Home /News /national-international /Jammu-Kashmir: ગૃહમંત્રી અમિત શાહે સુરક્ષાને લઈને શ્રીનગરમાં બોલાવી બેઠક, સિનિયર અધિકારીઓ રહ્યા હાજર

Jammu-Kashmir: ગૃહમંત્રી અમિત શાહે સુરક્ષાને લઈને શ્રીનગરમાં બોલાવી બેઠક, સિનિયર અધિકારીઓ રહ્યા હાજર

શ્રીનગરમાં સુરક્ષાને લઈને અમિત શાહની બેઠક (ANI)

Amit Shah Jammu-Kashmir Visit: ગૃહમંત્રી અમિત શાહ હાલમાં જમ્મુ કાશ્મીરના ત્રણ દિવસીય પ્રવાસ પર છે. આજના દિવસે અમિત શાહે શ્રીનગરમાં વરિષ્ઠ અધિકારીઓ ઉપરાંત ઉપરાજ્યપાલની હાજરીમાં બેઠક યોજી હતી.

  શ્રીનગર:  કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ હાલમાં જમ્મુ કાશ્મીરના ત્રણ દિવસીય પ્રવાસે છે. આજે આ પ્રવાસના અંતિમ દિવસે ગૃહમંત્રી શાહે શ્રીનગરમાં સિનિયર અધિકારીઓ સાથે સુરક્ષાને લઈને સમીક્ષા બેઠક યોજી હતી.આ બેઠકમાં જમ્મુ કાશ્મીરના ઉપરાજ્યપાલ મનોજ સિન્હા ઉપરાંત સિનિયર અધિકારી મુખ્ય રીતે હાજર રહ્યા હતા.

  આપને જણાવી દઈએ કે, કાલે મંગળવારે મૃહમંત્રી અમિત શાહે માતા વૈષ્ણો દેવીમાં દર્શન કરીને આશીર્વાદ લીધા હતા અને ત્યાર બાદ રાજૌરીમાં એક મોટી જાહેર સભાને સંબોધન પણ કર્યું હતું. શાહે જમ્મુ કાશ્મીરમાંથી 370 અને 35 એ હટાવ્યા બાદ આતંકી ઘટનાઓમાં ઘટાડો અને રોજગારના સાધન તથા પર્યટન વધારવાની વાત પણ કહી હતી. તેમણે તેને લઈને આંકડા પણ બતાવ્યા હતા.

  આ પણ વાંચો: જમ્મુ કાશ્મીર: 3 દિવસમાં જ સેનાએ લીધો બદલો, SPOની હત્યા કરનારા 4 આતંકીઓને પતાવી દીધા, માહોલ ગંભીર

  ગૃહમંત્રી આજે બારામૂલામાં એક મોટી જાહેરસભાને સંબોધન કરશે. તેઓ મિશન કશ્મીર અંતર્ગત કેન્દ્ર સરકારની મોટી યોજનાઓ જનતા વચ્ચે રજૂ કરશે. સાથે જ તેઓ જમ્મુ કાશ્મીરને મિશન કશ્મીર અંતર્ગત જનતાને ભેટ પણ આપી રહ્યા છે. પહાડી સમુદાયને ટૂંક સમયમાં અનામત આપવાનું આશ્વાસન પણ આપ્યું છે.

  ચાર પોલીસકર્મીઓના સંબંધીઓને સોંપ્યા નિમણૂંક પત્ર


  આ તમામની વચ્ચે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે મંગળવારે જમ્મુ કાશ્મીરના એ ચાર પોલીસકર્મીઓના સંબંધીઓને નિમણૂંક પત્ર સોંપ્યા, જે ઘાટીમાં આતંકવાદ સંબંધિત ઘટનાઓમાં શહીદ થયા હતા. આ સંબંધમાં એક અધિકારીએ કહ્યું કે, જમ્મુ કાશ્મીરના ચાર શહીદોના પરિવારોને અહીં રાજભવનમાં ગૃહમંત્રી દ્વારા નિયુક્તિ પત્ર આપવામાં આવ્યા હતા.
  Published by:Pravin Makwana
  First published:

  Tags: Aamit shah, Jammu and kashamir

  विज्ञापन

  ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

  વધુ વાંચો
  विज्ञापन
  विज्ञापन
  विज्ञापन