CAA, હિંસાનો હિસાબ...વર્ચ્યૂઅલ રેલીમાં અમિત શાહના નિશાને મમતા બેનર્જી

CAA, હિંસાનો હિસાબ...વર્ચ્યૂઅલ રેલીમાં અમિત શાહના નિશાને મમતા બેનર્જી
અમિત શાહે શાયરાના અંદાજમાં કહ્યું, સિર્ફ હંગામા ખડા કરના મેરા મકસદ નહીં, બંગાલ મેં સૂરત બદલની ચાહિએ

અમિત શાહે શાયરાના અંદાજમાં કહ્યું, સિર્ફ હંગામા ખડા કરના મેરા મકસદ નહીં, બંગાલ મેં સૂરત બદલની ચાહિએ

  • Share this:
    નવી દિલ્હીઃ કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ (Amit Shah)એ બિહાર (Bihar) બાદ હવે પશ્ચિમ બંગાળ (West Bengal)માં ચૂંટણી બ્યૂગલ ફૂંકી દીધું છે. અમિત શાહે જન સંવાદ વર્ચ્યૂઅલ રેલી (Jan Samvad Virtual Rally) દ્વારા પશ્ચિમ બંગાળના કાર્યકર્તાઓ અને લોકોને સંબોધિત કર્યા. આ દરમિયાન તેઓએ બંગાળની 18 સીટોની ચૂંટણીના હિસાબથી સૌથી વધુ મહત્વની ગણાવી. અમિત શાહે મમતા બેનર્જી (Mamata Banerjee) માટે કહ્યું કે, નાગરિકતા સંશોધન કાયદા (CAA)નો વિરોધ તમને બહુ મોંઘો પડશે, જ્યારે મતપેટ ખુલશે તો જનતા આપને રાજકીય શરણાર્થી બનાવવાની છે.

    આ રેલી દરમિયાન અમિત શાહે મોદી સરકાર 2.0ની ઉપલબ્ધિઓ ગણાવતાં રાજ્યની મમતા બેનર્જી સરકાર પર જોરદાર હુમલો કર્યો. પોતાના ભાષણમાં અમિત શાહે મમતા બેનર્જીને CAA, રાજકીય હિંસા અને પ્રવાસી શ્રમિકો જેવા અનેક મુદ્દાઓ પર ઘેર્યા. ભાષણના અંતમાં અમિત શાહ શાયરાના અંદાજમાં પણ જોવા મળ્યા અને તેઓએ જાણીતા કવિ દુષ્યંત કુમારની એક કવિતા સંભળાવીને બંગાળમાં પરિવર્તનનો વિશ્વાસ જણાવશે. અમિત શાહે શાયરાના અંદાજમાં કહ્યું, સિર્ફ હંગામા ખડા કરના મેરા મકસદ નહીં, બંગાલ મેં સૂરત બદલની ચાહિએ.



    વર્ચ્યૂઅલ રેલીને લઈને અમિત શાહે કહ્યું કે, મમતા બેનર્જી તમે બંગાળની જનતા સાથે સંવાદ કરતા રોકી નહીં શકો. તમે રોડ અને રેલી રોકી શકો છો, પરંતુ પરિવર્તન નહીં રોકી શકો.

    આ પણ વાંચો, સુપ્રીમ કોર્ટનો આદેશઃ 15 દિવસમાં તમામ પ્રવાસી શ્રમિકોને ઘરે મોકલવામાં આવે, તમામ કેસ પરત લો

    અમિત શાહે મમતા બેનર્જીને પૂછ્યું કે નામશૂદ્ર અને મતુઆ સમાજથી તમને વાંધો શું છે. CAAનો વિરોધ તમને બહુ મોંઘો પડશે, જ્યારે મતપેટી ખુલશે તો જનતા આપને રાજકીય શરણાર્થી બનાવશે. ગૃહ મંત્રીએ કહ્યું કે, જ્યારે CAA આવ્યો તો મમતાજીનો ચહેરો ગુસ્સાથી લાલ થઈ ગયો હતો. હું એટલા ગુસ્સે ક્યારેય કોઈને જોયા નથી. મમતાજી તમે CAAનો વિરોધ કરી રહ્યા છો.

    અમિત શાહે વધુમાં કહ્યું કે, અમે અમારી સરકારનો હિસાબ આપી રહ્યા છીએ. મમતા બેનર્જી તમે પણ 10 વર્ષનો હિસાબ આપશે, પરંતુ બોમ્બ બ્લાસ્ટ અને બીજેપી કાર્યકર્તાઓના મોતનો આંકડો ન જણાવતાં.

    અમિત શાહે મમતા બેનર્જીએ પડકાર આપતાં કહ્યું કે, આ રાજનીતિની વાત નથી, રાજકારણ માટે અનેક મેદાન છે, તમે મેદાન નક્કી કરી દો, બે-બે હાથ થઇ જાય. અમિત શાહે કહ્યું કે બંગાળમાં સત્તા બદલાશે અને શપથના એક મિનિટની અંદર આયુષ્માન ભારત યોજના બંગાળમાં લાગુ થઈ જશે. અમિત શાહે જણાવ્યું કે, હું બંગાળની જનતાને એ કહેવા માંગું છું કે ભલે બીજેપીને 303 સીટો દેશમાં મળી છે, પરંતુ માર જેવા કાર્યકર્તા માટે સૌથી મહત્વપૂર્ણ છે, બંગાળની 18 સીટો પર મળેલો વિજય.

    આ પણ વાંચો, યૂરોપે લૉકડાઉન કરીને બચાવ્યા 30 લાખ લોકોના જીવ, ભારતે સમય કરતાં પહેલા લૉકડાઉન હટાવ્યું?
    Published by:News18 Gujarati
    First published:June 09, 2020, 13:46 pm