લોકસભામાં અમિત શાહના ધારદાર ભાષણ સામે ઔવેસીની બોલતી બંધ

News18 Gujarati
Updated: July 15, 2019, 6:40 PM IST
લોકસભામાં અમિત શાહના ધારદાર ભાષણ સામે ઔવેસીની બોલતી બંધ
આ ચર્ચા દરમિયાન ઓલ ઇન્ડિયા મજલિસ એ ઇત્તેહાદુલ મુસ્લિમીનના સાંસદ અસદુદ્દીન ઓવૈસી અને ગૃહમંત્રી શાહ વચ્ચે ઉગ્ર ચર્ચાઓ થઇ

આ ચર્ચા દરમિયાન ઓલ ઇન્ડિયા મજલિસ એ ઇત્તેહાદુલ મુસ્લિમીનના સાંસદ અસદુદ્દીન ઓવૈસી અને ગૃહમંત્રી શાહ વચ્ચે ઉગ્ર ચર્ચાઓ થઇ

  • Share this:
નેશનલ ઇન્વેસ્ટિગેટિવ એજન્સી (રાષ્ટ્રીય શોધખોળ એજન્સી) સંશોધન બિલ 2019 સોમવારે લોકસભામાં બહુમતી સાથે પસાર થયું. પ્રસ્તાવના પક્ષમાં 278 મત પડ્યા, જ્યારે તેના વિરુદ્ધમાં માત્ર 6 મત પડ્યા હતા. ગૃહમંત્રી અમિત શાહે સોમવારે લોકસભામાં NIA બિલ રજૂ કરવા પોતાની વાત રાખી, તેઓએ કહ્યું કે પોટા કાયદાને બોટબેંકથી બચાવવા માટે ભંગ કરવામાં આવ્યો હતો. પોટાથી દેશને આતંકવાદથી બચાવી શકાયો હોત. તેનાથી આતંકવાદીઓની અંદર ભય હતો. દેશની સરહદોની રક્ષા થતી હતી, આ કાયદાને યુપીએ સરકારે 2004માં આવતા જ ભંગ કર્યો હતો.

આ ચર્ચા દરમિયાન ઓલ ઇન્ડિયા મજલિસ એ ઇત્તેહાદુલ મુસ્લિમીનના સાંસદ અસદુદ્દીન ઓવૈસી અને ગૃહમંત્રી શાહ વચ્ચે ઉગ્ર ચર્ચાઓ થઇ ગઇ. વાત એમ હતી કે સંસદમાં આ સંશોધન બિલ પર ચર્ચા દરમિયાન ઓવૈસી સહિત વિપક્ષી સભ્યોએ ભાજપના સત્યપાલ સિંહને રોકવાનું શરૂ કર્યું. સત્યપાલ સિંહે આરોપ લગાવ્યો કે હૈદરાબાદના તત્કાલીન પોલીસ કમિશનરને રાજ્યના એક નેતાએ એક વિશેષ કેસમાં તપાસ બદલવાનું કહ્યું હતું. જેથી તેને બહાર સ્થળાંતરીત કરી શકાય. તેઓએ કહ્યું કે તેઆ સમગ્ર ઘટના અંગે જાણે છે કારણ કે એ સમય મુંબઇ પોલીસ આયુક્ત હતા.

અમિત શાહે ઓવૈસીની બોલતી બંધ કરી

ત્યારબાદ હૈદરાબાદના સાંસદ ઓવૈસીએ માગ કરી કે સત્યપાલ સિંહે પોતાના દાવા સંબંધિત તમામ રેકોર્ડ સંસદમાં રજૂ કરવા જોઇએ. તેના પર શાહ પોતાની સીટ ઉભા થયા અને કહ્યું કે ટ્રેજરી બેંચના સભ્યોએ ભાષણ દરમિયાન વિપક્ષી સભ્યોને પરેશાન કર્યા ન હતા. આથી તેઓએ પણ આવું કરવું જોઇએ. ઓવૈસી તરફ ઇશારો કરતાં શાહે કહ્યું કે વિપક્ષી સભ્યોમાં બીજાની વાતો સાંભળવાનું ધૈર્ય હોવું જોઇએ.
Published by: Sanjay Vaghela
First published: July 15, 2019, 6:40 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading