#AmitShahToNews18: અમિત શાહે યુદ્ધની ધમકી પર ચીનને આપ્યો સણસણતો જવાબ, એક ઈંચ જમીન કોઈ નહીં પડાવી શકે

#AmitShahToNews18: અમિત શાહે યુદ્ધની ધમકી પર ચીનને આપ્યો સણસણતો જવાબ, એક ઈંચ જમીન કોઈ નહીં પડાવી શકે
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ

હાથરસ કેસ પર અમિત શાહે કહ્યું કે, હાથરસમાં પણ રેપ થાય છે અને રાજસ્થાનમાં પણ રેપ થાય છે. હવા કેમ હાથરસને જ આપવામાં આવી રહી છે. કારણ શું છે. કોઈ દુર્ભાગ્યપૂર્ણ ઘટનાને રાજનૈતિક રંગ આપવું કેટલું સારૂ કહેવાય.

  • Share this:
    નવી દિલ્હી : દેશના ગૃહમંત્રી અમિત શાહે ન્યૂઝ18 નેટવર્ક સમૂહના એડિટર ચીફ રાહુલ જોશી સાથે હાથરસ, ચીન અને બિહાર ચૂંટણી પર વિસ્તારથી વાતચીત કરી. ચીન અને બિહાર ચૂંટણી પર તેમણે વિસ્તારથી વાતચીત કરી. આ દરમિયાન અમિત શાહે યુદ્ધની ધમકી પર ચીનને સણસણતો જવાબ આપતા કહ્યું કે, આપણા દેશની એક-એક ઈંચ જમીન માટે સરકાર જાગરૂપ છે, અને તેને કોઈ છીનવી નહીં શકે. પુરૂ ઈન્ટરવ્યૂ આજે રાત્રે 9.00 કલાકે ન્યૂઝ 18 ઈન્ડીયા સાથે CNNNews18, News18Bihar અને પુરા Network18Group પર જોઈ શકાશે.

    બિહાર ચૂંટણી પર સૌથી મોટા ઈન્ટરવ્યૂમાં અમિત શાહે કહ્યું કે, જે પણ કોઈ ભ્રમ ફેલાવવાની કોશિશ કરી રહ્યું છે. તેના પર આજે હું મોટુ ફૂલ સ્ટોપ લગાવાવ માંગુ છુ. નીતિશ કુમાર જ બિહારના આગામી મુખ્યમંત્રી હશે. આ પહેલા 1 જૂને રાહુલ જોશી સાથે વાતચીતમાં અમિત શાહે બિહાર વિધાનસભા ચૂંટણી પર કહ્યું હતું કે, એનડીએ તરફથી નીતિશ કુમાર જ મુખ્યમંત્રીનો ચહેરો રહેશે.





    હાથરસ કેસ પર અમિત શાહે કહ્યું કે, હાથરસમાં પણ રેપ થાય છે અને રાજસ્થાનમાં પણ રેપ થાય છે. હવા કેમ હાથરસને જ આપવામાં આવી રહી છે. કારણ શું છે. કોઈ દુર્ભાગ્યપૂર્ણ ઘટનાને રાજનૈતિક રંગ આપવું કેટલું સારૂ કહેવાય. આ ઈન્ટરવ્યૂમાં ઉદ્ધવ ઠાકરેથી લઈ મમતા સુધી શું છે વિપક્ષ પર અમિત શાહની સલાહ? ચીન મુદ્દા પર શું છે ગૃહ મંત્રીનો ગેમ પ્લાન?

    ગૃહમંત્રી અમિત શાહનું EXCLUSIVE ઇન્ટરવ્યૂ, આજે રાત્રે 9 કલાકે ન્યૂઝ 18 ગુજરાતી પર

    ગૃહમંત્રી અમિત શાહનું EXCLUSIVE ઇન્ટરવ્યૂ, આજે રાત્રે 9 કલાકે ન્યૂઝ 18 ગુજરાતી પર

    અમિત શાહને મુખે સાંભળો કોરોના વાયરસ મહામારી પર કેવી રીતે બદલાયો દેશ? બિહાર ચૂંટણીના પહેલા ગૃહ મંત્રી અમિત શાહનું સૌથી મોટું ઈન્ટરવ્યી. દેશના ગૃહમંત્રી અમિત શાહે (Home Minister Amit Shah)ન્યૂઝ 18 નેટવર્ક સમૂહના (News18 Network)એડિટર ઇન ચીફ રાહુલ જોશીને (Rahul Joshi)આપેલા એક્સક્લૂસિવ ઇન્ટરવ્યૂમાં ચીન, કોરોના વાયરસ મહામારી અને બિહાર ચૂંટણી સહિત ઘણા મુદ્દા પર વિસ્તારથી વાતચીત કરી હતી. ગૃહમંત્રી અમિત શાહે છેલ્લા 4 મહિનામાં પ્રથમ વખત રાહુલ જોશીને આપેલા એક્સક્લૂસિવ ઇન્ટરવ્યૂમાં મહત્વપૂર્ણ મુદ્દા પર ખાસ વાતચીત કરી હતી. અમિત શાહનું પુરુ ઇન્ટરવ્યૂ આજે રાત્રે 9:00 કલાકે ન્યૂઝ 18 ગુજરાતી પર જુઓ.
    Published by:kiran mehta
    First published:October 17, 2020, 19:56 pm

    ટૉપ ન્યૂઝ