Home /News /national-international /

AIIMSએ આપી ગૃહ મંત્રી અમિત શાહના સ્વાસ્થ્યની જાણકારી, કહ્યું- હૉસ્પિટલમાં 1-2 દિવસ રહેશે

AIIMSએ આપી ગૃહ મંત્રી અમિત શાહના સ્વાસ્થ્યની જાણકારી, કહ્યું- હૉસ્પિટલમાં 1-2 દિવસ રહેશે

કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ (ફાઇલ તસવીર)

સંસદ સત્ર શરૂ થતાં પહેલા સંપૂર્ણ ચિકિત્સા તપાસ માટે અમિત શાહને હૉસ્પિટલમાં એક-બે દિવસ દાખલ કરવું પડશે

    નવી દિલ્હીઃ કેન્દ્રીય મંત્રી અમિત શાહ (Home Minister Amit Shah) હાલ દિલ્હીની અખિલ ભારતીય આયુર્વિજ્ઞાન સંસ્થાન (AIIMS)માં દાખલ છે. તેમની તબીયતને લઈ એઇમ્સે એક મેડિકલ બુલેટિન (Medical Bulletin) બહાર પાડ્યું છે. આ બુલેટિન મુજબ હૉસ્પિટલ પ્રશાસન તરફથી જણાવવામાં આવ્યું છે કે અમિત શાહને સામાન્ય મેડિકલ ચેક-અપ માટે દાખલ કરવામાં આવ્યા છે. હૉસ્પિટલ તરફથી એવું પણ કહેવામાં આવ્યું છે કે 30 તારીખે જ્યારે કોરોનાથી સજા થયા બાદ તેમને રજા આપવામાં આવી હતી તો તે સમયે રૂટન ચેક-અપ માટે ફરીથી તેમને મળવા માટે કહેવામાં આવ્યું હતું.

    અમિત ક્યાં સુધી હૉસ્પિટલમાં દાખલ રહેશે?

    AIIMS તરફથી જાહેર મેડિકલ બુલેટિનમાં કહેવામાં આવ્યું છે કે, હૉસ્પિટલથી રજા આપતી વખતે આપવામાં આવેલી સલાહ મુજબ હવે સંસદ સત્ર (Parliament Monsoon Session) શરૂ થતાં પહેલા સંપૂર્ણ ચિકિત્સા તપાસ (Complete Medical Checkup) માટે તેમને હૉસ્પિટલમાં એક-બે દિવસ દાખલ કરવું પડશે. સંસદનું ચોમાસું સત્ર સોમવારથી શરૂ થવા જઈ રહ્યું છે.


    આ પણ વાંચો, નવા પ્રકારનું હશે સંસદનું ચોમાસું સત્ર, કેન્ટીનમાં મળશે આ વ્યંજન

    નોંધનીય છે કે અમિત શાહના તપાસ રિપોર્ટ ગત 2 ઓગસ્ટે કોરોના પોઝિટિવ (Corona positive) આવ્યો હતો. ત્યારબાદ તેમને ગુરુગ્રામની મેદાંતા હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.

    ગયા મહિને થયો હતો કોરોના વાયરસ

    ગયા મહિને મેદાંતા હૉસ્પિટલમાં સારવાર બાદ તેમનો તપાસ રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો. સંપૂર્ણપણે સ્વસ્થ થયા બાદ તેમને 14 ઓગસ્ટે હૉસ્પિટલથી ડિસ્ચાર્જ કરી દેવામાં આવ્યા હતા. જોકે 18 ઓગસ્ટે તેમને થાક અને શરીરમાં દુખાવાની ફરિયાદ પર દિલ્હી એઇમ્સમાં દાખલ કરવામાં આવ્યા હતા. જ્યાંથી તેઓ 31 ઓગસ્ટે સ્વસ્થ થઈને ડિસ્ચાર્જ થયા હતા. શનિવાર રાત્રે 11 વાગ્યે તેમને ફરી એઇમ્સમાં દાખલ કરવામાં આવ્યા છે.

    આ પણ વાંચો, કોરોના દર્દીઓ માટે સ્વાસ્થ્ય મંત્રાલયની 15 સલાહ, યોગ કરવા અને ચ્યવનપ્રાશ ખાવાનું સૂચન
    Published by:Mrunal Bhojak
    First published:

    Tags: Coronavirus, COVID-19, અમિત શાહ

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन