ઇમરજન્સીના 45 વર્ષઃ અમિત શાહે કહ્યું, એક પરિવારની લાલચે બધું ખતમ કરી દીધું હતું

ઇમરજન્સીના 45 વર્ષઃ અમિત શાહે કહ્યું, એક પરિવારની લાલચે બધું ખતમ કરી દીધું હતું
ગૃહ મંત્રી અમિત શાહે કહ્યું, રાતોરાત રાષ્ટ્રને જેલમાં ફેરવી દીધું, પ્રેસ, કોર્ટ, અભિવ્યક્તિની આઝાદી...બધું ખતમ થઈ ગયું

ગૃહ મંત્રી અમિત શાહે કહ્યું, રાતોરાત રાષ્ટ્રને જેલમાં ફેરવી દીધું, પ્રેસ, કોર્ટ, અભિવ્યક્તિની આઝાદી...બધું ખતમ થઈ ગયું

 • Share this:
  નવી દિલ્હીઃ ગૃહ મંત્રી અમિત શાહ (Amit Shah)એ દેશમાં ઇમરજન્સી (Emergency) લાગુ થયાના 45 વર્ષ પૂરા થતાં તેની પર ટિપ્પણી કરી છે. ચાર ટ્વિટની એક સીરિઝમાં અમિત શાહે કહ્યું કે, ‘આજના દિવસે 45 વર્ષ પહેલા સત્તા માટે એક પરિવારની લાલચે ઇમરજન્સી લાગુ કરી દીધી. રાતોરાત રાષ્ટ્રને જેલમાં ફેરવી દીધું. પ્રેસ, કોર્ટ, અભિવ્યક્તિની આઝાદી...બધું ખતમ થઈ ગયું. ગરીબો અને દલિતો પર અત્યાચાર કરવામાં આવ્યા.’


  ગૃહ મંત્રીએ લખ્યું કે, લાખો લોકોના પ્રયાસોના કારણે ઇમરજન્સી હટાવવામાં આવી. ભારતમાં લોકતંત્ર કાયમ થઈ ગયું પરંતુ કૉગ્રેસમાં આજે પણ લોકતંત્ર નથી. એક પરિવારનું હિત પાર્ટીના હિતો અને રાષ્ટ્રીય હિતો પર હાવી છે. આ દુખદ છે કે આવી સ્થિતિ આજની કૉંગ્રેસમાં ઉછરી રહ્યું છે.


  આ પણ વાંચો, ચીન વિવાદઃ સેટેલાઇટ તસવીરોમાં દાવો, ગલવાન ઘાટીમાં ફરીથી જોવા મળ્યા ચીનના ટેન્ટ


  થોડા દિવસો પહેલા કૉંગ્રેસ નેતા સંજય ઝાને પ્રવક્તા પદેથી હટાવવાના સંદર્ભમાં અમિત શાહે લખ્યું કે, CWCની હાલની બેઠકમાં દરમિયાન, વરિષ્ઠ સભ્યો અને જૂનિયર સભ્યોએ કેટલાક મુદ્દાઓ ઉઠાવ્યા. પરંતુ તેમને પર ગુસ્સો કરવામાં આવ્યો. પાર્ટીના એક પ્રવક્તાને સમજ્યા-વિચાર્યા વગર હટાવી દેવામાં આવ્યા. દુખદ હકીકત એ છે કે કૉંગ્રેસમાં નેતા ગૂંગળામણ અનુભવી રહ્યા છે.


  આ પણ વાંચો, સારા સમાચારઃ બ્રિટનમાં કોરોનાની નવી વેક્સીનના હ્યૂમન ટ્રાયલની શરૂઆત

  એક અન્ય ટ્વિટમાં ગૃહ મંત્રીએ લખ્યું કે, ભારતની વિપક્ષી પાર્ટીમાંથી એકના રૂપમાં, કૉંગ્રેસે પોતાને સવાલ કરવાની જરૂર છેઃ ઇમરજન્સીની માનસિકતા હજુ પણ કેમ છે? નેતા જે એક વંશના નથી તેઓ કેમ નથી બોલી શકતા? કૉંગ્રેસમાં નેતા કેમ નિરાશ થઇ રહ્યા છે? આવું જ રહ્યું તો લોકોની સાથે તેમનો સંબંધ ખતમ થઈ જશે.
  Published by:Mrunal Bhojak
  First published:June 25, 2020, 11:52 am

  ટૉપ ન્યૂઝ