સંસદમાં અમિત શાહે કહ્યુ- કાશ્મીરમાં ક્યાંય કર્ફ્યૂ નથી, યોગ્ય સમયે ઇન્ટરનેટ શરૂ કરવામાં આવશે

ગૃહ મંત્રી અમિત શાહે કહ્યુ કે, જમ્મુ-કાશ્મીરમાં 5 ઑગસ્ટ બાદ એક પણ વ્યક્તિનું મોત પોલીસ ફાયરિંગમાં નથી થયું

ગૃહ મંત્રી અમિત શાહે કહ્યુ કે, જમ્મુ-કાશ્મીરમાં 5 ઑગસ્ટ બાદ એક પણ વ્યક્તિનું મોત પોલીસ ફાયરિંગમાં નથી થયું

 • Share this:
  નવી દિલ્હી : સંસદના શિયાળુ સત્ર (Parliament Winter Session)ના ત્રીજા દિવસે રાજ્યસભા (Rajya Sabha)માં ગૃહ મંત્રી અમિત શાહ (Home Minister Amit Shah)એ જમ્મુ-કાશ્મીર (Jammu-Kashmir) વિશે કહ્યુ કે, જમ્મુ-કાશ્મીરમાં કોઈ પણ પોલીસ સ્ટેશન વિસ્તારમાં કર્ફ્યૂ જેવી સ્થિતિ નથી. ઈન્ટરનેટ સુવિધા ફરી ક્યારે શરૂ થશે તેવા સવાલનો જવાબ આપતાં ગૃહ મંત્રીએ કહ્યુ કે, અમે સ્થાનિક વહીવટીતંત્રને સ્થિતિનો તાગ લેવા માટે કહ્યુ છે. ત્યારબાદ જ કોઈ પગલા લેવામાં આવશે. સ્વાસ્થ્ય સાથે જોડાયેલા સવાલ પર તેઓએ કહ્યુ કે સ્વાસ્થ્યની ત્યાં કોઈ સમસ્યા નથી. જો કોઈ પણ માહિતી છે તો દૂરના વિસ્તારની પણ હશે તો તેઓ મારો પણ સંપર્ક કરી શકે છે, તેને મદદ પહોંચાડવામાં આવશે.

  તેઓએ આગળ કહ્યુ કે, જમ્મુ-કાશ્મીરમાં સમગ્ર સ્થિતિ સામાન્ય થઈ ચૂકી છે. કાશ્મીર વિશે ભ્રમ ફેલવવામાં આવી રહ્યા છે. 5 ઑગસ્ટ બાદ એક પણ વ્યક્તિનું મોત પોલીસ ફાયરિંગમાં નથી થયું.

  અમિત શાહે આ ઉપરાંત કહ્યુ કે, કાશ્મીરમાં પેટ્રોલ, ડીઝલ, કેરોસીન, એલપીજી અને ચોખા ઉપલબ્ધ છે. 22 લાખ મેટ્રિક ટન સફરજનના ઉત્પાદનની આશા છે. તમામ લેન્ડલાઇન ફોન ચાલુ છે. દુકાનો ખુલી રહી છે.

  ગૃહ મંત્રીએ વધુમાં કહ્યુ કે, ઈન્ટરનેટ આજના સમયમાં ખૂબ જરૂરી છે, ટૂંક સમયમાં ચાલુ થવી જોઇએ. સમગ્ર દેશમાં 1995-96થી મોબાઇલ શરૂ થયા. 2003માં બીજેપી સરારે કાશ્મીરમાં મોબાઇલ સેવા શરૂ કરી. 2002થી ઇન્ટરનેટની મંજૂરી હતી પરંતુ બાદમાં શરૂ થઈ. જ્યારે સુરક્ષા અને આતંકવાદનો સવાલ છે તો આપણે પણ નાગરિકોની સુરક્ષા વિશે વિચારવું પડશે. જ્યારે સ્થાનિક વહીવટીતંત્ર કહેશે ચાલુ કરવામાં આવશે.

  કાશ્મીર પર અમિત શાહના જવાબ આપતી વખતે વિપક્ષી સાંસદો તરફથી અનેકવાર વાંધી ઉઠાવવામાં આવ્યો. કૉંગ્રેસ સાંસદ ગુલાબ નબી આઝાદને ચેલેન્જ કરતાં અમિત શાહે કહ્યુ કે, હું ગુલાબ નબી આઝાદજીને કહેવા માંગું છું કે રેકોર્ડના આધારે તેઓ આંકડાઓને ચેલેન્જ કરે. સત્યને નકારી ન શકાય. હું માત્ર એવું નહીં કહું કે આજે જે સ્થિતિ છે તેને પણ સમજે માત્ર પોતાના મનમાં જે છે તેને જ ન માને.

  આ પણ વાંચો : 

  Published by:Mrunal Bhojak
  First published: