ગૃહ મંત્રી અમિત શાહ AIIMSમાં દાખલ, હૉસ્પિટલથી જ કરી રહ્યા છે કામ

અમિત શાહને AIIMSના પોસ્ટ કોવિડ કેરમાં દાખલ કરવામાં આવ્યા, તેઓ ઠીક છે અને હૉસ્પિટલમાં પોતાનું કામ કરી રહ્યા છે

અમિત શાહને AIIMSના પોસ્ટ કોવિડ કેરમાં દાખલ કરવામાં આવ્યા, તેઓ ઠીક છે અને હૉસ્પિટલમાં પોતાનું કામ કરી રહ્યા છે

 • Share this:
  નવી દિલ્હીઃ કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ (Amit Shah)ને મંગળવારે રાજધાની દિલ્હી સ્થિત AIIMSમાં દાખલ કરવામાં આવ્યા છે. AIIMSના સૂત્રો મુજબ, અમિત શાહને સોમવાર-મંગળવારની રાત્રે AIIMSમાં દાખલ કરવામાં આવ્યા છે. AIIMSના નિદેશક રણદીપ ગુલેરિયાના નેતૃત્વમાં ડૉક્ટરોની એક ટીમ ગૃહ મંત્રીના સ્વાસ્થ્ય પર દેખરેખ રાખી રહી છે. નોંધનીય છે કે, અમિત શાહ થોડા દિવસ પહેલા કોરોના વાયરસ પોઝિટિવ હોવાનું સામે આવ્યું હતું અને હાલમાં જ તેઓ સાજા થઈને ઘરે પરત ફર્યા હતા. મળતી માહિતી મુજબ, ગૃહ મંત્રી આ પહેલા હોમ આઇસોલેશનમાં હતા અને પછી તેમને AIIMSમાં દાખલ કરવામાં આવ્યા.

  AIIMS મીડિયા અને પ્રોટોકોલ ડિવિઝનના ચેરપર્સન ડૉક્ટર પ્રોફેસર આરતી વિજે એક પ્રેસ નોટમાં જણાવ્યું કે, ગત 3-4 દિવસથી અમિત શાહને દર્દ અને થાકની ફરિયાદ હતી. તેઓ કોવિડ-19ની તપાસમાં નેગેટિવ હોવાનું સામે આવ્યું હતું. તેમને AIIMSના પોસ્ટ કોવિડ કેરમાં દાખલ કરવામાં આવ્યા છે. તેઓ ઠીક છે અને હૉસ્પિટલમાં પોતાનું કામ કરી રહ્યા છે.

  આ પણ વાંચો, ભારતીય વૈજ્ઞાનિકોને ડરાવી રહ્યો છે કોરોનાનો સ્ટ્રેન-D614G, મલેશિયા સાથે શું છે કનેક્શન?

  નોંધનીય છે કે, કોવિડ-19ની સારવાર કરાવી રહેલા કેન્દ્રીય મંત્રી અમિત શાહે શુક્રવારે કહ્યું હતું કે, તેમનો તપાસ રિપોર્ટ નેગેટિવ આવ્યો છે. 55 વર્ષીય અમિત શાહે એવું પણ કહ્યું હતું કે ડૉક્ટરોની સલાહ મુજબ, તેઓ આગામી થોડાક દિવસ સુધી ઘરમાં આઇસોલેશનમાં રહેશે.

  આ પણ વાંચો, આંશિક રાહતઃ 24 કલાકમાં કોરોનાના 55,079 નવા કેસ નોંધાયા, 876 દર્દીનાં મોત

  અમિત શાહે ટ્વિટ કરીને કહ્યું હતું કે, મારો કોરોના રિપોર્ટ નેગેટીવ આવ્યો છું. હું ઈશ્વરનો આભાર વ્યક્ત કરું છું અને આ સમયમાં જે લોકોએ મારા સ્વાસ્થ્ય માટે પ્રાર્થના કરીને મને મારા પરિવારને સપોર્ટ આપ્યો છે, તે તમામનો હું હૃદયથી આભાર વ્યક્ત કરું છું. ડૉક્ટરની સલાહ પર હું હજુ કેટલાક દિવસ ઘરમાં જ આઇસોલેશનમાં રહીશ.

  2 ઓગસ્ટે કોરોનાનો રિપોર્ટ આવ્યો હતો પોઝિટિવ

  અમિત શાહે ગુડગાંવની મેદાંતા હૉસ્પિટલના ડૉક્ટરો અને પેરામેડિકલ સ્ટાફનો પણ આભાર વ્યક્ત કર્યો. તેઓ આ જ હૉસ્પિટલમાં દાખલ હતા. અમિત શાહે 2 ઓગસ્ટે જાતે ટ્વિટ કરીને જણાવ્યું હતું કે તેઓ કોરોના વાયરસથી સંક્રમિત થયા છે.
  Published by:Mrunal Bhojak
  First published: