝારખંડમાં ચોરીના આરોપમાં ભીડે તબરેજ અંસારી નામના યુવકની મારઝૂડ કરી હત્યા કરી દીધી હતી. આ ઉપરાંત રાજસ્થાનના અલવરમાં હથિત ગૌ તસ્કરીના કારણે ભીડે પહલૂ ખાનની હત્યા કરી દીધી હતી.

બિહારમાં નીતીશ કુમાર જ હશે એનડીએનો ચહેરો

આ વિશેષ ઇન્ટરવ્યૂમાં અમિત શાહે મૉબ લિંચિંગથી લઈને તમામ વાતો પર પોતાના મંતવ્યો રજૂ કર્યા. આ દરમિયાન વાતચીતમાં તેઓએ સ્પષ્ટ કરી દીધું કે, 2020 બિહાર વિધાનસભા ચૂંટણીમાં એનડીએ નીતીશ કુમારના નેતૃત્વમાં જ લડશે. બીજેપી-જેડીયૂની વચ્ચે અણબનાવના અહેવાલોને વિરામ આપતાં અમિત શાહે કહ્યુ કે, બંને પાર્ટીઓનું ગઠબંધન 'અટલ' છે. ગૃહ મંત્રીએ કહ્યુ કે, જનતા દળ યૂનાઇટેડ અને બીજેપી ચૂંટણીમાં એક સાથે નીતીશજીના નેતૃત્વમાં જ ઉતરશે. આ એકદમ સ્પષ્ટ છે.

મહારાષ્ટ્રમાં પોતાના દમ પર સત્તામાં આવી શકે છે બીજેપી

બીજી તરફ, મહારાષ્ટ્ર વિધાનસભા પર વાત કરતાં અમિત શાહે કહ્યુ કે, રાજ્યમાં બીજેપી એકલા જ પોતાના દમે સત્તામાં આવી શકે છે. બીજેપી રાજ્યની 288 સીટોમાંથી 164 સીટો પર ચૂંટણી લડી શકે છે જ્યારે શિવસેનાને બીજેપીથી 42 સીટો ઓછી એટલે કે 124 સીટો મળી છે. ચૂંટણી (Maharashtra assembly election)માં બીજેપીનું પ્રદર્શન કેવું રહેશે તે સવાલ પર અમિત શાહે કહ્યુ કે, બીજેપી-શિવસેના ગઠબંધન (BJP Shiv sena Coalition)ને બે તૃતીયાંશ બહુમત મળશે. બીજેપીને કેટલી સીટો મળશે, એ સવાલ પર અમિત શાહે કહ્યુ કે, સીટોનો ચોક્કસ આંકડો જણાવવો ઉતાવળ ગણાશે, પરંતુ નિશ્ચિતપણે બીજેપી ગત ચૂંટણીથી વધુ સીટો જીતીને આવશે.આ પણ વાંચો,

અમિત શાહે શિવસેનાને ઈશારામાં આપ્યો સંદેશ, BJP પોતાના બળે મહારાષ્ટ્રમાં સત્તા મેળવશે
બિહાર ચૂંટણીમાં નીતિશ કુમાર જ NDAનો ચહેરો રહેશે - અમિત શાહ
First published: October 17, 2019
વધુ વાંચો
अगली ख़बर