બંગાળ હિંસા: કેન્દ્રએ કહ્યું, મમતા બરોબર કામ નથી કરી રહી

બીજેપી નેતા મુકુલ રોયે કહ્યું કે, બંગાળની સીએમ રાજ્યમાં અશાંતીની સ્થિતિ પેદા કરી રહી છે. ગઈકાલે સાંજે ટીએમસી નેતાઓ દ્વારા બશીરહટના સંદેશખલીમાં અમારા કાર્યકર્તાઓ પર હુમલો કર્યો અને તેમની હત્યા કરી.

News18 Gujarati
Updated: June 9, 2019, 6:38 PM IST
બંગાળ હિંસા:  કેન્દ્રએ કહ્યું, મમતા બરોબર કામ નથી કરી રહી
ગૃહમંત્રી અમિત શાહ (ફાઈલ ફોટો)
News18 Gujarati
Updated: June 9, 2019, 6:38 PM IST
પશ્ચિમ બંગાળમાં હિંસા સતત વધી રહી છે. શનિવારે સાંજે બંગાળ બીજેપી ચીફ દિલીપ ઘોષની રેલીને પોલીસે રોકી દીધી હતી. ત્યારબાદ પોલીસ અને બીજેપી કાર્યકર્તાઓ વચ્ચે હિંસક ઘર્ષણ સર્જાયુ, જેમાં ત્રણ લોકો ઘાયલ થયા. હજુ આ મામલો ઠંડો થયો નથી ને મોડી સાંજે બંગાળના 24 પરગણામાં ટીએમસી અને બીજેપી કાર્યકર્તાઓ વચ્ચે વિવાદ શરૂ તઈ ગયો. જેમાં કેટલાકના મોતનો દાવો કરવામાં આવ્યો. આ મામલા પર કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે પશ્ચિમ બંગાળના અધિકારીઓ પાસે ગ્રાઉન્ડ રિપોર્ટ માંગ્યો છે.

તો બંગાળ હિંસા પર કેન્દ્ર સરકારે એડવાઈઝરી જાહેર કરી છે. જેમાં બંગાળમાં વારંવાર થઈ રહેલી હિંસા પર ચિંતા જાહેર કરી છે. આ સાથે જ કેન્દ્રએ કહ્યું કે, મમતા બેનરજીની સરકાર કાયદો અને વ્યવસ્થાને ટકાવી રાખવામાં નિષ્ફળ જઈ રહી છે. રાજ્ય સરકાર બરાબર રીતે કામ નથી કરી રહી. કેન્દ્રએ બંગાળ સરકારને કાયદો-વ્યવસ્થા બનાવી રાખવાની સલાહ આપી છે. આ સાથે તેમણે કહ્યું કે, જે અધિકારી બરોબર કામ નથી કરી રહ્યા, તેમના પર કડક કાર્યવાહી કરવી જોઈએ.

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ઘર્ષણમાં બીજેપીના ત્રણ કાર્યકર્તાઓ અને તૃણમૂલ કોંગ્રેસના એક કાર્યકર્તાનું મોત થયું છે. આ ઘટના બાદ બીજેપી નેતા મુકુલ રોયના નેતૃત્વમાં એક પ્રતિનિધિમંડળ રવિવારે બશીરહાટ હોસ્પિટલ પહોંચ્યું હતું. આ પ્રતિનિધિમંડળે હિસાની સ્થિતિની સમીક્ષા લઈ અમિત શાહને ત્યાંની સ્થિતિથી વાકેફ કર્યા હતા.

આ પ્રતિનિધિમંડળમાં મુકુલ રોય, પાર્ટી મહાસચિવ સયંતન બસુ, સાંસદ લોકેટ ચેટરજી, સાંસદ જગન્નાથ સરકાર, સાંસદ શાંતનુ ઠાકુર, સાંસદ અર્જુન સિંહ અને ધારાસભ્ય દુલાલ બર સામેલ છે. જોકે, બીજેપીનું પ્રતિનિધિમંડળ સંદેશખાલીમાં પ્રવેશ નહીં કરી શકે, કેમ કે પ્રશાસને અહીં ધારા 144 લગાવી દીધી છે.

ટીએમસી સરકાર ફેલાવી રહી છે અશાંતિ
બીજેપી નેતા મુકુલ રોયે કહ્યું કે, બંગાળની સીએમ રાજ્યમાં અશાંતીની સ્થિતિ પેદા કરી રહી છે. ગઈકાલે સાંજે ટીએમસી નેતાઓ દ્વારા બશીરહટના સંદેશખલીમાં અમારા કાર્યકર્તાઓ પર હુમલો કર્યો અને તેમની હત્યા કરી. કેટલાક ગામ એવા છે જ્યાં એટલી અશાંતી ફેલાઈ ગઈ છે કે, લોકો ગામ છોડવા મજબૂર થયા છે. પોલીસ સાચી રીતે તપાસ નથી કરી રહી, તે ઘટનાને છૂપાવવાની કોશિસ કરી રહી છે.
Loading...

24પરગણામાં હિંસાની ઘટના
પશ્ચિમ બંગાળના ઉત્તર 24 પરગણા જીલ્લાના નાઝટ વિસ્તારમાં શનિવારે રાત્રે તૃણમૂલ કોંગ્રેસ અને ભાજપના કાર્યકર્તાઓ વચ્ચે થયેલા ઘર્ષણમાં ઓછામાં ઓછા ચાર લોકોના મોત થયા છે. જ્યારે ત્રણ લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. બંને પાર્ટીના સૂત્રોએ આ દાવો કર્યો છે.

જોકે, પોલીસે આ મોત મુદ્દે કઈં પણ કહેવાની ના પાડી દીધી છે. તેમણે કહ્યું કે, સ્થિતિ પર નિયંત્રણ રાખવા માટે પોલીસ દળ મોકલી દેવામાં આવ્યું છે. બંને દળો સાથે જોડાયેલા સૂત્રો અનુસાર, આ ઘર્ષણ વિસ્તારમાંથી ભગવા પાર્ટીનો ઝંડો હટાવવાને લઈ થઈ હતી.
First published: June 9, 2019
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...