નવી દિલ્હી : કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે (Home minister Amit Shah) શનિવારે કહ્યું કે જમ્મુ-કાશ્મીર (Jammu Kashmir) નું સીમાંકન શરૂ થઈ ગયું છે અને ત્યાં ટૂંક સમયમાં ચૂંટણી યોજાશે. તેમણે જમ્મુ અને કાશ્મીરને રાજ્યનો દરજ્જો પરત કરવાની વાત પણ કરી હતી. તેમણે કહ્યું, "મેં લોકસભામાં (LokSabha)આશ્વાસન આપ્યું છે કે જમ્મુ-કાશ્મીરમાં સ્થિતિ સામાન્ય થતાં જ જમ્મુ-કાશ્મીરને રાજ્યનો દરજ્જો પાછો આપવામાં આવશે."
વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા જમ્મુ અને કાશ્મીરના ડિસ્ટ્રિક્ટ ગુડ ગવર્નન્સ ઈન્ડેક્સને બહાર પાડતા કેન્દ્રીય ગૃહ મંત્રીએ અમિત શાહે (Amit Shah)કહ્યું, “આજે શરૂ કરવામાં આવેલ ગુડ ગવર્નન્સ ઈન્ડેક્સ જિલ્લાની સિસ્ટમને સુધારવામાં, પરિણામ લક્ષ્યાંક અને ડિલિવરી મિકેનિઝમ બનાવવામાં જમ્મુ કાશ્મીરના લોકોને ઘણો ફાયદો થશે. ઈન્ડેક્સમાં કેન્દ્ર અને રાજ્ય સરકારોની નીતિઓ, યોજનાઓ અને કાર્યક્રમોનું જિલ્લા સ્તરે નિરીક્ષણ કરવામાં આવ્યું છે.
જમ્મુ અને કાશ્મીરના કેન્દ્રશાસિત પ્રદેશ માટે વિધાનસભા મતવિસ્તારની સીમાઓ ફરીથી નિર્ધારિત કરવાના હેતુસર રચાયેલ સીમાંકન આયોગ, અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ માટે 16 બેઠકો, જમ્મુ ક્ષેત્રમાં 6 વધારાની બેઠકો અને એક વધારાની બેઠક કાશ્મીર ખીણની દરખાસ્ત કરવામાં આવી છે. આનો અનેક પક્ષોએ વાંધો ઉઠાવ્યો હતો અને નેશનલ કોન્ફરન્સે કહ્યું હતું કે તે વર્તમાન સ્વરૂપમાં રિપોર્ટ પર સહી નહીં કરે.
ફેબ્રુઆરી 2020માં થઈ હતી સીમાંકન આયોગની સ્થાપના
ઓગસ્ટ 2019માં સંસદમાં જમ્મુ અને કાશ્મીર પુનર્ગઠન બિલ પસાર થયા પછી ફેબ્રુઆરી 2020માં સીમાંકન આયોગની સ્થાપના કરવામાં આવી હતી. કમિશને કેટલાક જિલ્લાઓ માટે વધારાના મતદારક્ષેત્રની રચના કરવાની દરખાસ્ત પણ કરી છે, જેથી કરીને ભૌગોલિક વિસ્તારોના અપુરતા સંદેશાવ્યવહાર અને આંતરરાષ્ટ્રીય સરહદ પર તેમની અણગમતી પરિસ્થિતિઓને કારણે જાહેર સુવિધાઓના અભાવ સાથે સંતુલિત થઈ શકે.
જમ્મુ અને કાશ્મીરમાં પ્રથમ વખત વસ્તીના આધારે 90 બેઠકોમાંથી 9 બેઠકો અનુસૂચિત જનજાતિને ફાળવવાનો પ્રસ્તાવ છે. અનુસૂચિત જાતિ માટે 7 બેઠકો પ્રસ્તાવિત છે. વિધાનસભાની 24 બેઠકો ખાલી છે, કારણ કે તે પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK) હેઠળ આવે છે. જણાવી દઈએ કે 5 ઓગસ્ટ 2019ના રોજ સંસદમાં એક પ્રસ્તાવના માધ્યમથી તેને કેન્દ્ર શાસિત પ્રદેશનો દરજ્જો આપવામાં આવ્યો હતો.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર