ગૃહમંત્રી અમિત શાહે કહ્યું - રથયાત્રાને સુપ્રીમ કોર્ટથી મંજૂરી મળવાથી દેશમાં ઉત્સાહ અને આનંદનો માહોલ

News18 Gujarati
Updated: June 22, 2020, 7:34 PM IST
ગૃહમંત્રી અમિત શાહે કહ્યું - રથયાત્રાને સુપ્રીમ કોર્ટથી મંજૂરી મળવાથી દેશમાં ઉત્સાહ અને આનંદનો માહોલ
ગૃહમંત્રી અમિત શાહે કહ્યું - રથયાત્રાને સુપ્રીમ કોર્ટથી મંજૂરી મળવાથી દેશમાં ઉત્સાહ અને આનંદનો માહોલ

સુપ્રીમ કોર્ટે ઓડિશામાં ભગવાન જગન્નાથની(Jagannath Rath Yatra)રથયાત્રાને સોમવારે મંજૂરી આપી

  • Share this:
નવી દિલ્હી : સુપ્રીમ કોર્ટે (Supreme Court) ઓડિશા (Odisha)માં ભગવાન જગન્નાથની(Jagannath Rath Yatra)રથયાત્રાને સોમવારે મંજૂરી આપી છે. આ મંજૂરી પછી કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે (Home Minister Amit Shah) ટ્વિટ કરીને દેશવાસીઓને આ નિર્ણયને લઈને અભિનંદન આપ્યા છે. ગૃહમંત્રીએ ટ્વિટ કર્યું કે આજનો દિવસ આપણા બધા માટે, ખાસ કરીને ઓડિશાના આપણા ભાઈઓ-બહેનો અને ભગવાન જગન્નાથના ભક્તો માટે એક શુભ દિવસ છે. રથયાત્રાને સુપ્રીમ કોર્ટની મંજૂરી મળવાથી આખા દેશમાં આનંદ અને ઉત્સાહનો માહોલ છે. જય જગન્નાથ.

અમિત શાહે ટ્વિટ કર્યું કે આ મારી સાથે-સાથે દેશભરના કરોડો શ્રદ્ધાળુઓ માટે હર્ષની વાત છે કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જી એ ફક્ત શ્રદ્ધાળુઓની ભાવનાને સમજી જ નથી પણ આ મામલામાં સકારાત્મક ઉપાય નીકળે તે માટે તરત પ્રયત્ન શરુ કર્યા હતા. જેનાથી આપણી મહાન પરંપરા યથાવત્ રહી. ગઈકાલે સાંજે મેં પ્રધાનમંત્રી જી ની સલાહ પર ગજપતિ મહારાજ જી (પુરીના રાજા) અને પુરીના શંકરાચાર્ય સાથે વાત કરી હતી અને યાત્રાને લઈને તેમના વિચારો જાણીને પ્રધાનમંત્રી જી ને માહિતી આપી હતી. આજે સવારે પ્રધાનમંત્રીના નિર્દેશ પર સોલિસિટર જનરલ સાથે વાતચીત કરી હતી.


આ પણ વાંચો - અમદાવાદની રથયાત્રા મામલે મંદિરના મહંત દિલિપદાસજીનું નિવેદન : 'ભક્તો માટે સારા સમાચાર આવશે'અમિત શાહે લખ્યું કે મામલાની ગંભીરતા અને મહત્વ જોતા કેસને સુપ્રીમ કોર્ટની વેકેશન બેન્ચ સામે રાખ્યો હતો. બપોર પછી તેને સુનાવણી થઈ હતી અને આ સુખદ નિર્ણય આપણા બધાની સામે આવ્યો છે. ઓડિશાના લોકોને ઘણા-ઘણા અભિનંદન. જય જગન્નાથ.
First published: June 22, 2020, 7:34 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading