ગૃહ મંત્રી અમિત શાહનો આજે 56મો જન્મદિવસ, PM મોદીએ શુભેચ્છા પાઠવતા કહી આ વાત

News18 Gujarati
Updated: October 22, 2020, 9:38 AM IST
ગૃહ મંત્રી અમિત શાહનો આજે 56મો જન્મદિવસ, PM મોદીએ શુભેચ્છા પાઠવતા કહી આ વાત
અમિત શાહના જન્મ દિવસે બીજેપીના દિગ્ગજ નેતાઓએ આપી શુભેચ્છાઓ, તેમના કાર્ય અને યોગદાનના કર્યા વખાણ

અમિત શાહના જન્મ દિવસે બીજેપીના દિગ્ગજ નેતાઓએ આપી શુભેચ્છાઓ, તેમના કાર્ય અને યોગદાનના કર્યા વખાણ

  • Share this:
નવી દિલ્હીઃ કેન્દ્રીય ગૃહ મંત્રી અને બીજેપીના પૂર્વ અધ્યક્ષ અમિત શાહ (Home Minister Amit Shah)નો આજે જન્મદિવસ છે. અમિત શાહની ચૂંટણી પ્રબંધન ક્ષમતાના કારણે તેમને ‘ચાણક્ય’ના નામથી પણ સંબોધિત કરવામાં આવે છે. બીજેપી (BJP)ના ઈતિહાસમાં જ્યારથી અમિત શાહને પાર્ટીની કમાન મળી છે તેમનો કાળ સ્વર્ણિમ રહ્યો છે. તેમનો જન્મ 22 ઓક્ટોબર 1964ના રોજ મુંબઈમાં થયો હતો. ગૃહ મંત્રીના ખાસ દિવસ પર વડાપ્રધાન નરેન્દ્ર મોદી (Narendra Modi), ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ (UP CM Yogi Adityanath), કેન્દ્રીય મંત્રી નિતીન ગડકરી (Nitin Gadkari) સહિત અનેક દિગ્ગજ નેતાઓએ શુભેચ્છાઓ પાઠવી છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગૃહ મંત્રી અમિત શાહને જન્મદિવસની શુભેચ્છા પાઠવતાં કહ્યું કે, અમિત શાહજીને જન્મ દિવસની શુભેચ્છાઓ. આપણો દેશ એ સમર્પણ અને ઉત્કૃષ્ટતાનો સાક્ષી છે, જેનાથી તેઓ ભારતની પ્રગતિમાં યોગદાન આપી રહ્યા છે. બીજેપીમાં મજબૂતીમાં તેમનું યોગદાન પણ સ્મરણીય છે. ઈશ્વર તેમને ભારતની સેવામાં લાંબા અને સ્વસ્થ જીવનના આશીર્વાદ આપે.

આ પણ વાંચો, દશેરા અને દિવાળીના અવસરે SBIની સૌથી મોટી ઓફર, 0.25 ટકા સસ્તી કરી હોમ લોનઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે ટ્વીટ કર્યું કે, જનપ્રિય રાજનેતા, અદ્ભૂત સંગઠનકર્તા, કુશળ રણનીતિકાર, રાષ્ર્્ની આંતરીક સુરક્ષાને અભેદ્દ બનાવનારા ગૃહ મંત્રી આદરણીય અમિત શાહને જન્મ દિવસની હાર્દિક શુભકામનાઓ. હું પ્રભુ શ્રી રામને આપના ઉત્તમ સ્વાસ્થ્ય અને સુદીર્ધ જીવજ માટે પ્રાર્થના કરું છું.રેલ મંત્રી પીયૂષ ગોયલે અમિત શાહને દીર્ધાયુ થવાની કામના કરી. તેઓએ ટ્વીટ કર્યું કે, અથાગ પરિશ્રમથી દેશની સુરક્ષા સુનિશ્ચિત કરી રહેલા ગૃહ મંત્રી અમિત શાહજીને જન્મ દિવસની શુભકામનાઓ. CAA તથા આર્ટિકલ 370 હટાવવા જેવા દેશહિતના નિર્ણયથી વર્ષો જૂની સમસ્યાનો અંત લાવવાની સાથે જ બીજેપી સંગઠન અને રાજ્યોમાં બીજેપી સરકારના વિસ્તારમાં આપનું અતુલનીય યોગદાન રહ્યું છે.

આ પણ વાંચો, Covid-19: ઓક્સફર્ડ વેક્સીન ટ્રાયલ દરમિયાન બ્રાઝીલમાં એક Volunteerનું મોત

કેન્દ્રીય મંત્રી નીતીન ગડકરીએ અમિત શાહને જન્મ દિવસની શુભકામનાઓ પાઠવી. તેઓએ ટ્વિટ કર્યું કે, દેશના ગૃહ મંત્રી અને કેબિનેટમાં મારા સાથી અમિત શાહજીને જન્મ દિવસની હાર્દિક શુભકામનાઓ. તમે સ્વસ્થ અને દીધાર્યુ રહો, ઈશ્વરથી આ જ કામના કરું છું.
Published by: Mrunal Bhojak
First published: October 22, 2020, 9:38 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading