ભાજપની રાષ્ટ્રીય કાર્યકારિણીની બેઠકમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ
ભાજપ (BJP) ની રાષ્ટ્રીય કાર્યકારિણીની બેઠક (BJP National Working Committee Meeting) માં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે (Amit Shah) કહ્યું, કોંગ્રેસ પરિવારની પાર્ટી બની ગઈ છે. કોંગ્રેસના ઘણા નેતાઓ પાર્ટીમાં આંતરિક લોકશાહી માટે લડી રહ્યા છે
હૈદરાબાદ. ભાજપ (BJP) ની રાષ્ટ્રીય કાર્યકારિણીની બેઠક (BJP National Working Committee Meeting) માં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે (Amit Shah) પરિવારવાદ, જાતિવાદ અને તુષ્ટિકરણની રાજનીતિ પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે કહ્યું કે આવી રાજનીતિ સૌથી મોટું પાપ છે અને દેશ વર્ષોથી ભોગવી રહ્યો છે. પરંતુ હવે વંશવાદની રાજનીતિનો અંત આવશે. પશ્ચિમ બંગાળ અને તેલંગાણામાં ભાજપ પરિવારની સત્તાનો અંત લાવશે.
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કહ્યું કે, દેશમાં આવનારા 30થી 40 વર્ષ ભાજપના રહેશે અને પાર્ટી આંધ્રપ્રદેશ, તમિલનાડુ, ઓડિશા સહિત અન્ય તમામ રાજ્યોમાં સત્તા જીતશે, સાથે જ વંશવાદની રાજનીતિનો અંત લાવશે.
'કોંગ્રેસ પરિવારની પાર્ટી બની ગઈ છે'
અમિત શાહે કહ્યું કે, કોંગ્રેસ પરિવારની પાર્ટી બની ગઈ છે. કોંગ્રેસના ઘણા નેતાઓ પાર્ટીમાં આંતરિક લોકશાહી માટે લડી રહ્યા છે. પરંતુ ગાંધી પરિવાર સંગઠનાત્મક ચૂંટણીઓ થવા દેતો નથી. કારણ કે, તેમને પાર્ટી પરનો પોતાનો અંકુશ ગુમાવવાનો ડર છે.
તો કેન્દ્રીય મંત્રી અમિત શાહે ગુજરાત રમખાણો સંબંધિત એક કેસમાં દાખલ કરવામાં આવેલી અરજીને ફગાવી દેવાના સુપ્રીમ કોર્ટના નિર્ણયને ઐતિહાસિક ગણાવ્યો હતો. આ અરજીમાં રમખાણોમાં માર્યા ગયેલા સાંસદ એહસાન જાફરીની પત્ની ઝાકિયા જાફરીએ તત્કાલિન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી સહિત 64 લોકોને SIT દ્વારા આપવામાં આવેલી ક્લીનચીટને પડકારી હતી.
ગૃહમંત્રી અમિત શાહે કહ્યું કે, નરેન્દ્ર મોદીએ ગુજરાત રમખાણોમાં SITની તપાસનો સામનો કર્યો અને વિપક્ષ દ્વારા તેમના પર ફેંકવામાં આવેલા દરેક ઝેરને ભગવાન શિવની જેમ પચાવી લીધા. તેમણે બંધારણમાં વિશ્વાસ રાખ્યો હતો. નેશનલ હેરાલ્ડ કેસમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ દ્વારા રાહુલ ગાંધીની પૂછપરછના મુદ્દે તેમણે કહ્યું કે, નરેન્દ્ર મોદીએ તપાસ ટાળવા માટે આવું ડ્રામા ક્યારેય કર્યું નથી જે કોંગ્રેસ આજે કરી રહી છે.
Published by:kiran mehta
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર