રાજનાથ સિંહના નિવાસ સ્થાન પર આયોજીત કાર્યક્રમમાં વિદેશમંત્રી એસ જયશંકર અને કેન્દ્રીય કાયદામંત્રી કિરેન રિજિજૂ સહિત મોટી સંખ્યામાં લોકો સામેલ થયા હતા. આ દરમિયાન મોરપંખ લગાવીને એક કલાકાર પણ દેખાઈ રહ્યો છે.
નવી દિલ્હી: હોળીના અવસર પર સમગ્ર દેશ જશ્નમાં ડૂબેલો છે. નવી દિલ્હીમાં રક્ષામંત્રી રાજનાથ સિંહે સત્તાવાર નિવાસસ્થાન પર ખૂબ જ ઉત્સાહથી ઉજવણી કરી હતી. હોળીની ઉજવણીમાં અમેરિકાના વાણિજ્ય સચિવ ગીના રાયમોંડો પણ જોડાયા હતા. ચહેરા પર રંગ, હોળીના પોશાક અને ગળામાં માળા નાખી અમેરિકી ટોપ અધિકારીએ હોળી ગીતો પર નાચ્યા હતા. આ દરમિયાન રક્ષામંત્રી રાજનાથ સિંહ પણ તેમની સાથે તાલમાં તાલ મિલાવી નાચ્યા હતા.
Delighted to host the United States Secretary of Commerce, Ms. Gina Raimondo on the auspicious occasion of Holi at my official residence. pic.twitter.com/O9B0WX5sE8
રાજનાથ સિંહના નિવાસ સ્થાન પર આયોજીત કાર્યક્રમમાં વિદેશમંત્રી એસ જયશંકર અને કેન્દ્રીય કાયદામંત્રી કિરેન રિજિજૂ સહિત મોટી સંખ્યામાં લોકો સામેલ થયા હતા. આ દરમિયાન મોરપંખ લગાવીને એક કલાકાર પણ દેખાઈ રહ્યો છે.
રાજનાથ સિંહે શેર કર્યો વીડિયો
હોળીના જશ્નમાં અમેરિકી વાણિજ્ય મંત્રીએ ભારે ઉત્સાહ સાથે હોળી ગીતો પર ડાંસ કર્યો હતો. રક્ષામંત્રી રાજનાથ સિંહે તેનો વીડિયો ટ્વિટર પર શેર કર્યો હતો. વીડિયો શેર કરતા રાજનાથ સિંહે લખ્યું કે, હોળીના શુભ અવસર પર પોતાના સત્તાવાર નિવાસસ્થાન પર સંયુક્ત રાજ્ય અમેરિકાના વાણિજ્ય સચિવ સુશ્રી જીના રાયમોંડોની મેજબાની કરીને ખુશી થઈ.
4 દિવસીય ભારતના પ્રવાસે
રાયમોંડો 7થી 10 માર્ચ સુધી ચાર દિવસના ભારત-અમેરિકી વાણિજ્યિક વાર્તા અને સીઈઓ ફોરમમાં ભાગ લેવા માટે ભારત યાત્રા પર છે. આ દરમિયાન તેઓ ભારત અને અમેરિકાની વચ્ચે નવા વેપાર અને રોકાણના અવસરોને અનલોક કરવા માટે વિવિધ ક્ષેત્રોમાં સહયોગ પર ચર્ચા કરશે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર