છત્તીસગઢના જગદલપુર પહોંચ્યા અમિત શાહ, શહીદ જવાનોને આપી શ્રદ્ધાંજલિ

છત્તીસગઢના જગદલપુર પહોંચ્યા અમિત શાહ, શહીદ જવાનોને આપી શ્રદ્ધાંજલિ
સૈનિકોને મળ્યા બાદ શાહ સાંજે સાડા પાંચ વાગ્યે દિલ્હી જવા રવાના થશે.

સૈનિકોને મળ્યા બાદ શાહ સાંજે સાડા પાંચ વાગ્યે દિલ્હી જવા રવાના થશે.

 • Share this:
  છત્તીસગઢ (Chhattisgarh)ના બીજાપુર અને સુકમા જિલ્લામાં બોર્ડર (Bijapur and Sukma Border) પરની અથડામણની ઘટનાને 400થી વધારે નક્સલીઓએ અંજામ આપ્યો હતો. જેમાં 24 જવાન શહીદ થયા હતા. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે (Home Minister Amit Shah) તરત જ આ નક્સલી હુમલા અંગે પ્રતિક્રિયા આપી હતી. અમિત શાહ હાલ જગદલપુર પહોંચ્યા છે અને જવાનોને શ્રદ્ધાંજલિ આપી છે.

  અમિત શાહ બેઠક કરશે  કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહને જગદલપુરમાં છત્તીસગઢના મુખ્યમંત્રી ભૂપેશ બધેલે રિસિવ કર્યા હતા. જે બાદ તેમણે સુકામા-બીજાપુર બોર્ડર પર થયેલા હુમલામાં શહીદ થનારા સુરક્ષાકર્મીઓને શ્રદ્ધાંજલિ આપી હતી. શ્રદ્ધાંજલિ આપ્યા બાદ ગૃહમંત્રી અમિત શાહ અહીં એક ઉચ્ચ સ્તરની બેઠકમાં ભાગ લેશે. જેમાં મુખ્યમંત્રી ભૂપેશ બધેલ ઉપરાંત આઈબી, સીઆરપીએફ અને રાજ્ય પોલીસના વડા પણ ઉપસ્થિત રહેશે. આ મિટિંગમાં અથડામણમાં ક્યાં ભૂલ થઇ તે અંગે અને આગળની રણનીતિ અંગે ચર્ચા કરશે.  બેઠક બાદ ઇજાગ્રસ્ત સૈનિકોની મુલાકાત લેશે

  સરકારી સુત્રોના જણાવ્યા અનુસાર, બેઠક બાદ ગૃહમંત્રી અમિત શાહ અને રાજ્યના સીએમ ભૂપેશ બઘેલ હોસ્પિટલમાં ઘાયલ સૈનિકોને મળશે. એટલું જ નહીં, બંને નેતાઓ સીઆરપીએફ કેમ્પની પણ મુલાકાત લેશે. જ્યારે શાહ લગભગ 3:30થી 5:30 વાગ્યા સુધી રાયપુરમાં રહેશે. આ સમય દરમિયાન, ગૃહમંત્રી ચાર ખાનગી હૉસ્પિટલોમાં જશે અને ઘાયલ સૈનિકોને મળશે. જણાવીએ કે, રામકૃષ્ણ, એમએમઆઈ, બાલાજી અને રાયપુરની નારાયણ હોસ્પિટલમાં નક્સલવાદી એન્કાઉન્ટરમાં ઘાયલ સૈનિકોની સારવાર ચાલી રહી છે. સૈનિકોને મળ્યા બાદ શાહ સાંજે સાડા પાંચ વાગ્યે દિલ્હી જવા રવાના થશે.

  રેડ કોરિડોર: ભારતના આ વિસ્તારોમાં ફેલાયેલા છે નકસલીઓ  આ પહેલા અમિત શાહે કહ્યું હતું કે, શાંતિ અને પ્રગતિના દુશ્મન નક્સલવાદીઓ સાથેની અમારી લડત તાકાત સાથે ચાલુ રહેશે અને અમે તેનો અંત કરીશું. આ સાથે શાહે ટ્વિટ કર્યું કે, "છત્તીસગઢમાં માઓવાદીઓ સામે લડતી વખતે શહીદ થયેલા અમારા બહાદુર સુરક્ષા જવાનોના બલિદાનોને હું સલામ કરું છું." રાષ્ટ્ર તેની બહાદુરીને ક્યારેય ભૂલશે નહીં. હું તેના પરિવારના સભ્યો પ્રત્યે દુખ વ્યક્ત કરું છું.
  Published by:Kaushal Pancholi
  First published:April 05, 2021, 11:56 am

  ટૉપ ન્યૂઝ